એક રાતમાં વજનનું વધવું કે પછી ઘટવું એ શક્ય છે ખરા? જાણો અને થઇ જાવો તમે પણ એલર્ટ

હંમેશાં ઘણા લોકોને આવું લાગે છે કે પેહલા દિવસની તુલનામાં બીજા દિવસે તેઓનું વજન વધી ગયું છે. શું તમે એક રાતમાં જ વજન વધવાની કલ્પના કરી શકો છો ? આ લેખમાં, આજે અમે આ સમસ્યા પાછળના કારણો વિશે જણાવીશું.

ઘણી વખત લોકોને લાગે છે કે જાણે એક દિવસમાં જ તેમના શરીરનું વજન વધ્યું હોય. તેઓ અલગથી ભારેપણું અનુભવે છે અને વધેલા વજનને ઘટાડવા માટે તેમના ખોરાકનું સેવન ઓછું કરવાનું શરૂ કરે છે. જો કે, સત્ય એ છે કે એક રાતમાં વજન વધવું એ જરૂરી નથી. શરીર ભારે લાગવા પાછળ ઘણાં વિવિધ કારણો હોઈ શકે છે. ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે આ સમસ્યામાં ગભરાવાની જરૂર નથી. આ માત્ર એક ભ્રમ છે કારણ કે એક રાતમાં વજન વધતું નથી અને એક રાતમાં વજન ઘટતું પણ નથી. આ મૂંઝવણ ફક્ત તે લોકોને અનુભવાય છે જેઓ વજન ઓછું કરવા માંગે છે. અમે તમને જણાવી દઈએ કે આવી અનુભૂતિ થાય, એવા તમે એક નથી. ઘણા લોકોમાં આ ખૂબ સામાન્ય છે. અહીં અમે તમારી સાથે આ જ મૂંઝવણ વિશે ચર્ચા કરીશું.

can you gain weight overnight know the truth
image source

આ મૂંઝવણ તમારા અંદરના પરિબળોને ડિકોડ કરવામાં તો મદદ કરે જ છે, સાથે તમને ફિટ રહેવા માટે પણ જાગૃત પણ કરે છે, જે તમારા વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે. ન્યુટ્રિશનિસ્ટ જણાવે છે કે જ્યારે પણ તમને એવું થાય કે તમારું વજન એક રાતમાં જ વધી ગયું છે, ત્યારે સમજજો કે તમારું શરીર હવે ફીટ રહેવાની તરફ ઈશારો કરી રહ્યું છે. શરીરમાં એક કિલો મેળવવા માટે 7000 અર્નર્બર્ન કેલરીની જરૂર હોય છે. એક રાતમાં તમે આટલી કેલરી મેળવી શકતા નથી અને તે સ્પષ્ટ છે કે એક રાતમાં વજન વધારી શકાતું નથી. જો કે, અહીં અમે તમને તે કારણો જણાવી રહ્યાં છીએ જેના દ્વારા તમારું વજન અચાનક વધી શકે છે.

1. વધુ પડતા આલ્કોહોલનું સેવન અને પાણીનું ઓછું સેવન

1-
image source

આ મૂંઝવણ પરિસ્થિતિમાં આવી શકે છે જ્યારે તમે આખી રાત આલ્કોહોલનું સેવન કર્યું હોય અથવા તમે દિવસ દરમિયાન ખૂબ ઓછું પાણી પીધું હોય. જો તમારામાં પાણીનું પ્રમાણ ઓછું હોય તો શરીર પાણીનું સંગ્રહ કરવાનું શરૂ કરે છે, જેના કારણે બીજા દિવસે તમે તમારું શરીર ભારે અનુભવો છો.

2. યોગ્ય રીતે ઊંઘ ન થવી

2-
image source

યોગ્ય રીતે ઊંઘ ન કરવાથી અથવા ઓછી ઊંઘ લેવી પણ આ મૂંઝવણનું કારણ હોઈ શકે છે. સામાન્ય રીતે, જો તમને રાત્રે પૂરતી ઊંઘ ન આવે, તો પછીના દિવસે તમે તમારું શરીર ભારે અનુભવી શકો છો. ઓછી ઊંઘ સામાન્ય રીતે વ્યક્તિને સામાન્ય કરતાં વધુ ખાવા માટે મજબુર કરે છે, જેથી તમને બીજે દિવસે સવારે વજન વધારે લાગે છે.

3. ડિપ્રેશન અને તણાવ

3-
image source

જ્યારે પણ તમે રાત્રે કોઈ બાબતે વધુ વિચાર કરો છોઅને તણાવમાં રહો છો, ત્યારે બીજા દિવસે તમને તમારું વજન વધારે લાગશે. જ્યાં સુધી તમે તણાવમાં છો ત્યાં સુધી તમારું શરીર લાંબા સમય સુધી કોર્ટિસોલ પમ્પ કરે છે, જે તમારી ભૂખને વધારે છે. વધુ તણાવ કોર્ટિસોલને માર્ગ ખોલે છે જે શરીરમાં ચરબીનો સંગ્રહ કરવાનું શરૂ કરે છે. આ જ કારણ છે કે બીજા દિવસે તમને તમારું શરીર ભારે લાગે છે. તમને જણાવી દઈએ કે કોર્ટિસોલ શરીરની ઉર્જા વધારવાનું કામ કરે છે.

4 પીરિયડ્સ

4-
image source

સ્ત્રીઓને જયારે પીરિયડ્સ નજીક હોય ત્યારે આ સમસ્યા અનુભવે છે. આવી પરિસ્થિતિઓમાં, તેમને ઘણીવાર એવું લાગે છે કે તેમનો વજન પાછલા દિવસો કરતા વધી ગયો છે.

5. નવી દવા

5-
image source

કોઈ પણ નવી દવાનું સેવન એક દિવસમાં વજન વધારવા માટે મૂંઝવણનું કારણ પણ હોઈ શકે છે. સામાન્ય રીતે, જો તમે કોઈ નવી દવા લેવાનું શરૂ કરો તો ભૂખ વધે છે. આ મેટાબોલિઝમનો દર ઘટાડવાનું કારણ બને છે. આવી સ્થિતિમાં, તમે વારંવાર અનુભવો છો કે તમારું વજન વધ્યું છે.

6. મોડી રાત્રે ભોજન કરવું

6-
image source

મોડી રાતે ભોજન કરવું પણ આ મૂંઝવણનું કારણ હોઈ શકે છે. જો તમને રાત્રે ખુબ જ મોડા ભોજન કરો છો, તો તે પચવામાં સમય લે છે, તેથી બીજે દિવસે સવારે તમે ભારે અનુભવો છો અથવા તમને એવું લાગે છે કે તમારું વજન વધ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત