Site icon Health Gujarat

એકદમ અનોખો કિસ્સો, પત્નીને લગ્ન પછી થયો એક મહિલા સાથે પ્રેમ, હવે પતિ પત્ની ઓર વો ત્રણેય કરશે લગ્ન

પતિ-પત્નીના સંબંધો વિશે કહેવાય છે કે આ સંબંધમાં સૌથી મજબૂત વસ્તુ વિશ્વાસ છે. જ્યાં વિશ્વાસ હોય ત્યાં આ સંબંધ સફળ અને લાંબો સમય ચાલે છે. જો બંને વચ્ચે ત્રીજી વ્યક્તિ આવે તો સંબંધ જલ્દી તૂટી જાય છે. જો કે સમાજ બદલાઈ રહ્યો છે. આજે આવી ઘણી સત્ય ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં પતિ-પત્ની પોતે જ પોતાના સંબંધમાં ત્રીજી વ્યક્તિને લાવી રહ્યા છે જેથી તેઓ તેમના સંબંધોને સારી રીતે જાણી શકે. તાજેતરમાં જ ઈંગ્લેન્ડના એક કપલે તેમના સંબંધોમાં ત્રીજી મહિલાનો સમાવેશ કર્યો હતો. હવે પતિ-પત્ની બંને જલ્દી જ આ મહિલા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.

image source

પૂર્વ સસેક્સના 25 વર્ષીય ટોમ અને 24 વર્ષીય લેસ્લી હિલયાર્ડે 2017માં લગ્ન કર્યા હતા. તે સમયે, લેસ્લીના પતિ ટોમને ખબર પડે છે કે તેની પત્ની સમલૈંગિક છે, એટલે કે તે સ્ત્રી અને પુરુષ બંનેને પસંદ કરે છે. આમ છતાં બંને ખુશ હતા. તેઓ એકબીજાના વિચારોનું સન્માન કરતા હતા. લેસ્લીએ તેના પતિને પણ સ્પષ્ટ કર્યું હતું કે તે આ સંબંધમાં ત્રીજી વ્યક્તિને પણ સામેલ કરી શકે છે. પહેલેથી જ દરેક વસ્તુ વિશે ખુલ્લી ચર્ચા થઈ હતી. તેના પતિને પણ આ બાબતે કોઈ વાંધો નહોતો.

Advertisement

સમાચાર અનુસાર, લેસ્લી એલજીબીટી ડેટિંગ એપ પર એક મહિલાને મળી હતી. આ મહિલાનું નામ એમા કુમ્બર છે. બંને મળ્યા ત્યારે તેમની વચ્ચે ઘણી વાતો થવા લાગી. બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. એક મહિના પછી, લેસ્લીએ એમ્માને તેના પતિ ટોમ સાથે પરિચય કરાવ્યો. પછી શું હતું… ટોમને પણ એમ્માનો સ્વભાવ ગમ્યો.

image source

આ પછી ત્રણેય એક થ્રુપલ રિલેશનશિપમાં રહેવા લાગ્યા. આ સંબંધમાં ત્રણ લોકો રહે છે. ત્રણેય હવે જલ્દી લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. લેસ્લીએ કહ્યું કે લોકોને લાગે છે કે તેઓએ તેમના સંબંધમાં ત્રીજા પાર્ટનરને જોડીને ગુનો કર્યો છે. જોકે લોકો એવું પણ વિચારે છે કે તેઓ એડલ્ટ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધિત કામ કરી રહ્યા છે. પરંતુ તે એવું નથી. લેસ્લી કહે છે કે તે ત્રણેય એકબીજાને પ્રેમ કરે છે. ત્રણેય ઘરની દરેક વસ્તુ વહેંચે છે. સાથે સુવે પણ છે. સાથે સાથે ઘરના ખર્ચાઓનું પણ ધ્યાન રાખવામાં આવે છે. જો કે ત્રણેયે પોતપોતાના પરિવારજનોને પણ આ સંબંધ વિશે જણાવ્યું છે.

Advertisement
Advertisement
Exit mobile version