ડોક્ટરને બતાવ્યા વગર દવા લેવાથી થાય છે આ સમસ્યાઓ, જાણો તમે પણ અને બદલો આદત

સામન્ય રીતે જોઇએ તો લોકો નાની નાની બીમારીઓ વખતે ડોક્ટરની પાસે જતાં નથી અને જાતે જ કોઈ પણ મેડિકલ સ્ટોર માંથી દવા લઈને આવે છે અને લે પણ છે, પરંતુ ઘણી વખત આનાથી શરીરને બહુ નુકશાન થઈ શકે છે. મોટાભાગના લોકો શરદી,ઉધરસ,તાવ,માથાનો દુખાવો,પેટનો દુખાવો,એસિડિટી જેવી સામાન્ય લગતી બીમારીઓમાં ડોક્ટરની પાસે જવાનુ ટાળતા હોય છે. જો કે મેડિકલ સ્ટોર ચલાવતા વ્યક્તિને દવા વિષેનું પૂરતી જાણકારી હોય એવું જરૂરી નથી. ઘણી વખત આ દવાની આડઅસર પણ થઈ શકે છે. ડોક્ટરની સલાહ વગર દવા લેવાથી ઘણી વખત સ્વાસ્થ્યને નુકશાન પણ થઈ શકે છે. જાણો પેઇન કીલર અને બીજી દવાઓ લેવાથી કેવી સમસ્યા ઊભી થઈ શકે છે.

અલ્સર થવાનો ભય

image source

ડોક્ટરને બતાયા વગર સૌથી વધારે પ્રમાણમાં લેવામાં આવતી દવા પેરાસીટામોલ છે. આ દવાનો ઉપયોગ તાવ આવે ત્યારે કરવામાં આવે છે. પરંતુ જો ડોક્ટરની સલાહ લીધા વગર આ દવાનો વધુ પડતો ડોઝ લેવામાં આવે તો એસિડિટીની સમસ્યા થઇ શકે છે જેના કારણે લાંબા ગાળે અલ્સરનો ભય થઈ શકે છે. અલ્સર એક ગંભીર પ્રકારની બીમારી છે જેનાથી લોહીની ઊલટી પણ થઈ શકે છે.

બ્લડપ્રેશરની સમસ્યા

image source

ડોક્ટરને પૂછ્યા વગર પેઇન કીલર દવાઓનો ઉપયોગ કરવાથી થતી ગંભીર બીમારીઓમાં એક છે બ્લડ પ્રેશરની સમસ્યા. પેઇન કીલરનો વધુ પડતો ઉપયોગ હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા કરી શકે છે. આની સાથે જ કોઈ કોઈ વખત ફેફસાને લગતી પણ સમસ્યા પણ ઉદભવે છે. આને કારણે થાઇરોઈડની પણ સમસ્યા થઈ શકે છે.

આંખોની રોશની ઘટી શકે છે

image source

ઘણી દવાઓ એવી પણ હોય છે જેની પૂરતી જાણકારી વગર લેવાથી ઘણી વખત એની આડ અસર આંખો પર પણ થાય છે અને આંખોની રોશની ઘટી શકે છે. આવુ કફ સિરપનો વધુ પડતો ઉપયોગ કરવાથી પણ થઈ શકે છે. આજકાલ તો લોકો સામાન્ય શરદી ઉધરસ હોય તો પણ દવા લઈ લે છે આને કારણે શરદી સુકાઈ જાય છે જેને કારણે ઉધરસ થાય છે. આનાથી રાહત મેળવવા લોકો મરજી મુજબ કફ સિરપ લઈ લે છે પરંતુ વધુ પડતી કફ સિરપ લેવાને કારણે શરીર સુસ્ત થઈ જાય છે.