કોરોના મહામારી અને સાથે ચૈત્ર મહિનો, જાણો આ મહિનામાં હેલ્ધી રહેવા માટે શું ખાશો અને શું નહિં

ચૈત્ર મહિનો શરૂ થયો છે, તે હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષનો પહેલો મહિનો છે. આ મહિનામાં હવામાન અને પ્રકૃતિ તો બદલાય જ છે, સાથે ખોરાક અને પીણામાં પણ પરિવર્તન આવે છે. આયુર્વેદમાં દરેક ચીજ ખાવા-પીવા માટે સમય, ઋતુ અને લોકોની શારીરિક રચના (પ્રકૃતિ) અનુસાર નક્કી કરવામાં આવ્યું છે. આયુર્વેદમાં કયા મહિનામાં શું ખાવું જોઈએ અને ક્યાં મહિનામાં શું ન ખાવું જોઈએ તે વિશે જણાવ્યું છે. તો ચાલો અમે તમને જણાવીએ કે આયુર્વેદ મુજબ ચૈત્ર મહિનામાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ.

સાદું દૂધ ન પીવો

image source

દરેક લોકોને રાત્રે સુતા પેહલા દૂધ પીવાની આદત હોય છે. આ આદત ખુબ જ સારી છે, કારણ કે દૂધ પીવાથી શરીરને શક્તિ મળે છે અને સાથે અનિંદ્રાની સમસ્યા પણ દૂર થાય છે. ચૈત્ર મહિનામાં સાદું દૂધ ન પીવું જોઈએ. કારણ કે આ મહિના દરમિયાન સાદું દૂધ પીવાથી પેટની સમસ્યા થઈ શકે છે. તમે સાદા દૂધના બદલે દૂધમાં ખાંડ અથવા સાકર ઉમેરીને પી શકો છો. આ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને ચૈત્ર મહિનામાં તમને કોઈ પેટને લગતી સમસ્યા પણ નથી થાય.

ગોળ ખાવાનું ટાળો

image source

ઘણા લોકોનો ખોરાક ત્યારે જ પૂર્ણ થાય છે, જયારે તેમની થાળીમાં ગોળ હોય, પરંતુ ચૈત્રમાં મહિનામાં ગોળ ખાવાની મનાઈ કરવામાં આવે છે. આ મહિનામાં ગોળ ખાવાનું ટાળવું જોઈએ અને વાસી ખોરાકનું સેવન પણ ન કરવું જોઈએ.

ચૈત્ર મહિનામાં શું ખાવું જોઈએ ?

વધુને વધુ પાણી પીવો

image source

ચૈત્ર મહિનામાં વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. આ મહિનામાં રાત અને દિવસ વચ્ચે તાપમાનમાં વધુ તફાવત જોવા મળે છે. આવી સ્થિતિમાં, જ્યારે દિવસનું તાપમાન વધારે હોય છે, ત્યારે શરીરમાં પાણીનો અભાવ હોઈ શકે છે. તેથી પુષ્કળ પાણી પીવું.

લીમડાનું સેવન કરો

image source

ચૈત્ર મહિનામાં શીતળા માતાની પૂજા કરવામાં આવે છે, આ સમય દરમિયાન શીતળા માતાને લીમડો ચઢાવવામાં આવે છે અને પ્રસાદમાં ખાવામાં આવે છે. ગુડી પડવાના પ્રસંગે મહારાષ્ટ્રમાં પણ લીમડાનું સેવન કરવામાં આવે છે. આની પાછળ વૈજ્ઞાનિક કારણ એ છે કે ચૈત્રને ઋતુઓનો સંધિકાર માનવામાં આવે છે. તેથી, રોગ પેદા કરતા જીવાણુઓ અને વાયરસ આ ઋતુમાં વધુ સક્રિય હોય છે. શીતળા માતાને જીવાણુ અને વાયરસનો નાશ કરનાર માતા માનવામાં આવે છે, તેથી શરીરને પ્રતિકૂળ વાતાવરણથી બચાવવા ચૈત્ર મહિનામાં તેની પૂજા કરવામાં આવે છે અને લીમડાનું સેવન કરવામાં આવે છે.

ચણા ખાવા ફાયદાકારક છે

image source

ચૈત્ર મહિના દરમિયાન ચણા ખાવા જ જોઇએ. ચણા ખાવાથી બ્લડ સુગર કંટ્રોલ થાય છે. કેન્સરનું જોખમ ઓછું થાય છે. લોહીની ઉણપ દૂર થાય છે, સાથે તે આંખોને પણ તીક્ષણ બનાવે છે. તેથી એવું કેહવું ખોટું નથી કે ચૈત્ર મહિનામાં ચણાનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

આ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખો

  • – આયુર્વેદ અનુસાર, ચૈત્ર મહિનામાં ખોરાકનું સેવન માર્યાદિત માત્રામાં જ કરવું જોઇએ અને ફળોનું સેવન વધુ માત્રામાં કરવું જોઈએ.
  • – ચૈત્ર મહિનામાં વાસી ખોરાક બિલકુલ ન ખાવો જોઈએ.
  • – ચૈત્ર મહિનામાં સુતા પહેલા હાથ અને મોં સાફ કરવા જોઈએ, સાથે આપણે પાતળા કપડાં પહેરવા જોઈએ.
  • – ચૈત્ર મહિના દરમિયાન મેકઅપમાં ઓછો કરવો જોઈએ. જેથી ત્વચા સબંધિત કોઈ સમસ્યા ન થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત