વજન ધટાડવા માટે ધાણાનુ પાણી છે એકદમ બેસ્ટ, બનાવો આ રીતે ઘરે, સાથે જાણો બીજા આ અઢળક ફાયદાઓ વિશે પણ

ધાણા તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે

હૃદયને સ્વસ્થ રાખવું થોડું મુશ્કેલ કાર્ય છે.પણ તમને આ ઘરેલુ ઉપાયની મદદથી સરળતાથી તમારા હૃદયને સ્વસ્થ રાખી શકો છો.અમે ધાણાના પાણી વિશે વાત કરી રહ્યા છીએ!

શું તમે જાણો છો કે ધાણાના પાણીમાં એવા ઘણા પદાર્થો જોવા મળે છે,જે તમારા બીપીને ઘટાડે છે,તમારા કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર સુધારીને તમારા હૃદયની સારી સંભાળ લઈ શકે છે.

image source

એટલું જ નહીં તેનું પાણી પીવાથી તમને ટાઇફોઇડમાં પણ ફાયદો થાય છે અને તમારી વીર્યની ગુણવત્તા પણ વધે છે.

ધાણાનું પાણી કેવી રીતે બનાવવું

ધાણાના પાણીને બનાવવા માટે,રાત્રે સૂતા પહેલા,એક ગ્લાસ પાણીમાં ચાર ચમચી ધાણા નાખીને રાખી દો અને પછી સવારે તેને ગાળીને તે ધાણાનું પાણી પીવો.વિશ્વાસ કરો તમારા શરીરમાં રહેલી અનેક બીમારીઓથી બચી જશો.

image source

ધાણાના પાણી પીવાથી થતા ફાયદાઓ આ પ્રમાણે છે

વજન ઘટાડવામાં અસરકારક

જો તમારે વજન ઓછું કરવું હોય તો ધાણાનું પાણી પીવાથી ફાયદો થશે.આ માટે,તમે એક ગ્લાસ પાણીમાં ત્રણ ચમચી ધાણા નાખી તેને ઉકાળો.જ્યારે પાણી અડધાથી ઓછું થઈ જાય ત્યારે તેને ગાળી લો.આ પાણી દરરોજ બે વાર પીવાથી વજન ઓછું થાય છે.

image source

કોલેસ્ટરોલથી છૂટકારો મેળવો

ધાણામાં એવા તત્વો હોય છે જે શરીરમાં કોલેસ્ટરોલ ઘટાડે છે અને તેને નિયંત્રણમાં રાખે છે.સંશોધન મુજબ,જો કોઈને કોલેસ્ટ્રોલ વધારે હોવાની ફરિયાદ હોય,તો તેણે ધાણાના દાણા પાણીમાં ઉકાળીને તે પાણી પીવું જોઈએ.

પેટના રોગો

image source

જો તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા છે,તો પછી બે કપ પાણીમાં ધાણા,જીરું, ચાની ભૂકી અને ખાંડ નાખીને બરાબર મિક્ષ કરી લો.આ પાણી પીવાથી એસિડિટીમાં રાહત મળે છે. પેટના દુખાવા માટે, અડધા ગ્લાસ પાણીમાં બે ચમચી ધાણા નાંખીને પીવાથી પેટના દુખાવામાં રાહત મળે છે.

પાચન શક્તિ સુધરે છે

ધાણા પેટની સમસ્યાઓ દૂર કરીને પાચનમાં સુધારો કરે છે.ધાણાનો પાવડર ભણાવીને તેને છાશ સાથે મેળવી પીવાથી અપચો,ઉબકા મરડો અને કોલાઇટિસમાં રાહત મળે છે.

ડાયાબિટીઝમાં રાહત

image source

ધાણાને ડાયાબિટીસ નાશ કરવા માટે મુખ્ય માનવામાં આવે છે અને તે ડાયાબિટીઝને દૂર કરવા માટેનું એક સાધન છે.તેનું પાણી પીવાથી લોહીમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ નિયંત્રિત થાય છે.

નાકની તકલીફો માટે

લીલા તાજા ધાણા 20 ગ્રામ એક ચપટી કપૂર સાથે પીસી લો અને તેનો રસ કાઢો.આ રસના બે ટીપાં નાકની બંને બાજુ નાખવા અને કપાળ પર રસ લગાવીને હળવા હાથે મસાજ કરવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે.

આંખો માટે ફાયદાકારક

ધાણાના દાણા આંખો માટે પણ ફાયદાકારક છે.ધાણાના દાણા પાણીમાં ઉકાળો.આ પાણીને ઠંડુ કર્યા પછી તેને ગાળી લો અને તેના બે ટીપા આંખોમાં નાખો,તેનાથી બળતરા,આંખોમાં દુઃખાવો અને આંખોમાંથી પાણી પડવા જેવી સમસ્યાઓ દૂર થાય છે.

પીરિયડ્સ વધુ આવતું હોય,તે માટે ફાયદાકારક

image source

ધાણા મહિલાઓમાં પીરિયડ્સ સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે.જો પીરિયડ્સ સામાન્ય કરતા વધારે આવતા હોય તો અડધા લિટર પાણીમાં 6 ગ્રામ ધાણા ઉમેરીને ઉકાળો.આ પાણીમાં ખાંડ નાખી પીવાથી ફાયદો થશે.

ખીલ માટેની સારવાર

image source

ધાણા ત્વચા માટે પણ ફાયદાકારક છે.ધાણાના રસમાં હળદર પાવડર નાખો અને ચહેરા પર લગાવો અને થોડા સમય પછી તેને ધોઈ લો.દિવસમાં બે વખત આ પેસ્ટનો ઉપયોગ કરવાથી ખીલ અને દાગથી ખૂબ જ ઝડપથી છુટકારો મળશે અને ચહેરાની સુંદરતા પણ વધશે.જો ફોલ્લીઓ થાય છે,તો ધાણાના પાણીથી સ્નાન કરો.

બળતરાથી રાહત મળશે

જો તમને તમારા પેશાબમાં બળતરાની તકલીફ થાય છે,તો ધાણાનું પાણી પીવાથી રાહત મળશે.ધાણાને પલાળીને પીસી લો અને તેનું પાણી તૈયાર કરો.આ પાણી પીવાથી શરીરમાં અને ખાસ કરીને પગની બળતરા પણ ફાયદાકારક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત