ચહેરાને દરેક સિઝનમાં ચમકદાર અને ફ્રેશ રાખવા માટે કરો

સાફ અને ચમકતો પામવા માટે આજે મહિલાઓ અને યુવતીઓ દરેક પ્રકારના ઉપાય અજમાવતી હોય છે એટલું જ નહિ અમુક સ્ત્રીઓ તો આના માટે મોંઘી મોંઘી ટ્રીટમેન્ટ અને નિયમિત પાર્લરની મુલાકાત પણ લેતી જ હોય છે. બજારમાં ઘણી એવી પ્રોડક્ટ મળતી હોય છે જે તમારા ચહેરાને ચમકદાર અને ગોરો બનાવાવનું કામ કરતી હોય છે પણ એ પ્રોડક્ટ મોંઘી અને કેમિકલ વાળી હોય છે. પણ આજે અમે તમને અમુક એવી ટીપ્સ જણાવીશું જેનાથી તમે બહુ ઓછા ખર્ચે તમારો ચહેરો ચમકદાર બનાવી શકશો.

image source

બેસન અને લીંબુ : બેસન અને લીંબુનું ફેસપેક લગાવવાથી ચહેરો ચમકદાર બને છે. બે ચમચી બેસનમાં થોડા ટીપા લીંબુના રસના ઉમેરો અને તેની પેસ્ટ બનાવો જો પેસ્ટ જેવું ના થાય તો તેમાં થોડું દહીં ઉમેરી શકો છો. આ તૈયાર થયેલ પેસ્ટને દિવસમાં બે વાર ચહેરા પર લગાવવાનું રહેશે. આ પેસ્ટ લગાવ્યાના થોડા સમય પછી ચહેરો ચોખ્ખા પાણીથી ધોઈ નાખવો. આ ઉપાય સતત બે દિવસ કરશો એટલે કે બે દિવસમાં ચાર વાર આ ઉપાય કરવાથી તમે બે દિવસમાં જ ફરક જોઈ શકશો. જો તમને ફેર લાગે તો આ ઉપાય એ તમારી બીજી મહિલા મિત્રોને પણ જણાવજો.

image source

બદામના તેલની માલીશ : ચહેરા પર રંગત અને રોનક લાવવા માટે બદામનું તેલ એ બહુ ફાયદાકારક હોય છે. બે દિવસમાં એકવાર બદામના તેલથી ચહેરા પર માલીશ કરવાથી ચહેરા પર કુદરતી નિખાર આવશે. આયુર્વેદ અનુસાર બદામના તેલની માલીશ કરવાથી ચહેરા પર લોહીનું પરિભ્રમણ વધે છે અને ચહેરા પર ચમક વધે છે.

image source

વધારે માત્રામાં પાણી પીવું : ઘણા લોકો આ વાત પર વિશ્વાસ નહિ કરે પણ પાણી પીવાથી પણ ચહેરો સાફ રહે છે. જો તમે કોઈ મોટા સેલિબ્રિટી કે કોઈ એક્સપર્ટની સલાહ લેશો તો તેઓ પણ તમને જણાવશે કે દિવસમાં ૧૨ ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ. પાણી પીવાથી ખરેખર ચહેરા પર ચમક આવે છે. આની સાથે સાથે જો તમે ચહેરાની બીજી કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તોટો તેમાં પણ તમને ફાયદો થશે. જો તમે ખરેખર બીજી બધી પ્રોડક્ટ વાપરીને કંટાળી ગયા છો અને હવે વધુ ખર્ચ નથી કરવા માંગતા તો પછી પાણી એ તમારી માટે સૌથી સારો ઉપાય છે.

image source

રોજ કાકડી ખાવી : કાકડી ખાવી એ અમૃત સમાન છે આ ચહેરાને ચમક તો આપે જ છે સાથે સાથે આપણા શરીરમાં પાણીની કમીને પૂર્ણ કરે છે. કાકડી નિયમિત ખાવાથી ચહેરો તો ચમકે જ છે પણ વાળ પણ ચમકે છે. જો તમે દિવસમાં ફક્ત કાકડી જ ખાશો તો શરીરમાં ભરપુર માત્રામાં વિટામિન્સ મળશે. કાકડીની છાલમાં વિટામીન સી હોય છે. તમે ઈચ્છો તો કાકડીનું જ્યુસ પણ પી શકો છો.

image source

નારિયલ પાણી પીવું : નારિયલ એ આપણા ચહેરા માટે અમૃત સમાન છે. તે આપણા ચહેરાને ચમક આપે છે. નારિયલ એ ચહેરાની સાથે સાથે આપણા શરીરને પણ લાભ આપે છે. નારિયલ પાણી પીવાથી સ્કીન સાફ રહે છે. તેનાથી એનર્જી મળે છે અને નબળાઈ પણ દૂર થાય છે. ચહેરા પર કુદરતી નિખાર લાવવા માટે નારિયલ ફાયદાકારક છે. નારિયલ પાણીમાં કેલ્સિયમ ભરપુર માત્રામાં હોય છે તેનાથી હાડકા પણ મજબુત થાય છે. નારિયલમાં રહેલ એન્ટીબાયોટિક એ યુરીન ઇન્ફેકશન સામે પણ રક્ષણ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત