Site icon Health Gujarat

રણબીર કપૂર સાથે લગ્નની ખબર પર પહેલી વખત આલિયા ભટ્ટે તોડી ચુપ્પી, મેદાનમાં પોતે આવી કહી આ વાત

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનાં લગ્નની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે અને બંનેના મિત્રો તથા પરિવારજનો પણ લગ્નની વિગતો પ્રકટ કરી રહ્યાં છે પરંતુ હજુ સુધી રણબીર કે આલિયાના પરિવાર તરફથી આ લગ્ન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, આલિયાએ તેનાં અને રણબીરનાં લગ્ન અંગે બનાવાયેલા એક યુ ટ્યૂબરના કોમિક વીડિયો પર કોમેન્ટ કરતાં તે આલિયા તરફથી લગ્નની સત્તાવાર પુષ્ટિ હોવાનું અર્ધઘટન કરવામાં આવી રહ્યું છે.

યુ ટ્યૂબર નિકુંજ લોટિયાએ પોતાની યુ ટ્યૂબ ચેનલ બી યુ નિક પર એક વીડિયો મૂક્યો છે. તેમાં રણબીર વેડ્સ આલિયા લખેલી કારની પાછળ કબીર સિંઘના ગેટઅપમાં ભાગતો નિકુંજ દેખાય છે. બેકગ્રાઉંડમાં સેડ સોંગ પ્લે થઇ રહ્યું છે. નિકુંજ અને આલિયાની એક તસવીર સામે આવે છે પરંતુ થોડી સેકન્ડમાં જ નિકુંજના સ્થાને રણબીર ગોઠવાઈ જાય છે.

Advertisement

 

આ વીડિયોને અનેક કમેન્ટસ મળી રહી છે. પરંતુ, તેમાં આલિયા ભટ્ટની કોમેન્ટે સૌનું ધ્યાન ખેંચ્યું છે. આલિયાએ ‘ડેડ’ એવી કોમેન્ટ કરી લાફિંગ આઉટનું ઇમોજી મૂક્યું છે.

Advertisement
Advertisement

આલિયાનું આ રિએક્શન પણ બહુ વાયરલ થયું છે. આલિયાએ પહેલીવાર તેનાં રણબીર સાથેનાં લગ્નને લગતી કોઈ પોસ્ટ પર આ રીતે કોમેન્ટ કરી છે. આથી માનવામાં આવી રહ્યું છે કે આલિયાએ આખરે આ લગ્નને સત્તાવાર રીતે સમર્થન આપી દીધું છે.

જોકે, બીજી તરફ બોલિવુડમાં અને રણબીર તથા આલિયાનાં ફેન્સમાં આ લગ્નની ભારે ચર્ચા થઇ રહી છે. રણબીરનાં બંગલાના ડેકોરેશન, આલિયાની લહેંગાની પસંદગી, ઓછી વ્યક્તિઓની હાજરીમાં લગ્ન પ્રસંગ, રિસેપ્શનમાં આવનારા આમંત્રિતોની યાદી સહિતની અનેક વિગતો ફરતી થઇ ચૂકી છે.

Advertisement
Advertisement
Exit mobile version