ઘરે જ બનાવી લો આ 8 નાઈટ ક્રીમ, સ્કીનનો ગ્લો વધારવામાં કરશે તમારી મદદ

યોગ્ય ડાયટ ન લેવો અને સાથે સ્કીનની દેખભાળ ન કરવાના કારણે સ્કીન સૂકી અને બેજાન થઇ જાય છે. આ સૂકી સ્કીનને હેલ્ધી અને ગ્લોઇંગ બનાવી શકાય છે. તેના માટે ઘરમાં જ કેટલાક ઉપાયો અપનાવી શકાય છે. તેનાથી સ્કીન ચમકવા લાગે છે. આ એવા ઉપાયો છે જેને રાતે સૂતા પહેલાં કરવા જોઇએ. તો તો આજે જાણી લો 8 હોમમેડ નાઇટ ક્રીમને વિશે જેનાથી સ્કીનનો ગ્લો વધારી શકાય છે.

જાણો સ્કીનનો ગ્લો વધારવા માટેના ઉપાયોને વિશે…

સફરજન

image source

બે સફરજનના બીજ કાઢીને તેની પેસ્ટ બનાવી લો. તેમાં બે ચમચી ઓલિવ ઓઇલ મિક્સ કરીને તેને ધીમી આંચ પર ગરમ કરો, ઠંડું થાય ત્યારે તેમાં બે ચમચી ગુલાબજળ મિક્સ કરો. તેને રોજ રાતે સૂતા પહેલાં ફેસ પર લગાવો.

બદામ તેલ

image source

એક ચમચી બદામ તેલ અને બે ચમચી કોકોઆ બટર મિક્સ કરીને તેને ગરમ કરી લો. ઠંડું થાય ત્યારે તેમાં એક એક ચમચી ગુલાબજળ અને મધ મિક્સ કરો, તેને રોજ સૂતા પહેલાં ફેસ પર લગાવો.

ગ્રીન ટી

image source

એક એક ચમચી બદામ તેલ અને મધને મિક્સ કરો. ઠંડું થાય ત્યારે તેમાં એક એક ચમચી પીસેલી ગ્રીન ટી,ગુલાબજળ અને અલોવેરા જેલ મિક્સ કરો. તેને રેગ્યુલર રીતે સૂતા પહેલાં ફેસ પર લગાવો.

ઓલિવ ઓઇલ

image source

અડધા કપ ઓલિવ ઓઇલમાં બે ચમચી નારિયેળ તેલ અને એક ચમચી મધ મિક્સ કરીને ગરમ કરો. ઠંડ઼ું થાય ત્યારે તેમાં બે વિટામિન ઇની કેપ્સ્યૂલ મિક્સ કરો. તેને રેગ્યુલર રીતે રાતે સૂતા પહેલાં ફેસ પર લગાવો.

ગ્લિસરીન

એક એક ચમચી બદામ અને નારિયેળ તેલને મિક્સ કરીને ગરમ કરો, ઠંડું થાય ત્યારે તેમાં એક એક ચમચી ગ્લિસરીન અને ગુલાબજળ મિક્સ કરો. તેને રેગ્યુલર રાતે સૂતા પહેલાં ફેસ પર લગાવો.

અલોવેરા

image source

બે બે ચમચી અલોવેરા જેલ, લેવેન્ડર ઓઇલ અને ગુલાબજળને મિક્સ કરી લો. તેને રેગ્યુલર રાતે સૂતા પહેલાં ફેસ પર લગાવો.

મિલ્ક ક્રીમ

એક એક ચમચી મિલ્ક ક્રીમ, ગુલાબજળ, ઓલિવ ઓઇલ અને ગ્લિસરીન મિક્સ કરી લો. તેને રેગ્યુલર રાતે સૂતા પહેલાં ફેસ પર લગાવો.

કોકો બટર

image source

બે ચમચી કોકો બટર, એક એક ચમચી ઓલિવ ઓઇલ અને નારિયેળ તેલને મિક્સ કરીને ગરમ કરો. ઠંડું થાય એટલે તેને ફેસ પર લગાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત