ગરદન પરની કાળાશ દૂર કરવા સ્નાન કરતા પહેલા શું લગાવવુ જોઇએ જાણો તમે પણ

સુંદર દેખાવુ કોને ન ગમે? પરંતુ શરીરને સ્વસ્થ અને સુંદર રાખવા માટે ઘણી મહેનત કરવી પડે છે. આપણે ચહેરા પરની સ્કિનનું તો ધ્યાન રાખીએ છીએ પરંતુ શરીરના એવા કેટલાંય હિસ્સા છે જે આપણા ધ્યાન બહાર રહી જાય છે. ગરદન પણ આપણા શરીરનો આવો જ એક ભાગ છે. શરીર કરતા ગરદન કાળી પડે તે અવસ્થાને અકેંથિસિસ્નિગ્રિકેન્સ કહેવામાં આવે છે. ગરદનની સુંદરતાને ખરાબ કરવા માટે ગરદન પર પડતી કરચલીઓમાં મેલ ભરાઈ જાય છે જેને કારણે ગરદન કાળી અને ખરાબ દેખાય છે. જો તમને વધારે પરસેવો થતો હોય તો પણ ગરદન કાળી પડી શકે છે. લાંબો સમય પરસેવો થાય તો યૂરિક એસિડને કારણે તમારી ગરદનની ત્વચા કાળી થઈ જાય છે.

image source

ગરમીની સીઝનમાં યુવતીઓ બેકલેસ અને સ્લીવલેસ કપડા પહેરવાનું પસંદ કરે છે. આમ છતાં ગરદન અને કોણી પર કાળાશ રહી જ જાય છે અને તમને શરમમાં મુકી દે છે. ગરદનની સારી રીતે સફાઈ ન કરવામાં આવે તો ત્યાં મેલ જમા થઈ જાય છે. અને સમય જતાં ત્યાં કાળા ધાબા પડી જાય છે. મોટાભાગે આનાથી બચવા તેમજ ત્વચાને ગોરી કરવાની માર્કેટમાં મળતી ક્રીમનો ઉપયોગ કરે છે આવુ કરવાથી ફાયદા કરતા સાઈડ ઈફેક્ટ વધારે થાય છે. જો તમે પણ ગરદનને સાફ રાખવાં માંગો છો તો આ ઘરેલું નુસ્ખાઓથી તમારી ત્વચાને નીખારી શકો છો. તો આજે આપણે જાણીશુ આવા જ કેટલાક અસરદારક ઉપાય.

image source

આજના ઝડપી યુગમાં પ્રદુષણ વાળા વાતાવરણમાં ત્વચા કાળી પડતી જાય છે. પરંતુ શરીરના અમુક ભાગમાં તો બહુ જલ્દી પ્રભાવિત થઇ જઈ છે. જેમાં કોણી, ઘૂંટણ, ગરદન અને અંડરઆર્મ્સ. પરંતુ હાલના સમયમાં પરંપરાગત હર્બલ નુસખાઓનું સ્થાન રાસાયણયુક્ત વસ્તુઓએ લીધું છે. પરંતુ ભાગદોડ અને તણાવગ્રસ્ત જીવનમાં જો તમે પણ આ સમસ્યાઓથી કંટાળી ગયા હોય તો દેશી નુસખાના ખજાનો લઈને આવ્યા છે. આ નુસખાથી શરીરના આ ભાગો પરથી કાળાશને દૂર કરતા રામબાણ નુસખા.

કેવી રીતે ઉપયોગ કરશો આ અસરકારક ઘરેલું વસ્તુઓનો?

તમે આ ઘરઘથ્થુ વસ્તુઓને નહાતા પહેલા 1 કલાક લગાવી દો જેથી તેની અસર જોઈ શકો. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ગરદન પર ક્યારેય પણ વજન આપીને સ્ક્રબને રગડશો નહી આવુ કરવાથી ત્વચા લાલ થઈ શકે છે ત્વચા છોલાઈ શકે છે.

કાળી ગરદનથી છુટકારો મેળવવા ખાંડનો ઉપયોગ સ્ક્રબની જેમ કરો. સૌ પ્રથમ પાણીથી ગરદન ભીની કરી એક ચમચી ખાંડને હથેળી પર લઈને ગરદન પર લગાવો. અને સ્ક્રબિંગ કરો. ત્યારબાદ સાફ પાણીથી ધોઈલો. આ પાણીથી ગરદન પર હળવા હાથે મસાજ કરો.

બેકીંગ સોડા

image source

આ પેસ્ટ તૈયાર કરવા માટે 2 ચમચી બેકીંગ સોડામાં પાણી ભેળવીને સેમી લિક્વિડ ઘોળ બનાવી લો. પછી થોડા સમય પછી ગરદન પર લગાવી રાખો આનાથી પણ સારી અસર થશે.

કાચું પપૈયુ

image source

કાચા પપૈયાને કાપીને પેસ્ટ તૈયાર કરો તેમાં એક ચમચી ગુલાબ જળ અને દહીં નાખી ગરદન પર લગાવો. ત્યારબાદ સુકાઇ ગયા પછી ધોઈ લો. અઠવાડિયામાં આ પ્રયોગ એકાદ બે વાર કરો. આનાથી ગરદન ચમકશે.

મધ

image source

મધમાં લીંબુ ભેળવી લગાવવાથી ત્વચા ચમકીલી બનશે. ગરદન પર લગાવી રાખી સુકાઈ ગયા પછી ઠંડા પાણી ધોઈ લો. આવુ કરવાથી ગરદન પરની કરચલી તેમજ નિસ્તેજ ત્વચા દૂર થઈ જશે.

દહીં

image source

દહીં માત્ર ખાવામાં જ નહિ પરંતુ શરીરની સુંદરતા નિખારવામાં પણ મદદરૂપ બને છે. ગરદન પણ જામેલા મેલને દુર કરવા માટે એક મોટી ચમચી દહીંમાં હળદર મિક્સ કરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ગરદન પર લગાવી છોડી દો. 15 મિનિટ બાદ હૂંફાળા પાણીથી મસાજ કરી તેને ધોઈ નાંખો. થોડા જ દિવસમાં ફરક દેખાશે.

લીંબૂ

image source

લીંબૂમાં વિટામીન સી હોવાથી તે નેચરલ બ્લીચનું કામ કરે છે. નહાતા પહેલા લીંબુનો રસ હળવા હાથે ગરદન પર લગાવી દો. સ્કીન સાફ ચમકીલી થઈ જશે.

મુલતાની માટી, ચંદન પાઉડર અને હળદરમાં જરૂર પ્રમાણેનું દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ગરદન પર ૧૫ મિનિટ લગાવી રાખો અને તે પછી હળવા ગરમ પાણીથી ધોઇ લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત