ક્યાંક આપ પણ તો નથી કરાવતા જરૂરિયાતથી વધારે ફેશિયલ ?આ છે સાઈડ ઈફેક્ટસ.

ક્યાંક આપ પણ તો નથી કરાવતા જરૂરિયાતથી વધારે ફેશિયલ ?આ છે સાઈડ ઈફેક્ટસ.

મોટાભાગની મહિલાઓ ચહેરા પર ગ્લો લાવવા માટે બ્યુટી પાર્લરમાં જઈને ફેશિયલ ટ્રીટમેન્ટ કરાવે છે. પણ જયારે જરૂરિયાત કરતા વધારે ફેશિયલ કરાવવું ચહેરાની સ્કીન માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે

દરેક મહિલા માટે પોતાના ચહેરાની સુંદરતા ખુબ મહત્વની હોય છે જેને જાળવી રાખવા માટે મોટાભાગની મહિલાઓ બ્યુટી પાર્લર કે સ્પામાં જઈને નિયમિત રીતે બ્યુટી ટ્રીટમેન્ટ કરાવે છે. કેટલીક મહિલાઓ તો ચહેરા પરનો ગ્લો જાળવી રાખવા માટે અઠવાડિયામાં એકવાર કે પછી પંદર દિવસે પણ બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવા બ્યુટી પાર્લર કે સ્પામાં જાય છે.

image source

પણ શું આપ જાણો છો કે ચહેરા પર વધારે વખત ફેશિયલ કરાવવાથી આપની સ્કીનને નુકસાન પણ થઈ શકે છે. આજે અમે આપને જણાવીશું કે, મહિલાઓએ જરૂરિયાત કરતા વધારે વાર ચહેરા પર ફેશિયલ કરાવવાથી કેવા પ્રકારનું નુકસાન ચહેરાની સ્કીનને પહોચી શકે છે

ખંજવાળ આવવી.:

મોટાભાગની મહિલાઓ પાર્લરમાં કે સ્પામાં ફેશિયલ કરાવવા જાય છે તેમજ જલ્દી ગ્લોઇન્ગ સ્કીન મેળવવા માટે મહિલા પોતાના ચહેરા પર કેમિકલ યુક્ત ક્રીમનો પણ ઉપયોગ કરવાનું કહી દે છે આવી કેમિકલ યુક્ત ક્રીમનો ફેશીયલમાં ઉપયોગ થવાના કારણે ચહેરાની પર રીએક્શન દેખાવા લાગે છે ખંજવાળ આવવા લાગે છે જે ખુબ જ નુકસાન કારક સાબિત થાય છે.

સ્કીન પર રેડ સ્પોટ.:

image source

ફેશિયલ કરાવવા દરમિયાન જો આપના ચહેરા પર સ્ક્રબ વધારે સમય સુધી મસાજ કરવામાં આવે છે કે યોગ્ય મસાજ પદ્ધતિથી મસાજ નથી કરવામાં આવતી તો એનાથી આપના ચહેરાની સ્કીનને લાભ થવાને બદલે નુકસાન થાય છે અને સ્કીન લાલ પડવા લાગે છે, અમ સ્કીનનું લેયર નબળું થવાથી અન્ય સ્કીન ઇન્ફેકશન પણ થઈ શકે છે.

ખીલ થવા.:

જે મહિલાઓની સ્કીન ઓઈલી હોય છે તેવી મહિલાઓને ફેશિયલ કરાવ્યા પછી ચહેરાના રોમછીદ્ર ખુલી જાય છે. ખુલી ગયેલ રોમછિદ્રમાં ધૂળ-માટી લાગી જવાથી ચહેરા પર ખીલની સમસ્યા થવા લાગે છે.

સ્કીન એલર્જી.:

ફેશિયલ કરાવવા દરમિયાન આપના ચહેરા પર ઘણા પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે, વધારે પડતી પ્રોડક્ટ્સનો સ્કીન પર ઉપયોગ થવાથી સ્કીન એલર્જી થવાનો ખતરો ઘણો વધી જાય છે. જો આપ પણ ખુબ જ ઓછા દિવસોમાં વારંવાર ફેશિયલ કરાવતા હોવ તો તેનાથી આપની સ્કીનની કુદરતી સોફ્ટનેસ, મોઈશ્ચરના પ્રમાણને ખુબ નુકસાન કરે છે.