જો તમે પણ દરરોજ ઘઉંની રોટલી ખાતા હોવ તો સાવધાન, નહિં તો આવી જશો આ બીમારીઓની ઝપેટમાં…

મિત્રો, વર્ષ ૧૯૫૬મા ગુજરાત રાજ્યમા જે ખોરાક ખવાતો હતો તેમા ૪૦ ટકા જેટલુ વૈવિધ્ય તમે જોઈ શકતા હતા પરંતુ, વર્ષ ૨૦૦૬મા તે સીધુ જ ૨૧ ટકા થઇ ગયુ છે. આનો અર્થ એવો થાય છે કે, ધાન્યની વિવિધતા બાબતે ગુજરાત હાલ સાવ કંગાળ બની ચુક્યુ છે અને હાલ, પ્રવર્તમાન સમયમા અહી મુખ્યત્વે ફક્ત બે જ ધાન્ય ઉપયોગમા લેવાય છે એક છે ચોખા અને બીજુ છે ઘઉં.

image soucre

હાલ, પ્રવર્તમાન સમયમા પંચાશી લાખ ટન કુલ અનાજના ઉત્પાદનની સામે પિસ્તાલીસ લાખ ટન ઘઉં અને અઢાર લાખ ટન ચોખા એમ મળીને ફક્ત પાસઠ લાખ ટન ધાન્યનુ ઉત્પાદન થાય છે. જેમા ઘઉં અને ચોખા ગુજરાતમા પચાસ ટકા જેટલા આયાત થાય છે. તેથી કૂલ અનાજમાં ઘઉંનો વપરાશ એંશી ટકા જેટલો થઇ ચુક્યો છે.

image soucre

બાકીના વીસ ટકા અનાજના વપરાશમા વીસ લાખ ટનમા ઓગણીસ લાખ ટન બાજરી, મકાઈ, જુવારનુ હોય છે. જ્યારે ફક્ત એક જ ટન નાના અનાજના ધાન્યોનુ સેવન કરવામા આવે છે. એક અંદાજ મુજબ જોવા જઈએ તો નાના અનાજનો વપરાશ હવે દસ ટકાથી વધું નથી.

image soucre

શહેરી પ્રજા તો ચોખા અને ઘઉંનો ૯૫ ટકા ખોરાક લે છે અને ૫ ટકા જ બીજા અનાજ ખાય છે. આમ, જો જોવા જઈએ તો ઘઉંનુ ઉત્પાદન અને વપરાશ એ આપણા ગુજરાત રાજ્યમા સૌથી વધું છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે, વધારે પડતુ ઘઉંનુ સેવન એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાનકારક સાબિત થઇ શકે છે તો ચાલો જાણીએ.

image soucre

જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, ઘઉંમા ચ્વીન્ગમ જેવુ ચીકાશ ધરાવતુ એક પ્રોટીન ગ્લુટેન સમાવિષ્ટ હોય છે. આ પ્રોટીન પચવામા ખુબ જ વધારે પડતુ ભારે હોય છે. જો તમે વધારે પડતુ ગ્લુટેનવાળુ ભોજન કરો છો તો ૨-૩ કલાક પછી અપચો, પેટદર્દ, કબજિયાત વગેરે જેવી અનેકવિધ પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓ તમને થઈ શકે છે. આ સિવાય પણ તમને અનેકવિધ સમસ્યાઓ થઇ શકે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ જીવલેણ સાબિત થઇ શકે છે.

image soucre

મોટાભાગના નિષ્ણાંત હાલ ઘઉંનુ સેવન ઘટાડીને બધા જ પ્રકારના ગુજરાતના પરંપરાગત ધાન્ય ખાવાનુ કહે છે. જો તમે નિરંતર ફક્ત ઘઉંનો લોટ જ ખાશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક સાબિત થશે. ત્યારે હવે ઘઉંની સાથે અન્ય નાના ધાન્ય ખાવાની પણ આદત કેળવો જેથી, તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને નીરોગી રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત