દાંતમાં બહુ દુખે છે અને ડોક્ટર પાસે જતા ડર લાગે છે? તો આજથી જ અપનાવો આ ઘરેલું ઉપાયો

મિત્રો, પ્રવર્તમાન સમય એટલો વ્યસ્તતાથી ભરપૂર બની ચુક્યો છે કે, લોકો પાસે બે મિનીટ શાંતિથી શ્વાસ લેવાનો પણ સમય નથી મળતો. લોકો પૈસા કમાવવાની દોડમા એટલા ગાંડા બની ચુક્યા છે કે, તેમની પાસે પોતાના સ્વાસ્થ્યની સાર-સંભાળ લેવાનો જરાપણ સમય નથી.

આજકાલના આ વ્યસ્ત જીવનમા આવી નાની-નાની સમસ્યાઓ માટે લોકો દાક્તરો પાસે જવા ઇચ્છતા નથી. તેઓ આવી નાની-નાની સમસ્યા માટે ડોક્ટરની સલાહ લીધા વિના જ પેઈન કિલર ખાઈ લે છે. જો કે, આ દવાના આડઅસરથી લોકોને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અનેકવિધ જોખમનો સામનો કરવો પડી શકે છે.

image source

આજે આ લેખમા અમે તમને અમુક એવા અસરકારક ઉપાયો વિશે માહિતી આપીશુ કે, જેનાથી તમને દાંતના દુ:ખાવામા પણ રાહત મળી શકે છે તેમજ આ ઉપાયોથી તમને કોઈ આડઅસર પણ થશે નહિ. તો ચાલો આ ઉપાયો વિશે થોડી વિસ્તૃત માહિતી મેળવીએ.

જામફળના પાન :

image source

આ ફળના પાન તમારી દાંત સાથે સંકળાયેલ સમસ્યાઓને દૂર કરવામા ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ ફળના પાનને તમે ખુબ જ સારી રીતે ધોઈને અને ચાવીને ખાઈ શકો છો. આખા દિવસમા જો તમે બે થી ત્રણ વાર આ રીતે જામફળના પાનનુ સેવન કરો તો તમને દાંતના દુ;ખાવાથી તુરંત રાહત મળશે.

લસૂન :

image source

જો તમને દાંતમા અસહ્ય પીડા થઇ રહી હોય તો તેમાંથી રાહત મેળવવા માટે લસૂનની કળીઓને ચોળીને તેનુ સેવન કરો. ત્યારબાદ આ કળીઓને તમારા દાંત વાળ એધીમે-ધીમે ચાવો. આ વસ્તુનુ નિયમિત સેવન તમારી દાંત સાથે સંકળાયેલ સમસ્યાઓને જડમુળથી દૂર કરી શકો છો.

ડુંગળી :

image source

આ વસ્તુ પણ દાંતના દુ:ખાવાની સમસ્યાથી મુક્તિ અપાવવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ વસ્તુનુ સેવન તમારા મોઢાના બેક્ટેરિયાને દૂર કરશે અને તમારા દાંતને સુરક્ષિત રાખશે.

હિંગ :

જો તમે ત્રણ-ચાર ચપટી હિંગ લઈને ત્યારબાદ તેમા ત્રણ-ચાર ટીપા લીંબુનો રસ ઉમેરી અને એક મિશ્રણ તૈયાર કરો અને ત્યારપછી આ મિશ્રણને દાંત પર ઘસો જેથી, તમને આ દાંતના દુ:ખાવામા તુરંત રાહત મળશે.

સિંધવ નમક :

image source

જો તમે એક ગ્લાસ નવશેકા પાણીમા સિંધવ નમક ઉમેરીને આ પાણીથી કોગળા કરો અને આખા દિવસમા આ પ્રક્રિયા બે-ત્રણ વાર અજમાવો તો આ દાંતના દુ:ખાવાથી તમને મુક્તિ મળી શકે.

બ્રાન્ડી :

આ વસ્તુ પણ દાંતના દુ:ખાવાને દૂર કરવા માટે સહાયરૂપ સાબિત થઇ શકે છે. બ્રાન્ડીમાં રૂ ને ડુબાડીને દાંત દુખતો હોય ત્યા મૂકી દો તો તમને રાહત મળી શકે છે.

બટાકા :

image source

આ વસ્તુ દાંતનો દુ:ખાવો ઘટાડવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમે બટાકાને છોલીને તેની એક સ્લાઈસ કાઢી તેને દુ:ખાવો થતો હોય તે દાંત પર પંદર મિનિટ માટે રાખી મુકો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

સરસવનુ ઓઈલ અને નમક :

image source

જો તમે અડધી ચમચી નમક લઈને તેમા પાંચ-છ ટીપા સરસવનુ ઓઈલ ઉમેરો અને ત્યારબાદ આ મિશ્રણથી દાંતમા મસાજ કરો તો તમને રાહત મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત