આ ઉપાયોથી આજે જ ઉધરસની સમસ્યામાંથી મેળવો છૂટકારો, થઇ જશે રાહત

બદલાતી ઋતુ દરમિયાન ઉધરસ, શરદી, તાવ જેવા રોગો થવું ખૂબ સામાન્ય વાત છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે આપણે દવાઓ લેવી પડે છે. તો પણ આ સમસ્યા ઝડપથી દૂર થતી નથી. આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું જેથી મદદથી તમે જલ્દીથી ઉધરસની સમસ્યાથી છૂટકારો મેળવી શકો.

જલેબી

image source

100 ગ્રામ જલેબીને 400 મિલી દૂધમાં મિક્ષ કરીને ખાવાથી ઉધરસ જેવી સમસ્યામાં તરત રાહત મળે છે.

પીપળાના પાન

દૂધમાં પીપળાના પાંચ પાન ગરમ કરો અને તેમાં ખાંડ મિક્સ કરો અને આ ઉકાળો દરરોજ સવાર-સાંજ પીવાથી ઉધરસ દૂર થાય છે.

નાગરવેલના પાંદડા

image source

સૂકી ઉધરસ દૂર કરવા માટે નાગરવેલનાં પાનમાં એક ગ્રામ અજમો નાખીને ચાવવાથી ફાયદો થાય છે.

આદુનો ટુકડો

image source

ઉધરસની સમસ્યા દૂર કરવા માટે આદુના ટુકડાની છાલ દૂર કરો અને ત્યારબાદ તેને ચાવો.આ ટુકડો ચાવવાથી છાતીમાં દુખાવો, બળતરાની સમસ્યા, સૂકી ઉધરસ જેવી સમસ્યાઓ દૂર થાય છે. આદુમાં હાજર બળતરા વિરોધી ગુણધર્મો સૂકી ઉધરસને મૂળમાંથી દૂર કરે છે.

વરાળ

ગળામાં જામેલા કફને સાફ કરવા માટે ગરમ વરાળ લો. તેનાથી આરામ મળશે. વરાળ લેવાથી ગળામાં રહેલો કફ છૂટો થશે અને શરીરની બહાર નીકળશે. આ કફ દૂર થતા જ ઉધરસની સમસ્યા પણ દૂર થશે.

ઉધરસ માટે પાણી પણ એક ઘરેલું ઉપાય છે

image source

ઉધરસની સમસ્યા દૂર કરવા માટે ગરમ પાણી પીવો. કૈફીન મુક્ત ચા, સૂપ અથવા લીંબુ સાથે નવશેકું પાણી પીવાથી પણ ઉધરસની સમસ્યા દૂર થાય છે અને ગળું સાફ થાય છે .આ સિવાય દિવસ દરમિયાન વધારે પાણી પીવું જોઈએ. તે કફ અથવા ઉધરસ સિવાયની ગળાની ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

અખરોટ

કફની સમસ્યાને દૂર કરવામાં અખરોટ ખૂબ ફાયદાકારક છે.અખરોટને શેકીને ખાવાથી ઉધરસ મટાડી શકાય છે.

મુલેઠી

image source

મુલેઠી ચાવવાથી ગળાની સમસ્યામાંથી રાહત મળે છે. હવામાન પરિવર્તનને કારણે ગળાના દુખાવાથી અથવા ગળામાં થતી બળતરા અને સૂકી ઉધરસ જેવી સમસ્યા દૂર કરવા માટે મુલેઠી ફાયદાકારક છે.

અજમો

જો તમને ગળામાં દુખવાની સમસ્યા હોય તો આ સમસ્યા દૂર કરવા માટે તમે હળદરનું દૂધ પીવો છો અથવા પાણીના કોગળા કરો છો, તો પણ જો તમારી આ સમસ્યા દૂર ન થાય તો આ સમસ્યા દૂર કરવા માટે તમારે માત્ર અજમાને પાણીમાં ઉકાળી અને એ પાણીથી કોગળા કરવા પડશે. તમારા ગળામાં થતી તીવ્ર પીડા અથવા ઉધરસની સમસ્યા આ ઉપાયથી દૂર થશે. એટલું જ નહીં તમે હળદરના દૂધમાં પણ અજમો નાખી શકો છો.

એલચી

image source

જો તમને ગળામાં દુખાવો અથવા બળતરા થાય છે,તો એલચીનું સેવન કરો. એલચીનું સેવન કરવાથી ગળામાં થતો દુખાવો તથા ગળાની દરેક સમસ્યા દૂર થશે.

ઉકાળો પીવો

image source

એક કપ પાણીમાં 4 થી 5 કાળા મરી અને તુલસીના 5 પાન ઉકાળો અને એક ઉકાળો બનાવો. આ ઉકાળો રાત્રે સૂતી વખતે પીવાથી રાત્રે હેરાન કરતી ઉધરસ દૂર થશે.

લવિંગ

image source

લવિંગ એન્ટીબેક્ટેરિયલ ગુણથી ભરપુર છે. જ્યારે પણ તમને ગળામાં દુખાવો અથવા વારંવાર ઉધરસ આવે ત્યારે લવિંગ મોમાં રાખવાથી અને તેનો રસ ચૂસવાથી તમને ઘણો ફાયદો થશે.

strong>અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત