ઘૂંટણના સાંધા બદલ્યા વગર જ એક જ દિવસમાં દુખાવામાંથી રાહત મળી, જાણો આ સરળ પદ્ધતિ વિશે તમે પણ

રચનાની ર્દષ્ટિએ ઘૂંટણનો સાંધો જટીલ છે. શરીરનાં અન્ય સાંધાઓ કરતાં સૌથી વધુ કાર્યરત અને ભારવહન કરતો સાંધો છે. શરીરનાં હલન-ચલન અને ઉભા રહેવા દરમ્યાન પણ ઘૂંટણનો સાંધો ગતિ અને સ્થિતિ બંને માટે મહત્વપૂર્ણ કામ કરે છે. આજની આધુનિક શૈલીથી જીવાતા જીવનમાં ઘૂંટણનાં સાંધામાં ઘસારો અને દુઃખાવાની ફરિયાદ વધુ જોવા મળે છે. ‘

image source

સંધિવા’ તેમજ મોટી ઉંમરે ઘૂંટણમાં અસહ્ય દુખાવો થતાં મોટાભાગના લોકો ઘૂંટણની સર્જરી કરાવતાં હોય છે. ઘૂંટણનાં સાંધા ન બદલાવા માંગતી એક મહિલાએ બંને ઘૂંટણે ભૂવા પાસે કોલસાના 14 ડામ લીધા હતા. છેવટે શહેરના બે ડોક્ટરોએ મહિલાના ઘૂંટણના સાંધા બદલવાની સર્જરી વિના અદ્યતન જાપાની ‘જેનીક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન (જેએઇ)’ પદ્ધતિથી સારવારથી એક જ દિવસમાં દુખાવામાં 70થી 80 ટકા રાહત અપાવી.

image source

ભારતમાં આ પ્રકારની ટ્રીટમેન્ટ પ્રથમવાર કરાઇ હોવાનો ડોક્ટરનો દાવો છે. ઘૂંટણનો સાંધો શરીરનો સૌથી મોટો અને જટીલ જોડાણો ધરાવતો સાંધો છે. જ્યાં એકથી વધુ હાડકા જોડતા હોય તેને સાંધો (Joint) કહે છે. ઘૂંટણમાં થાયબોન, શીનબોન, ફીબ્યુલા અને નિકેપ જોડાઈ અને હલન-ચલન થઇ શકે તેવો સાંધો બને છે. ઘૂંટણનાં સાંધામાં હાડકાઓને બાંધતા સ્નાયુઓ, ટેન્ડન્સ અને સાંધામાં સ્નિગ્ધતા જળવાય તેવું સાયનોવિયલ ફલ્યુડ હોય છે.

image source

ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડો. મોહલ બેંકર અને ડો. રોઝીલ ગાંધી જણાવે છે કે, ઘાટલોડિયામાં રહેતાં 60 વર્ષીય મધુબેન ઘૂંટણના અસહ્ય દુખાવાથી પીડાતા હતા, દરેક પ્રકારની દવા અને કસરત પણ નાકામ સાબિત થઇ હતી. પરંતુ, મહિલા કોઇપણ ભોગે ઘૂંટણના સાંધા બદલાવા માંગતા ન હતા, જેથી ઘૂંટણનાં દુખાવાથી બચવા માટે મહિલા એ ગામડામાં જઇને ભૂવા પાસે બંને પગમાં ઘૂંટણનાં 14 ડામ લેવા છતાં કોઇ ફરક પડ્યો ન હતો.

image source

જેથી અમારી પાસે આવ્યાં હતા, તેમના ઘૂંટણની તપાસ અને હિસ્ટ્રી લીધા બાદ અમે જાપાનમાં વર્ષ -2014માં ડો.યોકુનોએ વિકસાવેલી અત્યાધુનિક ‘જેનીક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન (જેએઇ)’ પધ્ધતિથી સારવાર કરતાં મહિલાને ઘૂંટણના દુખાવાથી 70થી 80 ટકા મુક્તિ મળી છે. 45થી 50 મિનિટની સારવાર બાદ દર્દી તરત જ પોતાના ઘરે જઇ શકે છે.

દુખાવો હોય તે ભાગમાંથી પસાર થતી રક્તનળીની એન્જિયોગ્રાફી કરાઈ

image source

આ પદ્ધતિમાં ઘૂંટણના જે ભાગમાં દુખાવો હોય, તે ભાગમાંથી પસાર થતી રક્તનળીમાં એન્જિયોગ્રાફી કરીને તેને નાના-નાના પાર્ટીકલથી બંધ કરાય છે. ઘૂંટણના સાંધાની નળીમાંથી નીકળતા ‘સાયટોકાઇન’નું પ્રમાણ વધુ હોય તો તે ઘૂંટણની ગાદીને ઘસારો પહોંચાડે છે. જેથી નળી બંધ કરવાથી ‌‘સાયટોકાઇન’ (શરીરનું રિએક્શન) નીકળવાનું બંધ થાય છે. સારવાર બાદ દર્દીને દુખાવાની તકલીમાં 70થી 80 ટકા રાહત થાય છે.

90 વર્ષ સુધીના દર્દી સારવાર કરાવી શકે

image source

30થી 90 વર્ષની વ્યકિતમાં આ પદ્ધતિથી સારવાર શક્ય બને છે. શરીરનાં સાંધાનો દુખાવો અને રમતવીરોમાં અા પદ્ધતિ કારગર છે. પરંતુ, ધૂમ્રપાન કરતાં લોકો અને ઘૂંટણના સાંધાનો ઘસારો એડવાન્સ સ્ટેજમાં પહોંચ્યો હોય તેવા લોકોમાં આ પદ્ધતિ કામ કરતી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત