શું તમે પણ આ ફળ અને શાકભાજી છાલ કાઢીને ખાઓ છો? તો હવેથી સાવધાન, પહેલા જાણી લો છાલ સાથે ખાવાથી થતા આ ફાયદાઓ વિશે

આપણે રોજ જે ફળ અને શાકભાજીનો ઉપયોગ ખોરાકમાં કરીએ છીએ તેમાંથી કેટલાક એવા પણ છે જેની છાલ પણ તેટલી જ પૌષ્ટિક તત્વથી ભરપૂર હોય છે જેટલા તત્વ તે ફળ અને શાકમાં હોય છે. આજે તમને જણાવીએ આવા જ 6 ફળ અને શાકભાજી વિશે જેને તમે છાલ ઉતાર્યા વિના બિંદાસ્ત ખાઈ શકો છો. આ ફળ અને શાકભાજી જો તમે છાલ ઉતાર્યા વિના છાલ સાથે જ ખાશો તો તે તમને ખૂબ લાભ કરશે.

1. ગાજર

image source

આપણે સૌ જાણીએ છીએ કે ગાજર ખાવાથી આંખની રોશની તેજ થાય છે. પરંતુ તમે કદાચ એ નહીં જાણતા હોય કે ગાજરની છાલ ખાવાથી આંખની રોશનીમાં સુધારો થાય છે. સાથે જ કેન્સરનું જોખમ પણ ઘટી જાય છે. ગાજરની છાલમાં વિટામિન બી-6, વિટામિન એ, મૈગ્નીશિયમ, પોટૈશિયમ તેમજ અન્ય ન્યૂટ્રિએંટ્સ હોય છે. જે કેન્સરની કોશિકાઓને શરીરમાં વધતી અટકાવે છે. આ ઉપરાંત ગાજરની છાલમાં બીટા કૈરોટિન હોય છે જે ત્વચા પર થયેલી તડકાની અસરને દૂર કરવામાં મદદ કરે છે.

2. સફરજનની છાલ

image source

સફરજનમાં ભરપૂર માત્રામાં મિનરલ અને વિટામિન હોય છે તે રીતે તેની છાલમાં પણ પ્રચૂર માત્રામાં પોષક તત્વ હોય છે. કહેવાય છે કે સફરજનની છાલમાં એવા ફાયબર હોય છે જે શરીરના બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે અને સુગરનું સ્તર નિયંત્રણમાં રાખે છે.

3. બટેટાની છાલ

image source

બટેટાની છાલમાં બટેટા કરતાં વધારે ગુણ હોય છે. બટેટાની છાલ મેટાબોલિઝમ બરાબર રાખવામાં મદદ કરે છે. તેને ખાવાથી નર્વ્સને મજબૂતી મળે છે. બટેટાની છાલમાં આયરન પણ ભરપૂર માત્રામાં હોય છે જે એનીમિયા થવાનું જોખમ ઘટાડે છે.

4. કેળાની છાલ

image source

કેળાની છાલમાં વિટામિન, મિનરલ્સ, પ્રોટીન, એંટી ફંગલ, ફાયબર જેવા પોષક તત્વો હોય છે. તે રક્ત શુદ્ધ કરે છે અને કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. તેમાં ટ્રિપ્ટોફેન નામનું એક તત્વ હોય છે જે આરામથી ઊંઘ કરવામાં પણ મદદ કરે છે.

5. રીંગણની છાલ

image source

રીંગણની છાલમાં નૈસોનિન એંટીઓક્સિડેંટ હોય છે જે મગજ અને નર્વસ સિસ્ટમમાં થતા કેન્સરથી બચાવે છે. એવું માનવામાં આવે છે કે તેને ખાવાથી શરીર પર ઉંમરની અસર ઓછી દેખાય છે.

6. કાકડીની છાલ

image source

કાકડીની છાલમાં પણ કેલ્શિયમ, ફોસ્ફોરસ, મૈગ્નીશિયમ, પોટેશિયમ, વિટામિન એ જેવા પોષક તત્વો હોય છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત