આટલું ધ્યાન રાખશો તો ગરમીમાં ક્યારે નહિં ફાટે હોઠ, જાણો મુલાયમ હોઠ રાખવાની આ સરળ ટિપ્સ

મિત્રો, ગુલાબી અને મુલાયમ હોઠ એ તમારા ચહેરાની સુંદરતામા ખુબ જ વધારો કરી શકે છે.જો કે, કેટલીકવાર હવામાનની અસર પણ હોઠ પર પડે છે. ગરમીની ઋતુમા શુષ્કતા અથવા હોઠ ફાટવુ એ સામાન્ય બાબત છે પરંતુ, નિરંતર સુકાતા હોઠને કારણે ઘણીવાર રક્તસ્રાવની સમસ્યા પણ શરૂ થાય છે.

ગરમીની ઋતુમા ફૂંકાયેલી ગરમ હવા પણ હોઠ ફારવા માટેનુ કારણ બને છે. આવી સ્થિતિમા તેની નિયમિત સાર-સંભાળ લેવી ખુબ જ જરૂરી છે. જેથી, આપણે આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકીએ અને હોઠ નરમાં અને મુલાયમ રહે. આ સિવાય તેમનો રંગ કાળો ના હોવો જોઈએ. આ માટે ગરમીની ઋતુમા તમારા શરીરમા પાણીની કમી ના આવે તો તે ખુબ જ લાભદાયી સાબિત થઈ શકે છે.

image source

તમે તમારા ભોજનમા પ્રવાહીનો પણ સમાવેશ કરો. આમ, કરવાથી તમારા શરીરનો ભેજ પણ જળવાઈ રહેશે અને તમારા હોઠ પણ સુકાશે નહી અને તમારા હોઠ એકદમ નરમ અને મુલાયમ રહેશે. જો તમે તમારા હોઠના ભેજને જાળવી રાખવા ઈચ્છતા હોવ તો તેના માટે રાત્રે સૂતા પહેલા તમારા હોઠ પર નાળિયેર તેલ અથવા ક્રીમ લગાવો. આ ઉપાય અજમાવવાના કારણે તમારા હોઠ ફાટશે નહિ અને તે મુલાયમ પણ બનશે.

આ સિવાય જો તમે તમારા ભોજન પર સંપૂર્ણ ધ્યાન આપો તો તે પણ તમારા હોઠને નરમ અને મુલાયમ બનાવી શકે છે. તેમા પુષ્કળ માત્રામા વિટામિન-સી અને વિટામિન-ઇ સમાવિષ્ટ હોય છે. આ ઉપરાંત લીલા પાંદડાવાળી સબ્જી અને મોસમી ફળો પણ નિયમિત ખાવા તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

આ સિવાય જો તમે તમારા શરીરની પાણીની ઉણપને દૂર કરવી હોય તો હમેંશા પૂરતુ પાણી પીવું. આ સિવાય ગરમીની ઋતુમા તાપમાનમા વૃદ્ધિ થવાને કારણે હોઠ એકદમ શુષ્ક બનવા લાગે છે. આ સ્થિતિમા જો તમે તમારા હોઠ પર મલમ લગાવો અને તમારી આંગળીની મદદથી હોઠ પર ધીમેથી મસાજ કરો તો પણ તમારા હોઠ નરમ અને મુલાયમ બની જશે.

આ સિવાય જો તમે તમારા હોઠ પર મધ, ખાંડ અને લીંબુના રસનુ મિશ્રણ તૈયાર કરીને તેને તમારા ફાટેલા હોઠ પર લગાવો તો તમારી આ હોઠ ફાટવાની સમસ્યામાંથી તમને તુરંત મુક્તિ મળશે અને તમારા હોઠની ત્વચા પણ એકદમ મુલાયમ અને આકર્ષક બનશે તો એકવાર આ ઉપાય અવશ્ય અજમાવો અને જુઓ ફરક.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત