ડાર્ક સર્કલ થવા પાછળ આ કારણો છે જવાબદાર, જાણો અને આજે જ બદલો તમારી આ આદતોને

આંખ નીચેના ડાર્ક સર્કલ દરેક સ્ત્રી અને પુરુષોમાં જોવા મળે છે. ડાર્ક સર્કલ થવાના ઘણા અલગ અલગ કારણો હોય છે. જો તેનું કોઈ મોટું કારણ હોય તો તે છે ઉજાગરા અને ઉમરનું વધવું. આપણા આંખની નીચેની ચામડી ખુબ નાજુક હોય છે. આપણા શરીરમાં કોઈપણ અસર થાય તો તેની અસર તેના પર પહેલા થાય છે. તણાવને કારણે પણ આંખની નીચે ડાર્ક સર્કલ થાય છે.

આપણી મુશ્કેલીઓ ત્યારે આવે છે, જ્યારે ડાર્ક સર્કલના કારણે આપણી ઉંમર વધારે દેખાવા લાગે અને તમામ પ્રયત્નો કર્યા બાદ પણ તેને દુર કરવા મુશ્કેલ બને છે. બજારમાં પણ એવી કેટલીક પ્રોડ્ક મળે છે, જે આપણને ગેરંટી આપે છે કે ડાર્ક સર્કલ દુર થશે. પરંતુ તેવુ થતુ નથી અને આપણે કરેલા ઘરેલૂ ઉપચાર પણ કામ લાગતા નથી. જો આવુ થાય છે, તો ત્યારે તમારે તમારી લાઇફસ્ટાઇલ સુધારવાની જરૂર પડે છે.

image source

વધુ પડતો થાક અને અપૂરતી ઉંઘ :

જ્યારે આપણે ફીઝીકલી અને મેન્ટલી ખુબ થાકેલા હોઇએ છીએ, અને આપણને પૂરતો આરામ નથી મળતો ત્યારે તેની સીધી અસર આપણી સ્કીન પર પડે છે. આંખોની નીચેની ચામડી ખુબ જ સેન્સેટિવ હોય છે, અને બોડી પર કોઇ પણ પ્રકારનો સ્ટ્રેસ પડે તો તે રિએક્ટ કરે છે. જો તમે પૂરતી ઉંઘ લેવાનનુ શરૂ કરશો, તો ધીરે ધીરે આ ડાર્ક સર્કલ પણ જતા રહેશે.

એનીમિયાની અસર :

ભારતીય મહિલાઓમાં ડાર્ક સર્કલની સમસ્યા વધારે જોવા મળે છે. તેનુ મુખ્ય કારણ લોહીની ઉણપ છે. પુરુષોની તુલનામાં મહિલાઓ પોતાનુ ધ્યાન રાખતી નથી અને જેના કારણે તેને હેમોગ્લોબીનની અછત વર્તાય છે. ઓક્સિજન લેવલની ઉણપ પણ તેનું એક કારણ છે.

image source

એલર્જી :

ઘણીવાર કોઇ વસ્તુથી એલર્જી અથવા આંખોમાં ડ્રાઇનેસના કારણે પણ ડાર્ક સર્કલ થાય છે. જ્યારે કોઇ વસ્તુથી એલર્જી થાય છે, તો ત્યારે આપણું શરીર બેક્ટેરિયાથી બચવા માટે હિસ્ટામિન રિલીઝ કરે છે જેના કારણે આંખોની આસપાસ રેડનેસ, પફી આઇઝ અને ખંજવાળ જેવી સમસ્યા આવે છે.

ડિહાઇડ્રેશન :

આંખોની નીચે ડાર્ક સર્કલ થઇ જવાનુ મુખ્ય કારણ ડિહાઇડ્રેશન પણ હોઈ શકે છે. જ્યારે શરીર પર્યાપ્ત પાણી સ્કીનને ન આપી શકે ત્યારે સ્કિન પર ડલનેસ અને ડાર્કનેસ આવવા લાગે છે. તેના કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ પણ થઇ જાય છે.

image source

વધારે પડતું તડકામાં રહેવુ :

જયારે આપણે વધારે સમય તડકામાં રહેવાને લીધે પણ આ સમસ્યા જલ્દી આવવા લાગે છે. આવામાં સ્કીન પર પિગ્મીન્ટેશન વધી જાય છે, અને તેથી જ આંખોની નીચેની કોમળ ત્વચા સૌથી પહેલા કાળી થવા લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત