શું તમે તમારા ચહેરા પરના અણગમતા વાળથી કંટાળી ગયા છો? તો આ નુસ્ખાઓ તમારા માટે છે બેસ્ટ

છોકરીઓના ચહેરા પર આવતા વાળને હંમેશા માટે દુર કરવા માટે આપે અજમાવવા જોઈએ આ દેશી ઉપાયો.

છોકરીઓના ચહેરા પર આવતા અનિચ્છિત વાળને હટાવવા માટે કરો આ દેશી ઉપાયનો ઉપયોગ.:

મહિલાઓ અને છોકરીઓ પોતાની સુંદરતાનું ખુબ જ ધ્યાન રાખે છે મહિલાઓ પોતાના ચહેરાની સુંદરતાને જાળવી રાખવા માટે બ્યુટી પાર્લરમાં જઈને ઘણી બધી ટ્રીટમેન્ટ કરાવે છે. પરંતુ ચહેરા પર આવતા અનિચ્છિત વાળને દુર કરવા માટે પણ ઘણા ઉપાયો કરાવે છે. આજે અમે આપને ચહેરા પર આવી જતા અનિચ્છિત વાળને દુર કરવા માટે કેટલાક ઘરેલું ઉપાયો વિષે જણાવીશું.

image soucre

અને આ અનિચ્છિત વાળને કેટલાક કર્યા પછી પણ નથી જતા. વાળને વેક્સિંગ દ્વારા પણ હંમેશા માટે નથી હટાવી શકાતા એટલા માટે આજે અમે આપને એવા ઘરેલું ઉપાયો વિષે જણાવીશું જેનાથી આપ પોતાના ચહેરા પર આવતા અનિચ્છિત વાળને વગર કોઈ નુકસાનને હટાવી શકો છો.
આપે પોતાના ચહેરાના વાળને હટાવવા માટે દેશી સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો દેશી સ્ક્રબને બનાવવાના આ ઉપાય છે.

-લીંબુ અને સાકરનું સ્ક્રબ:

image source

લીંબુ અને સાકરનું સ્ક્રબ બનાવવા માટે આપે બે ચમચી સાકર લેવી અને તેમાં બે ટી. સ્પુન લીંબુનો રસ ભેળવી લેવો અને તેમાં થોડુક પાણી નાખીને પેસ્ટ બનાવી લેવી. આ મિશ્રણને આપે પોતાના ચહેરા પર લગાવી દેવું જોઈએ અને તેને સુકાઈ ગયા પછી સ્ક્રબ કરીને ચહેરા પરથી હટાવી લેવું જોઈએ. આપના ચહેરા પરના અનિચ્છિત વાળ સ્ક્રબની સાથે જ આવી જશે.

-અડદની દાળનું સ્ક્રબ:

image soucre

અડદની દાળનું સ્ક્રબ બનાવવા માટે આપે અડદની દાળનો પાઉડર બનાવી લેવો. ત્યાર બાદ એમાં ચપટી ભરીને હળદર ઉમેરી દેવી જોઈએ અને એમાં થોડુક પાણી મિક્સ કરી દેવું અને આ પેસ્ટને આપે પોતાના ચહેરા પર લગાવી લેવું જોઈએ. ત્યાર બાદ આ મિશ્રણ સુકાઈ જાય ત્યાર પછી તેને સ્ક્રબ કરીને હટાવી લેવું જોઈએ.

-લીંબુ, સાકર અને મધનું સ્ક્રબ:

image soucre

બે ચમચી લીંબુના રસમાં બે ચમચી ખાંડ અને એક ચમચી મધને મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી લો. ત્યાર પછી આપે આ મિશ્રણમાં કોર્ન સ્ટાર્ચ કે પછી મૈદાને મિક્સ કરી લો. આપે આ મિશ્રણને પોતાના ચહેરા પર લગાવી દેવું જોઈએ અને ત્યાર બાદ જયારે ચહેરા પર લગાવેલ મિશ્રણ સુકાઈ જાય ત્યાર પછી તેને સ્ક્રબ કરીને ચહેરા પરથી દુર કરી લેવું જોઈએ. આપે આ મિશ્રણને અઠવાડિયામાં એકવાર જરૂરથી ઉપયોગ કરવું જોઈએ. આ ઉપાય કરવાથી આપને ચહેરા પર આવતા અનિચ્છિત વાળથી છુટકારો મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત