Site icon Health Gujarat

ઘરે ઘરે પ્રખ્યાત ગુજરાતી અભિનેતા સિદ્ધાર્થ રાંદેરીયા નીકળ્યા મહાઠગ, જાણો શુ છે કરોડોનો સમગ્ર કાંડ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે શરમજનક ઘટના

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે એક ખૂબ જ શરમજનક ઘટના બની છે. ગુજરાતના પ્રખ્યાત કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા પણ હવે તન્વી પ્રોડક્શન – વિમલ પટેલના ગેમ શોના પ્રશ્નોના સવા કરોડમા છેતરપીંડી કરનાર ગુનેગારોમા સામેલ હોય તેવું બહાર આવ્યું છે. ખાસ ખબરના પાછલા ઘણામા અંકોમાં તન્વી પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરેલી ગુજરાતના સૌથી મોટા રિયાલિટી શોની સૌથી મોટી રિયાલિટીના પર્દાફાશ થયા પછી સવાલોના સવા કરોડના આ ગેમ શોના હોસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયાની ભૂમિકા બાબતે સવાલો ઉઠવાના શરૂ કરવામાં આવ્યા છે. આ બાબતે સિદ્ધાર્થ રાંદેરિયાના બિઝનેસ મેનેજર વિજય રાવલે તેમનો પાયા વિહોણા બચાવ કર્યો હતો પરંતુ સવાલોના સવા કરોડના આ ગેમ શો નામે સ્પર્ધકો સાથે થયેલી છેતરપીંડીમા અભિનેતા સિદ્ધાર્થ દૂધે ધોયેલા સાબિત થયા નથી.

ખુદને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અમિતાભ બચ્ચન સમજતા સિદ્ધાર્થ ખાલી પડદા પર જ હીરો છે, અસલ જિંદગીમા તેઓ પણ મોટા ઠગ છે આવા સવાલોના સવા કરોડના આ ગેમશોના સ્પર્ધકોને અનુભવ થતા તેઓએ આ ગેમ શોના આયોજક તન્વી પ્રોડક્શનના વિમલ પટેલ, સોમા પટેલ, ગગજી સુતરીયા, દિનેશ નવાડીયા, વિમલ મુંગરા, શાંતિ પટેલ અને રવિ ભાલાળા વગેરે વિરુદ્ધ આઈપીસીની કલમ ૪૦૬, ૪૨૦ હેઠળ છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી રહ્યા છે આ સાથે જ આ સવાલોના સવા કરોડ આ ગેમ શોના હોસ્ટ અભિનેતા વિરુદ્ધ આઈપીસીની કલમ ૧૧૪ હેઠળ સહઆરોપી તરીકેની ફરિયાદ પણ સ્પર્ધકો દ્વારા નોંધાવી રહ્યા છે. પહેલા સ્પર્ધકો દ્વારા આ બાબતે નોટિસ પણ આપવામા આવી હતી પરંતુ તેમને કોઈ જ સંતોષકારક જવાબ નથી મળ્યો હવે તેઓએ કાનૂની લડત પ્રારંભ કરી છે.

Advertisement
image sours

આ અભિનેતા સોશિયલ મીડિયા પર ખુલાસો કેમ ન કરી શકે? :
તન્વી પ્રોડક્શનના વિમલ પટેલે આ સવા કરોડ ગેમ શોમા ભાગ લેવા સવા વર્ષ પહેલા હજારો સ્પર્ધકો પાસેથી ૧૨૦૦-૧૨૦૦ રૂપિયા ઉઘરાવ્યા હતા અને હવે સવા વર્ષ પછી પણ આ ગેમ શો ક્યારે શરૂ થશે તેના હજી પણ કોઈ ઠેકાણા નથી. આ સવા કરોડ ગેમ શોના આયોજકો એવુ કહી રહ્યા છે કે, હોસ્ટ વિદેશ હોવાથી ગેમ શો શરૂ થઈ રહ્યો નથી. આ હોસ્ટના બિઝનેસ મેનેજર એવુ કહે છે કે, આ શોના આયોજકોને સ્પોન્સર્સ ન મળવાના લીધે ગેમ શો શરૂ થયો નથી. આ દરમિયાન સ્પર્ધકોએ એવી ઈચ્છા દર્શાવી છે કે, અભિનેતા જ્યાં હોય ત્યાંથી એક વિગતવાર વીડિયો દ્વારા તેમણે સોશિયલ મીડિયા પર આ આખા મામલે ખુલાસો કર્યો.

સ્પર્ધકો દ્વારા તેમને નોટિસ પણ આપવામાં આવેલી હતી પરંતુ અભિનેતા બહુ મોટા કલાકાર બની ગયા હોય અને ખુલાસો કરવાના ક્યાય પૈસા ન મળે તેથી તેમણે નોટિસમા આપેલા સમયગાળામા આ આખો મામલો ખુલાસો કરવાનુ ટાળી દીધું હતું. તેમના બિઝનેસ મેનેજર વિજય રાવલે પણ આ બાબતે મોઢું સીવી લીધું હતું. ખાસ નોંધનીય છે કે, અભિનેતાએ આ સવા કરોડ ગેમ શોનું માર્કેટિંગ કરીને લોકોને વિશ્વાસમા લઈને આ ગેમ શોમા ભાગ લેવા કહ્યુ હતુ. હવે જ્યારે આ ગેમ શો ક્યારે, ક્યા, કઈ રીતે અને કોના દ્વારા શરૂ કરવામાં આવશે તેની વિગત ઉપલબ્ધ ન હોય આ સવા કરોડ ગેમ શોમા ભાગ લેનારા સ્પર્ધકો આ ગેમ શોના હોસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયા અને તેમના સહિત શોનું માર્કેટિંગ કરનારી સેલિબ્રિટીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૧૧૪ અનુસાર સહઆરોપી તરીકે પોતાના પાસેના પોલીસસ્ટેશનમા ફરિયાદ નોંધાવા જઈ રહ્યા છે.

Advertisement

દાળમા કાણું નથી, પણ આખી દાળ જ કાળી હોવાનુ અભિનેતાનું મૌન જણાવે છે :  

આ સવા કરોડ ગેમ શોના હોસ્ટ આ અભિનેતા ગેમ શોના સ્પર્ધકો સાથે થયેલી ઠગાઈમા મોટો ખુલાસો કરી સત્યને ઉજાગર કરવાનુ ટાળી દીધું છે અને આખા મામલે મૌન સેવી લીધું હતું. અભિનેતાનું ભેદી મૌન સાબિત કરે છે કે, આખા મામલામા દાળમા કંઈક કાળું નથી પરંતુ આ આખી દાળ જ કાળી છે અને આ કાળી દાળમા તેમના હાથ પણ કાળા થયેલા છે!

Advertisement
image sours
Advertisement
Exit mobile version