જો તમને પણ થતી હોય આવી સમસ્યાઓ અને દેખાતા હોય આ પ્રકારના લક્ષણો, તો તરત જ કરાવો ડાયાબિટીસનો ટેસ્ટ

ડાયાબિટીસ એક એવા પ્રકારની બીમારી છે જે થયા પછી થોડા સમયમાં મટી જતી નથી. જીવનશૈલીમાં થતા ફેરફારો અને બીજા અન્ય કારણોને લીધે આ બીમારીનો ખતરો વધતો જ જાય છે. આ બીમાર હવે દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે. શરૂઆતમાં આ બીમારી વિશે બહુ ખબર નથી પડતી જેના કારણે આ અચાનક જ વધી જાય છે અને જ્યારે આ બીમારી વધી જાય છે પછી આને કંટ્રોલ કરવી બહુ મુશ્કેલ બની જાય છે. ડાયાબિટીસ બે પ્રકારના હોય છે એમાં ટાઈપ 2 ડાયાબિટીસ બહુ ખતરનાક ગણવામાં આવે છે. ડાયાબિટીસને કારણે લાંબા ગાળે કિડની અને હ્રદયને લગતી બીમારીઓ શરૂ થઈ જાય છે. જો આ બીમારી વિશે શરૂઆતના સ્ટેજમાં જ ખબર પડી જાય તો સમયસર ઈલાજ કરી શકાય છે અને આ ગંભીર બીમારીને વધતી અટકાવી શકાય છે.

image source

વારે વારે પેશાબ કરવા જવું

જો રાત્રે વારે વારે પેશાબ કરવા જવુ પડતુ હોય તો આ ડાયાબિટીસના લક્ષણ હોઇ શકે છે. સામાન્ય રીતે ઠંડીની ઋતુમાં વારે વારે પેશાબ કરવા જવું પડે એ એક સામાન્ય બાબત છે પરંતુ જો આવું હમેશા થતું હોય તો તરત જ ડાયાબિટીસના ટેસ્ટ કરાવી દેવા જોઇએ. ડાયાબિટીસની અસર પ્રોસ્ટેટ ગ્લેન્ડ પર પણ પડે છે જેના કારણે વારે વારે પેશાબ કરવા જવું પડશે એવું લાગ્યા કરે છે.

image source

સ્કીન પર કાળા ધબ્બા

જો તમને ગરદન,ઘૂંટણ કે પછી કોણીની આજુબાજુ કાળા ધબ્બા દેખાય તો તરત જ ડાયાબિટીસની તપાસ કરાવી લેવી જરૂરી છે. સામાન્ય રીતે આ ધબ્બા ઘણા બધા કારણોને લીધે થાય છે પરંતુ શરીરમાં ઇન્સ્યુલીનની માત્રા ઓછી હોય તો પણ થઈ શકે એટલે સમયસર ડાયાબિટિસનો ટેસ્ટ કરાવી લેવો જરૂરી છે.

image source

ઝડપથી વજન ઘટવું

જો ઝડપથી તમારું વજન ઘટી રહ્યું હોય તો આ એક ડાયાબિટીસનું લક્ષણ પણ છે. જો તમારું વજન ઘટતું હોય તો ડાયાબિટીસના લક્ષણો હોઇ શકે છે એટલા માટે આવું જણાય તો તરત જ ડાયાબિટિસનો ટેસ્ટ કરવી લેવો જોઇયે

image source

ઝાંખું ઝાંખું દેખાવું

 

image source

જો તમને વાંચવામાં તકલીફ પડે છે અને ઘણી વાર ધૂંધળું ધૂંધળું દેખાય છે અને તમે આંખો ચેક કરાવી છે પણ કોઈ ફેર નથી લાગતો તો સમયસર ડાયાબિટિસનો ટેસ્ટ જરૂરથી કરાવી લેવો જોઇએ, કારણકે ડાયાબિટીસની આંખો પર ખૂબ જ ખરાબ અસર પડે છે.

બ્લડ પ્રેશર વધવુ

image source

જો તમારું બ્લડ પ્રેશર અચાનક વધી જતુ હોય તો તરત જ ડોકટરનો સંપર્ક કરો કારણ કે ડાયાબિટીસ હોય તો પણ હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. જો બ્લડ પ્રેશરને કંટ્રોલમાં નહીં કરીએ તો વધુ મુશ્કેલી ઊભી થઈ શકે છે.