આદુું-લસણ ખાવાની આ છે સાચી રીત, જો તમે પણ કોરોના કાળમાં આ રીતે સેવન કરશો તો થશે જોરદાર ફાયદો

કોઈપણ બીમારીથી લડવા માટે રોગ પ્રતિકારકશક્તિ મજબૂત હોય તે જરૂરી છે. આ વાતથી આપણે સૌ વાકેફ થઈ ચુક્યા છીએ જ્યારથી કોરોના ફેલાયો છે. આ રોગના કારણે મોટાભાગના લોકો પોતાના આહારમાં પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરતાં થયા છે. જો કે પૌષ્ટિક આહાર લેવા સાથે યોગ્ય દિનચર્યાનું પાલન કરવું પણ જરૂરી છે. સાથે જ એવી વસ્તુઓને ડાયટમાં લેવી જે શરીરને અંદરથી મજબૂત બનાવે.

image source

આપણા સૌના રસોડામાં એવી ઔષધિયો હોય છે જેના ગુણથી આપણે અજાણ છીએ. આવી જ વસ્તુ છે આદુ અને લસણ. આ બંને વસ્તુનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે. પરંતુ શું તમે તેનાથી થતા લાભ વિશે જાણો છો ? લસણ અને આદુનું સેવન કાયાને નિરોગી રાખી શકે છે. પરંતુ તેટલું જ જરૂરી છે એ જાણવું કે તેનું સેવન કરવાની યોગ્ય રીત કઈ છે.

image source

મોટાભાગના લોકો એવું વિચારે છે કે આદુ અને લસણનું સેવન કોઈપણ રીતે કરવું પુરતું છે. પરંતુ એવું નથી. જો યોગ્ય રીતે આ વસ્તુઓ લેવામાં ન આવે તો તેનાથી લાભ પણ થતો નથી. આદુ અને લસણનો ભરપુર ઉપયોગ રસોઈમાં કરવાથી પણ તેનાથી લાભ થતો નથી. કારણ કે ભોજન પકાવવાથી તેના ગુણ પણ ઘટી જાય છે. આદુ અને લસણ ખાવાની યોગ્ય રીત આજે જણાવીએ તમને.

image source

રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે લસણનો ઉપયોગ કરો. તેને ભોજનમાં પકાવીને ખાવાને બદલે તેના નાના નાના ટુકડા કરી લેવા. તેને થોડીવાર હવામાં રહેવા દેવા. લસણમાં એંટીમાઈક્રોબિયલ તત્વ હોય છે આ તત્વ વાયરલ, બેક્ટેરીયા તેમજ ફંગસને મારે છે. લસણ ખાવાથી એંટીવાયરસ પ્રોટકશન મળે છે.

આ રીતે ખાવું લસણ

image source

લસણના નાના નાના ટુકડા કરી લેવા અને તેને ભોજન કર્યા બાદ દવાની જેમ પાણી સાથે ખાવું. લસણને ક્યારેય ચાવવું નહીં. આ રીતે લસણ ખાવાથી તેનો પુરો ફાયદો થાય છે.

લસણ નિયમિત રીતે ખાય શકાય છે પરંતુ વધુમાં વધુ 30 દિવસ સુધી જ ખાવું જોઈએ. આટલા દિવસથી વધારે લસણ ખાવું જોઈએ નહીં. આ ઉપરાંત એક સાથે વધારે માત્રામાં લસણ ખાવું નહીં. લસણ થોડું થોડું કરીને ખાવું.

image source

આદુ ખાવાની રીતે

આદુ પણ ઔષધીય ગુણોથી ભરપુર હોય છે તેનું સેવન કરવાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે. તેને નિયમિત ખાવું હોય તો આદુને બારીક ટુકડા કરી લેવા અથવા તો પીસી લેવુ. ત્યારબાદ 1 ચમચી આદુની પેસ્ટ 6 ગ્લાસ પાણીમાં ઉમેરો. આ પાણીને બરાબર ઉકાળો. જ્યારે પાણી 3 ગ્લાસ જેટલું વધે ત્યારે તેને મધ ઉમેરીને થોડું થોડું કરીને પીવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત