કોરોના કાળમાં ફેફસાંને સ્ટ્રોંગ બનાવવા ભૂલ્યા વગર આ વસ્તુઓનું કરો સેવન, છે બહુ ગુણકારી

શરીરને હંમેશા સ્વસ્થ રાખવા માટે આવશ્યક છે કે તમારા ફેફસા સારી રીતે કામ કરે. ફેફસામાં ફિલ્ટર થયેલો ઓક્સિજન વાયુ આખા શરીરમાં પહોંચે છે. ત્યારે લંગ્સની ખાસ સંભાળ રાખવી પણ જરૂર છે. જો તમારા ફેફસા સારી રીતે કામ નથી આપી રહ્યા તો તમને ભવિષ્યમાં અસ્થમા, બ્રોનકાઇટીસ, ન્યુમોનિયા, ટીબી, કેન્સર જેવી ઘાતક બીમારીઓનો શિકાર થઇ શકો છો. જયારે બીજી બાજુ કોરોના વાયરસ જેવી ગંભીર અને જીવલેણ બીમારી સામે લડવા માટે તમારા ફેફસા મજબૂત હોવા જરૂરી છે કારણ કે કોરોના વાયરસ સૌ પ્રથમ તમારા લંગ્સ પર જ હુમલો કરે છે જેના કારણે તમારા શ્વાસ લેવા સંબંધી સમસ્યા ઉભી થઇ શકે છે.

તમને જણાવી દઈએ કે આ વખતે કોરોના દર્દીઓ પૈકી 60 થી 65 ટકા લોકોને શ્વાસ સંબંધી તકલીફ પડી રહી છે. તેનું ઓક્સિજન લેવલ ઝડપથી ઘટવા લાગે છે. 2 થી 3 દિવસમાં તેનું સ્તર 80 થી નીચે ચાલ્યું જાય છે અને તરત ઓક્સિજનની જરૂર પડે છે. જો સમયસર ઓક્સિજન ન મળે તો હાલત બહુ ગંભીર પણ બની શકે છે. ત્યારે આવી પરિસ્તિથીમાં જરૂરી છે કે ફેફસાનું પહેલાથી જ ધ્યાન રાખવામાં આવે. ત્યારે આપણે જાણીશું કે એવા ક્યા ખોરાક છે જેના સેવનથી ફેફસા મજબૂત બને છે.

image source

હળદર

હળદરમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી ઈન્ફ્લામેટ્રી ગુણ હોય છે જે તમને દરેક પ્રકારના સંક્ર્મણ સામે રક્ષણ આપે છે. દરરોજ સુતા પહેલા દૂધમાં હળદર નાખીને પીવું જોઈએ. સાથે જ તમે હળદર, ગળો, તજ, લવિંગ, આદુ અને તુલસીનો ઉકાળો બનાવીને પીવો જોઈએ. તેનાથી લંગ્સ મજબૂત બને છે અને શરીરની ઇમ્યુનીટી પણ મજબૂત બને છે.

image source

મધ

આયુર્વેદમાં મધનું ઘણું મહત્વ છે કારણ કે તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. મધનું સેવન કરવાથી તમારા ફેફસા મજબૂત બને છે. અને તે સિવાય ફેફસામાં રહેલા બેકાર અને ખરાબ તત્વોને બહાર કાઢવા માટે સ્વરમાં ગરમ પાણીમાં લીંબુ અને મધ મેળવીને પીવું જોઈએ. એ સિવાય ઉકાળામાં પણ મધ નાખીને સેવન કરવું જોઈએ.

image source

તુલસી

તુલસીના પત્તામાં ભારે માત્રામાં પોટેશિયમ, આયરન, ક્લોરોફિલ, મેગ્નેશિયમ, કેરીટિન અને વિટામિન સી હોય છે જે ફેફસાને સ્વસ્થ રાખવામાં ઉપયોગી છે. દરરોજ સવારે તુલસીના 4 થી 5 પાન ચાવીને તેનું સેવન કરવું જોઈએ. એ સિવાય તમે ગળો અને તુલસીનો આયુર્વેદિક ઉકાળો બનાવીને પણ પી શકો છો.

image source

અંજીર

અંજીરમાં ઘણા બધા ચમત્કારિક તત્વો હોય છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર અને આયરન જેવા જરૂરી પોષક તત્વો હોય છે જેના સેવનથી લંગ્સ મજબૂત બને છે.

image source

લસણ

લસણમાં ભરપૂર માત્રામાં એન્ટી બાયોટિક, એન્ટી ફંગલ, એન્ટી વાયરલ ગુણ હોવાની સાથે સાથે કેલ્શિયમ, ફોસ્ફોરસ, લોહતત્વ, વિટામિન જેવા તત્વો હોય છે જે ફેફસાને મજબૂત રાખવામાં સહાયક છે. દરરોજ સવારે ખાલી પેટ લસણની બે થી ત્રણ કળીનું સેવન કરી શકાય છે. એ સિવાય જો તમને વધુ ગરમી લગતી હોય તો રાત્રે લસણની એક કળીને પલાળવા મૂકી દો અને સવારે તેનું સેવન કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત