ફાટેલી પગની એડીઓથી કંટાળી ગયા છો? તો અજમાવો આ ઘરેલુ ઉપાયો, થઇ જશે તરત જ રાહત

શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે,આ ઋતુમાં મોટાભાગના લોકોને પગની એડીઓ ફાટવાની સમસ્યા હોય છે, ઘણા લોકોને પગની એડીમાંથી લોહી પણ નીકળે છે.આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે બજારમાં ઘણા પ્રોડક્ટ્સ મળે છે,પણ આ પ્રોડક્ટ્સથી માત્ર થોડા સમય માટે જ રાહત મળે છે ત્યારબાદ એડીઓ પેહલા જેવી જ થાય છે.આજે અમે તમને આ સમસ્યાથી છૂટકારો મેળવવા કેટલાક ઘરેલું ઉપાય વિશે જણાવી રહ્યા છીએ. જેની મદદથી તમારી એડી ફાટવાની અને તેમાંથી લોહી નીકળવાની સમસ્યા ઝડપથી દૂર થશે.તો ચાલો જાણીએ.

એલોવેરા જેલ

image source

સૌથી પેહલા તમારી પગની એડીને નવશેકા પાણીમાં પલાળો ત્યારબાદ એડીને સારા કપડાથી સાફ કરો,હવે તેમાં એલોવેરા જેલ લગાવો અને થોડીવાર માટે સુકાવા દો પછી મોજાં પહેરો.આ ઉપાય તમારી પગની એડીને નરમ બનાવશે.

ગ્લિસરીન અને લીંબુના રસનું મિક્ષણ

image source

સૌથી પેહલા લીંબુનો રસ,થોડું મીઠું,ગિલસરીન અને ગુલાબ જળ લો.ત્યારબાદ આ દરેક ચીજને સારી રીતે મિક્સ કરો,પછી પગને હળવા પાણીથી ધોઈ લો.હવે આ મિશ્રણને પગની એડી પર હળવા હાથથી લગાવો અને પગ ખુલ્લા રાખીને સૂઈ જાઓ.

તલનું તેલ

image source

તલનું તેલ પગને નરમ અને સ્વચ્છ બનાવે છે.આ માટે દરરોજ રાત્રે સુતા પહેલા પગની એડી પર તલનું તેલ લગાવો.એડીમાંથી નીકળતા લોહી બંધ કરવા માટે એડી પર તલના તેલના 4 ટીપા નાખવા આ તમારા લોહીને તરત જ બંધ કરશે.

મધનું પેક

image source

મધને કુદરતી એન્ટિસેપ્ટિક માનવામાં આવે છે જે ફાટેલી પગની એડીઓ મટાડવામાં મદદ કરે છે અને મધના ગુણધર્મ ત્વચાને પહેલાની જેમ ફરીથી બનાવવામાં મદદ કરે છે.ફાટેલી એડીની સમસ્યા દૂર કરવા માટે સૌથી પેહલા અડધું ટબ ગરમ પાણી લો અને તેમાં એક કપ મધ ઉમેરો.ત્યારબાદ તેમાં 15 થી 20 મિનિટ માટે તમારા પગ પલાળી રાખો.આ ઉપાય દરરોજ કરવાથી તમારા પગની ફાટેલી એડીની સમસ્યા દૂર થશે અને તમારા પગ એકદમ મુલાયમ બનશે.

ચોખાનો લોટ

image source

ચોખાના લોટથી પગની ચામડી નરમ,શુદ્ધ અને પુનર્જીવિત થાય છે.તેથી ચોખાના લોટનો ઉપાય ફાટેલી એડી માટે ફાયદાકારક છે.આ માટે સૌથી પેહલા 3 થી 4 મોટી ચમચી ચોખાનો લોટ,થોડું મધ અને 3- 4 ટીપા એપલ સાઇડર વિનેગરના ઉમેરી એક પેસ્ટ બનાવો.ત્યારબાદ 10 મિનિટ માટે તમારા પગની એડીઓને ગરમ પાણીમાં પલાળી રાખો,ત્યારબાદ આ પેસ્ટથી તમારી એડીની મસાજ કરો.આ ઉપાય અઠવાડિયામાં 2 વખત કરવાથી ફાટેલી એડીની સમસ્યા દૂર થાય છે.આ સિવાય જો તમારી એડી વધુ ફાટેલી છે તો આ મિક્ષણમાં તમે બદામનું તેલ ઉમેરી શકો છો.

ઓલિવ તેલ

image source

ઓલિવ તેલમાં પૌષ્ટિક ગુણધર્મો છે જે તમારી પગની ત્વચાને નરમ અને કોમળ બનાવવામાં મદદ કરે છે.દરરોજ રાત્રે સુતા પેહલા ઓલિવ તેલથી 10 મિનિટ માટે તમારી એડીની મસાજ કરો.ત્યારબાદ પગના મોજા પેહરી લો અને સુઈ જાઓ.સવારે ઉઠીને તરત જ તમારા પગને સાદા પાણીથી ધોઈ લો.ફાટેલી એડીની સમસ્યા દૂર કરવા માટે આ ઉપાય તમે દરરોજ કરી શકો છો.

નાળિયેર તેલ

image source

નાળિયેર તેલ ત્વચાને હાઇડ્રેટ રાખે છે.તે શુષ્ક ત્વચાને ભેજયુક્ત કરે છે અને ત્વચાના મૃત કોષોને દૂર કરે છે.નાળિયેર તેલ ત્વચામાં ભેજ પૂરો પાડે છે.દરરોજ રાત્રે સુતા પેહલા તમારા એડી અને પગની નાળિયેર તેલથી મસાજ કરો.ત્યારબાદ મોજા પહેરીને સુઈ જાઓ અને સવારે ઉઠતાની સાથે જ તમારા પગ થોડા ગરમ પાણીથી ધોઈ લો.આ ઉપાય નિયમિત કરવાથી તમારી એડીઓ એકદમ નરમ થઈ જશે.

બેકિંગ સોડા

image source

બેકિંગ સોડાનો ઉપયોગ એક્સ્ફોલિયન્ટ તરીકે થાય છે.તેના બળતરા વિરોધી ગુણધર્મો મૃત કોષોને દૂર કરે છે અને ત્વચાને શુષ્ક થવાથી બચાવે છે.સૌથી પેહલા અડધું ટબ ગરમ પાણીથી ભરી લો અને તેમાં 3 મોટી ચમચી બેકિંગ સોડા ઉમેરો.ત્યારબાદ તે પાણીમાં સારી રીતે બેકિંગ સોડા મિક્સ કરી લો અને તેમાં તમારા પગ 15-20 મિનિટ માટે પલાળી રાખો.ત્યારબાદ પગ બહાર કાઢીને તમારી એડીઓને ઘસી લો અને પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો.આ ઉપાય અઠવાડિયામાં બે વાર કરો તમારી એડીઓ નરમ અને કોમળ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત