તમારી તંદૂરસ્તી માટે કયુ દૂધ સારુ, ડેરીનુ કે છૂટક, જાણી લો તમે પણ

ગાયનું દૂધ વિશ્વની સૌથી વધુ ઉપયોગમાં લેવાતા દૂધની વિવિધતા છે અને ઘેટા, ઊંટ, ભેંસ અને બકરીનું દૂધ પણ લોકપ્રિય દૂધના પ્રકારો છે. અત્યાર સુધી ગાયનું દૂધ અકલ્પનીય પોષણ મૂલ્યો અને અન્ય ગુણધર્મો માટે માનવોમાં સૌથી વધુ પ્રાધાન્ય રહ્યુ છે.પરંતુ આજે સવાલ છે કે કોઇપણ પ્રકારનું દૂધ એ પછી ડેરીનું હોય કે છૂટક કેટલું સુરક્ષિત!

image source

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ હાલમાં જ કરેલા દૂધ પરના સર્વેક્ષણ આઘાતજનક આવ્યા છે. અત્યાર સુધી સૌથી વધારે દૂધના સેમ્પલ પર કરાયેલા આ ટેસ્ટના પરિણામોએ દેશમાં દૂધના સેવન સામે સવાલો ઉભા કરી દીધા છે. FSSAIએ તેના અભ્યાસમાં દેશના દરેક ખૂણેથી દૂધના સેમ્પલ લીધા હતા. જેમાંથી ૪૧ ટકા નમૂના ગુણવત્તાના માપદંડ પર ખોટા સાબિત થયા છે. આ સિવાય સાત ટકા નમૂનાઓના દૂધમાં એવા ઘટકો મળી આવ્યા હતા જે માનવ શરીર માટે ઘાતક છે.

image source

FSSAIના અભ્યાસના પરિણામો પરથી સવાલ ઉભા થઇ રહ્યા છે કે જે દૂધ આપણે ખરીદી રહ્યા છીએ તે કેટલા પ્રમાણમાં ફાયદાકારક છે? પીવાલાયક છે કે નહીં, એ જ સૌથી મોટો પ્રશ્ન છે. FSSAIએ તેના રિપોર્ટમાં સ્પષ્ટ રીતે ખુલાસો કર્યો છે કે, તેમના દ્વારા મેળવેલા દૂધના નમૂનાઓમાંથી ૪૧ ટકા નમૂના ગુણવત્તાની દ્રષ્ટિએ ફેલ થયા હતા. આ દૂધ પીવાથી ફાયદો તો દૂરની વાત રહી, તેનાથી ઘાતક નુકસાનની સંભાવનાઓ વધી જાય છે.

image source

FSSAIના સીઇઓએ સ્વીકાર્યું હતું કે દેશભરમાંથી મંગાવેલા દૂધના નમૂના પૈકી ૪૧ ટકા દૂધ નમૂનાની ગુણવત્તા પીવાલાયક નથી. તેમણે આ જ સમસ્યા પ્રોસેસ્ડ મિલ્કમાં પણ હોવાનો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે સાત ટકા દૂધમાં સેફ્ટી કન્સર્ન છે જેમાં એફ્લાટોક્સિન એમ ૧ (Aflatoxin M1)નું ઘાતક પ્રમાણ જોવા મળ્યું હતું. જો કે તેમના મુજબ દેશના અમુક રાજ્યોમાં જ આ સમસ્યા જોવા મળી હતી. જેમને આ મુદ્દે ચેતવી દેવામાં આવ્યા હતા.

image source

એફ્લોટોક્સિન M1ની હાજરી બ્રાન્ડેડ દૂધમાં પણ જોવા મળી હતી જે ચારા દ્વારા દૂધાળા પશુઓમાં પ્રવેશ કરે છે. ડોક્ટર્સના મત મુજબ એફ્લોટોક્સિન M1 કેન્સર માટે જવાબદાર ઘટકોમાંથી એક છે. બાળરોગના એક નિષ્ણાંત મુજબ એફ્લોટોક્સિન M1ના કારણે બાળકોમાં લિવર કેન્સર થવાની સંભાવનાઓ વધી જાય છે. એફ્લોટોક્સિન M1 ઘટકવાળા દૂધના નિયમિત સેવન કરવામાં આવે તો તે કાર્સિનોજેનિક છે, જેનાથી કેન્સર પણ થઇ શકે છે. જો કે સરકાર આ મામલે સક્રિય હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ અભ્યાસના પરિણામો સ્વાસ્થ સાથે ચેડા થવાના સરેઆમ ખુલાસા કરી રહ્યા છે.

image source

દૂધ કેલ્શિયમ, ફોસ્ફરસ, અને તમારા હાડકાંની તંદુરસ્તી માટે અન્ય ખનીજથી સમૃદ્ધ છે. એટલા માટે દુનિયામાં મોટાભાગની સરકારો બાળકો અને પુખ્ત વયના લોકો માટે દૂધ વપરાશ માટે દરરોજ ભલામણ કરે છે.સારી ગુણવત્તાવાળા ગાયનું દૂધ ઓમેગા -3 ફેટી એસિડ્સમાં સમૃદ્ધ છે, જે તમારા લોહી-કોલેસ્ટેરોલનું સ્તર નિયમન અને લાંબા સમય સુધી તમારા હૃદયને તંદુરસ્ત રાખવામાં સક્ષમ છે.પરંતુ હવે દૂધ જ પીવું કેટલું સ્વસ્થ કહેવાય એના પર સવાલ આવી ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત