Site icon Health Gujarat

ઘણા જાડીયા લોકોના પ્રેમમાં પાગલ છે આ રૂપાળી અને હોટ યુવતી, લોકો ભલે ન માને પણ એ જ હકીકત છે

આપણા બધાના મનમાં એવું જ છે કે દરેક છોકરીને એકદમ ફિટ છોકરા જ પસંદ હોય છે, તેમને ખુબ જ પાતળા અથવા ખુબ જાડા છોકરા બિલકુલ પસંદ નથી, પરંતુ આવું દરેક જગ્યા પર શક્ય બને એ જરૂરી નથી. 27 વર્ષની સીના કીરા ઓસ્ટ્રેલિયાની રહેવાસી છે અને તે બ્રિટિશના જોર્જ કીવુડને ખુબ પ્રેમ કરે છે. બન્ને પોતાના જીવનમાં ઘણા ખુશ છે પણ લોકોની ટિકા તેમને પરેશાન કરી રહી છે. કોઇપણ તેમના પ્રેમ પર વિશ્વાસ કરતા નથી. કારણ કે સીના ઘણી જ સુંદર છે પણ જોર્જ કીવુડનું વજન સીનાથી ડબલ કરતા પણ વધારે છે.

image source

સીના કીરા સિડનીમાં રહે છે અને તે પોતાના પતિ સાથે રહેવા માટે પોતાનો દેશ છોડીને લંડન શિફ્ટ થઇ ગઈ છે. જોકે લોકો સોશિયલ મીડિયા પર સીનાને ટ્રોલ કરી રહ્યા છે કે તે જોર્જ પાછળ ફક્ત પૈસા માટે આવી છે. સીના કીરા પ્રથમ વખત જોર્જ સામે ત્યારે આકર્ષિત થઇ હતી જ્યારે એક કોમેડી શો જોઇ રહી હતી. તેમાં જોર્જનો પણ પાર્ટ હતો. તેણી કહે છે કે જોર્જ સુંદર આંખો વાળો ભારેખમ વ્યક્તિ છે. બન્નેની પ્રથમ મુલાકાત વર્ષ 2018માં થઇ હતી.

Advertisement

હવે સીના અને જોર્જને બે વર્ષનો પુત્ર ઓલિવર પણ છે. રિપોર્ટ પ્રમાણે જ્યારે પોતાના જીવન સાથે જોડાયેલ વીડિયો ટિકટોક પર શેર કરે છે તો લોકો તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવે છે. તેમનું માનવું છે કે સીના જેવી સુંદર યુવતી એક જાડા વ્યક્તિના પ્રેમમાં પડી જ ના શકે.

રસપ્રદ વાત એ છે કે સીના જ જોર્જના પ્રેમમાં પડી હતી. તેણે જોર્જને 3 વખત એપ્રોચ કર્યું હતું. તેણે ઇંસ્ટાગ્રામ પર જોર્જને શોધ્યો અને પછી તેને મેસેજ કરવાનું શરૂ કર્યું હતું. વાતચીત શરુ થઇ તો સંબંધ રોમાંટિક થયો હતો અને સીના તેને મળવા લંડન ગઈ હતી.

Advertisement
image source

તે થોડાક દિવસો સુધી જોર્જને મળતી રહી હતી અને પોતાની સાથે 6 સપ્તાહ માટે યૂરોપ ટૂર પર ઇન્વાઇટ કર્યા હતા. તે એક સાથે સપ્તાહ સુધી રહ્યા અને પછી સીના ઓસ્ટ્રેલિયા લઇ ગઇ હતી. આખરે બન્નેએ વાતચીત પછી નિર્ણય કર્યો કે સીના પોતાના પ્રેમ માટે લંડન શિફ્ટ થઇ જશે.

સીનાના માતા-પિતાએ આ સંબંધ માટે મંજૂરી આપી અને પછી તે લંડન ગઇ હતી. લંડનમાં આવ્યાના થોડાક મહિના પછી જોર્જે સીનાને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને તેણે હા પાડી હતી. આ કપલ પોતાના પરિવાર સાથે ખુશ છે, જોકે સીના પોતાની મરજીથી આ સંબંધમાં આવી છે તેવો લોકોને વિશ્વાસ થઇ રહ્યો નથી.

Advertisement
Advertisement
Exit mobile version