ફક્ત 1 ગ્લાસ જ્યૂસથી વધે છે ઇમ્યુનિટી અને વાયરલ બીમારીઓ રહે છે દૂર

ટામેટામાં વિટામીન સીનું પ્રમાણ વધારે હોય છે. આ બોડીમાં એક એન્ટી ઓક્સીડન્ટની જેમ કામ કરે છે. કોરોના સંક્રમણ ફરી એક વાર લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યું છે ત્યારે આ લહેર વધારે ખતરનાક બની છે. રાજ્ય સરકારનું કગેવું છે કે પોતાને કોરોનાથી બચાવવા માટે શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળો. અનેક વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરાયું છે. લોકોને સાબુ અને હેન્ડવોશથી વારેઘડી હાથ ધોવાની અને સાથે અનિવાર્ય રીતે માસ્ક પહેરવાની અને સોશ્યલ ડિસ્ટન્સિંગને પણ અપનાવવાનું કહેવાયું છે. કોરોનાના સંક્રમણમાં દરેક વ્યક્તિએ ઈમ્યુનિટીનું ધ્યાન રાખવું જરૂરી છે. ડોક્ટરના કહેવા અનુસાર ઈમ્યૂન સિસ્ટમને સ્ટ્રોન્ગ કરવાની સાથે કોઈ પણ પ્રકારના વાયરલ ઈન્ફેક્શનથી બચવું સરળ છે. આ બોડીનું એક એવું કાર્ય હોય છે જે નબળું પડે તો અનેક પ્રકારની બીમારીની ઝપેટમાં આવી શકાય છે.

image source

અનેક લોકો આખું વર્ષ શરદી અને ખાંસીની સમસ્યા ધરાવે છે. આવા લોકોની ઈમ્યુનિટી નબળી હોય છે અને આ કારણ છે કે આ બીમારીથી ગ્રસિત થવાય છે. તેનું એક માત્ર કારણ ઈમ્યુનિટી સિસ્ટમનું નબળું થવું છે. તેને મજબૂત બનાવી રાખવા માટે હેલ્ધી ફૂડની જરૂર છે. સાથે કેટલાક આયુર્વેદિક મસાલા અને ડ્રિંક્સ પણ તેને સ્ટ્રોન્ગ બનાવે છે. જો તમે તેનું રોજ સેવન કરો છો તો તમે તેને સકારાત્મક રીતે પણ લાભ લઈ શકો છો. તેનાથી શરદી અને ખાંસીની સમસ્યા દૂર રહે છે.

ટામેટાનો જ્યૂસ

image source

ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરવા માટે આ ડ્રિંકને મદદગાર માનવામાં આવે છે. ટામેટામાં વિટામીન સી વધારે પ્રમાણમાં હોય છે. આ બોડીમાં એન્ટી ઓક્સીડન્ટની જેમ કામ કરે છે. એન્ટીઓક્સીડન્ટ એક્ટીવિટીની જેમ કામ કરવાના કારણે આ રોગ પ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરવામાં સક્રિય રીતે કામ કરી શકે છે. કાચા ટામેટાનો જ્યૂસનું સેવન કરવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત બને છે.

image source

આ રીતે બનાવી લો જ્યૂસ

  • 1 કપ પાણી
  • 2 ટામેટા
  • ચપટી મીઠું

રીત

image source

સૌ પહેલા ટામેટાને પાણીની મદદથી સારી રીતે ધોઈ લો. હવે તેને નાના નાના ટુકડામાં કાપી લો અને તેને જ્યૂસરમાં નાંખી દો. હવે તેમાં એક કપ પાણી અને પ્રમાણસર મીઠું મિક્સ કરીને ક્રશ કરો. હવે તેને ગાળીને એક ગ્લાસમાં કાઢી લો. તમારો જ્યુસ તૈયાર છે.

આ જ્યુસ રોજ પીવાથી વાયરલ બીમારીઓ દૂર રહે છે અને સાથે ઈમ્યુનિટી લેવલ પણ સારું રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત