જો તમે આઇબ્રો કરાવતા પહેલા ખાસ રાખશો આ બાબતોનું ધ્યાન, તો લોકો રહી જશે તમારી સામે જોતા

ચહેરાની બધી સુંદરતા આઈબ્રો ઉપર જ છે.જો આઈબ્રો બરાબર ન થયો હોય અથવા તો કરાવ્યો જ ન હોય તો ચહેરો ખુબ જ ખરાબ દેખાય છે અને ચહેરાનો ગ્લો જતો રહે છે.તેથી તે મહત્વપૂર્ણ છે કે તમારો આઈબ્રો યોગ્ય આકારમાં હોય,આ માટે તમારે મેકઅપની તરફ વધુ ધ્યાન આપવાની જરૂર નથી.કારણ કે ચેહરા પર પહેલાથી જ ગ્રેસ આવી જાય છે.જાણો આઈબ્રોના આકાર અને રંગથી સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતો.

કોઈ બે આઈબ્રો સંપૂર્ણપણે સરખા નથી હોતા.તેથી ધ્યાનમાં રાખો કે તેમને સરખું બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.નાના અને મોટા આઈબ્રો તમારી સુંદરતા બગાડી શકે છે.

મોટી આંખોવાળી સ્ત્રીઓએ તેમના આઈબ્રોને વધુ જાડા બનાવવું જોઈએ નહીં.

પાતળી આંખોવાળી મહિલા જાડા આઈબ્રો બનાવી શકે છે.

image source

આઇબ્રોની છેલ્લી ધાર ક્યારેય આઇબ્રોની પેહલી ધાર કરતા મોટી ન રાખો.

આઈબ્રોને બહુ પાતળા ન બનાવો,આઈબ્રોને વધુ પાતળા બનાવવાથી તમે ઉમર કરતા વધુ મોટા દેખાશો.

આઈબ્રો પર સમાન રંગની પેંસિલ અને પાવડરનો ઉપયોગ કરો.

image source

જો તમારો ચહેરો અંડાકાર અથવા લાંબો છે,તો હંમેશા ધ્યાનમાં રાખો કે તમારા આઈબ્રો પાતળો ન હોવો જોઈએ,આ તમારા દેખાવને ખરાબ બનાવશે અને તમારા ચહેરાને અનુકૂળ પણ નહીં કરે.

જો તમારી આઈબ્રો બ્લેક કલરની છે,તો ધ્યાનમાં રાખો કે તેના પર ફક્ત બ્લેક પેન્સિલનો જ ઉપયોગ કરો અને જો તમારી આઈબ્રો બ્રાઉન હોય તો તે જ કલરની પેન્સિલ અને તે જ કલરનો પાવડર વાપરો.આ કરવાથી તમારી આઈબ્રો સારી દેખાશે.

જાણો પહેલીવાર આઈબ્રો કરાવતા સમયે કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ.

image source

આઈબ્રોનો આકાર આપણા ચહેરાની સુંદરતાને વધારે છે.જો આઈબ્રોનો આકાર સારો ન હોય તો તમારો મેકઅપ કરવાનો કોઈ અર્થ નથી.કારણ કે જો આઇબરનો આકાર સાચો હોય તો જ ચહેરા પરનો મેકઅપ સારો લાગે છે.સૌંદર્યની ઓળખ પણ ચેહરા પરની આંખ,હોઠ અને આઈબ્રો દ્વારા જ થાય છે.તેથી,તે ધ્યાનમાં રાખવું આવશ્યક છે કે ચહેરો અનુસાર કેવો આઈબ્રો યોગ્ય રહેશે.જો તમે પેહલીવાર આઈબ્રો બનાવવા જાવ છો,તો હંમેશા વિચારીને જવું,કારણ કે દરેક સમયે અલગ-અલગ પાર્લરમાં જઈને આઈબ્રો કરાવવાથી તમારા આઈબ્રોનો શેપ બગડી શકે છે.આઈબ્રો કરાવ્યા પછી હંમેશા ધ્યાનમાં રકહો કે જાણે કે બંને આઈબ્રો સમાન હોય.નાનો કે મોટો આઈબ્રો તમારી સુંદરતા બગાડે છે,તેથી હંમેશા આવી નાની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.

આઈબ્રો વચ્ચે વધુ જગ્યા:

image source

કેટલીક મહિલાઓ બંને આઇબ્રોની વચ્ચેની જગ્યાથી વધારે વાળ કઢાવી નાખે છે,જેથી આંખો વચ્ચે વધુ જગ્યા રહી જાય છે,તેથી તમારું નાક મોટું લાગે છે અને તમારી આખો દૂર લાગે છે.તમારા આઈબ્રો ત્યાંથી શરુ થવા જોઈએ જ્યાંથી તમારું નાક શરૂ થાય અને નાકના ખૂણાથી આંખના ખૂણા પર એક વિકર્ણ રેખા દોરો અને તે રેખા જ્યાં પુરી થાય ત્યાં આઈબ્રો પૂરો થવો જોઈએ.આ રીતનો તમારા આઈબ્રોનો શેપ તમારો દેખાવ ખુબ જ સુંદર આપશે.

વધુ વાળ દૂર કરવા:

દરરોજ ટ્વિઝરથી આઈબ્રોના વાળ કાઢવા ઘણા લોકોને પસંદ હોય છે,પરંતુ આંતરરાષ્ટ્રીય આઈબ્રોના નિષ્ણાત અનુસાર ત્રણ અઠવાડિયામાં એકવાર જ આઈબ્રોના વાળ કાપવા અથવા થ્રેડીંગ કરાવવું યોગ્ય છે.દરરોજ આઈબ્રો કરવાથી ચેહરો સુંદર દેખાય,એવું સાચું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત