ફણસ ખાવાથી શરીરને થાય છે અઢળક લાભ, જાણો કઇ બીમારીમાં કેવી રીતે કરશો ઉપયોગ

ફણસ એક લીલા રંગનું કાંટાવાળુ ફળ છે જે સ્વાદમાં ખાટું-મીઠું હોય છે. તેનો ઉપયોગ, શાક, અથાણું તેમજ ભજીયા અને કોફ્તા બનાવવા માટે મુખ્ય રીતે કરવામા આવે છે. તેમાં અઢળક પોષક તત્વો સમાયેલા હોય છે જે શરીરને ખૂબ લાભ પોહંચાડે છે. તે ફાઇબર, વિટામિન એ, વિટામિન સી, થાયમીન, પોટેશિયમ, કેલ્શિયમ, આયરન અને જિંકથી ભરપૂર હોય છે. ચાલો જાણીએ ફણસના શરીરને થતાં લાભો વિષે.

imge source

આમ તો ફણસ એટલે કે જેક ફ્રૂટ જેને હીન્દીમાં કટહલ કહે છે તે શાક છે કે ફળ તેને લઈને મતભેદ છે. કોઈ તેને ફળ કહે છે તો કોઈ તેને શાક કહે છે. પણ ફણસમાં ઔષધીય ગુણો પુષ્કળ હોય છે. ફણસનું બોટનિકલ નામ આર્ટોકાર્પસ હેટેરોફિલ્લસ છે. ફણસના ઉપર જણાવ્યું તેમ અઢળક લાભ છે.
ફણસમાં હજાર પોટેશિયમ હૃદયની સમસ્યાથી તમને છૂટકારો અપાવવામાં મદદ કરે છે.

image source

હાડકા માટે ફણસ ખૂબ જ ગુણકારી હોય છે. તેમા હાજર મેગ્નેશિયમ હાડકાને મજબૂત બનાવે છે. અને ઓસ્ટિયોપોરોસિસની સમસ્યાથી પણ બચાવે છે. એટલુ જ નહીં વિટામીન સી અને એ તેમાં સમાયેલા હોય છે જેના કારણે શરીરની ઇમ્યુનિટી પણ સારી રહે છે.

તેમાં આયરનનું પ્રમાણ ભરપુર હોય છે જેનાથી એનીમિયાની સમસ્યાથી છૂટકારો મળે છે. ફણસના સેવનથી રક્ત પ્રવાહ પણ સારો રહે છે.
જો તમને સાંધાનો દુખાવો રહેતો હોય તો ફણસ તેના માટે રામબાણ ઉપાય ગણાય છે. ફણસની છાલમાંથી નીકળતું દૂધ જો સોજા, ઘા તેમજ ઘવાયેલા અંગો પર લગાવવામાં આવે તો આરામ મળે છે. આ દૂધથી તમારા સાંધા પર માલિશ કરવામાં આવે તો પીડામાં રાહત મળે છે.

image source

ફણસ અસ્થમાંના દર્દીઓ માટે અત્યંત લાભપ્રદ હોય છે. ફણસને પાણીમાં ઉકાળીને તેને ગાળી લેવું. ત્યાર બાદ ઠંડુ થયા બાદ તેનું સેવન કરવું. રોજ આ પ્રયોગ કરવાથી અસ્થમાની સમસ્યામાં લાભ મળે છે.

ફણસમાં ખનિજનું પ્રમાણ પણ વધારે હોય છે જે હોર્મોન કંટ્રોલ કરે છે.

મેગ્નેશિયમથી ભરપુર ફણસ હાડકાને સ્વસ્થ અને મજબુત બનાવે છે.

image source

ફણસ અલ્સર અને પાચન સંબંધીત સમસ્યાઓને દૂર કરે છે. કબજીયાતની સમસ્યા પણ ફણસ ખાવાથી દૂર થાય છે. ફણસના પાનની રાખ અલ્સરના ઉપચાર માટે ખૂબ ઉપયોગી હોય છે. તેના લીલા પાનને સાફ કરીને તેને સુકવી લેવી. તે સુકાઈ જાય ત્યાર બાદ તેનુ ચુરણ બનાવી લેવું. પેટમાં અલ્સરની તકલીફ હોય ત્યારે આ ચૂરણનું સેવન કરવું. અલ્સરમાં ખૂબ આરામ મળશે.

વિટામીન સીથી ભરપુર ફણસ તમારી ઇમ્યુન સિસ્ટમને પણ મજબુત બનાવે છે.

પાકેલા ફણસના પલ્પને બરાબર મેશ કરીને પાણીમાં ઉકાળીને પીવાથી તાજગી લાગે છે. ફણસમાં વિટામિન એ હોય છે જે તમારી આંખોને પણ તેજ બનાવે છે અને તમારી ત્વચાને પણ અનેરી ચમક અને રંગ આપે છે.

image source

ચહેરા પરની કરચલીઓથી જો છૂટકારો મેળવવો હોય તો ફણસની પેસ્ટ બનાવી લેવી અને તે પેસ્ટમાં એક ચમચી દૂધ ભેળવીને તેને ચહેરા પર લગાવવું. ત્યાર બાદ ચહેરાને ગુલાબ જળ અથવા ઠંડા પાણીથી સાફ કરી લેવો. નિયમિત રીતે આ પ્રયોગ કરવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થઈ જશે.
ફણસના બીજનું ચૂરણ બનાવીને તેમાં થોડું મધ ભેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરો સ્વચ્છ થઈ જાય છે અને ચેહરા પરના ડાઘ તેમજ ધબ્બા પણ દૂર થઈ જાય છે. તેનું મસાજ તમારે ત્યાં સુધી કરવું જ્યા સુધી તે સુકાઈ ન જાય અને પછી થોડી વાર બાદ ચહેરો ધોઈ લેવો.

image source

જે લોકોને મોઢામાં વારંવાર છાલા પડી જવાની ફરિયાદ રહેતી હોય તેમણે ફણસના કાચા પાનને ચાવીને થૂકી દેવું જોઈએ. આમ કરવાથી તમારા મોઢાના છાલા ઠીક થઈ જશે. તેમાં મળી આવતા ખનીજ હોર્મોન્સને પણ નિયંત્રિત કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત