પ્રસિદ્ધ એક્સપર્ટની ચેતવણી – ફેફસા જ નહી, શરીરના આ અંગો ઉપર પણ હુમલો કરી રહ્યો કોરોના વાયરસ.

પ્રસિદ્ધ એક્સપર્ટની ચેતવણી – ફેફસા જ નહી, શરીરના આ અંગો ઉપર પણ હુમલો કરી રહ્યો કોરોના વાયરસ.

ઇન્ડિયા ટુડે ઈ-કોન્ક્લેવમાં અમેરિકાના પ્રસિદ્ધ વાયરોલોજીસ્ટએ જણાવ્યું છે કે, કોવિડ-19 એટલે કે કોરોના વાયરસ ફેફસા સિવાય પણ શરીરના કેટલાક અન્ય અંગો ઉપર પણ ખરાબ અસર પાડે છે.

image source

આજે જ્યાં આખી દુનિયામાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. આ જીવલેણ વાયરસના શિકાર થયેલ દર્દીઓના રેસ્પિરેટરી સિસ્ટમમાં કેટલાક પ્રકારની તકલીફો જોવા મળી છે. ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં અમેરિકાના પ્રસિદ્ધ વાયરોલોજીસ્ટએ જણાવ્યું છે કે, કોવિડ-19 એટલે કે કોરોના વાયરસ ફેફસા સિવાય ન શરીરના કેટલાક અન્ય અંગો પર પણ ખરાબ અસર પાડે છે.

અમેરિકન એક્સપર્ટએ જણાવ્યું છે કે, કોરોના વાયરસ શરીરના શ્વસન તંત્ર સિવાય કેટલાક અંગો પર પણ ખરાબ અસર પાડી રહ્યો છે. કોરોના વાયરસ લીવર, કીડની અને હાર્ટ સહિત શરીરના કેટલાક અંગોને નુકસાન પહોચાડી શકે છે. એટલા માટે આ જરૂરી છે કે લોકો ફક્ત આ વાત પર જ ધ્યાન ના આપે કે કેટલા લોકોના મોત થઈ રહ્યા છે, ઉપરાંત એ પણ જોવું જરૂરી છે કે, કેટલા લોકો કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યા છે.

image source

અમેરિકન વાયરોલોજીસ્ટનું કહેવું છે કે, આ કહેવું મુશ્કેલ છે કે, ભવિષ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત થનાર વ્યક્તિઓમાં આના લક્ષણ જોવા પણ મળશે કે નહી. આ કોરોના વાયરસ ખુબ જ જલ્દીથી પોતાનું જીનેટિક રૂપ નથી બદલતા. એને આમ કરવામાં તકલીફ થાય છે. આ કોરોના વાયરસ કોઈ પણ ભૂલ કરવા ઈચ્છતો નથી.

આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં તેજ તાવ, શ્વાસ લેવામાં તકલીફ, સુકી ખાંસી, શરદી અને શરીરમાં દુઃખાવા જેવા બધા જ લક્ષણો જોવા મળી જાય છે. જો કે, કેટલીક વ્યક્તિઓમાં કોરોના વાયરસ સંક્રમણના લક્ષણો ખુબ મોડા જોવા મળે છે, જેના કારણથી કોરોના વાયરસ વધારે ખતરનાક બની જાય છે.