ગિલોયથી શરીરમાં થાય છે ઇમ્યુનિટી બુસ્ટ, આ 3 રીતે ખાસ કરો ઉપયોગ

ગિલોય રોગપ્રતિકારક શક્તિમાં વધારો તો કરે છે,પરંતુ તે શરીર માટે પણ ખૂબ ફાયદાકારક છે કારણ કે ગિલોય એન્ટીઓકિસડન્ટથી ભરપૂર છે,જે ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને તમારા કોષોને સ્વસ્થ રાખવા માટે કામ કરે છે.

કોરોનાના સમયમાં લોકો માત્ર એક જ વસ્તુ પર ધ્યાન આપે છે,કે તેઓએ પોતાની રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારવી જોઈએ,કારણ કે કોરોનથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવી જ મુખ્ય છે.જેથી અત્યાર સુધીમાં લોકોએ કુદરતી અને કુત્રિમ બધા જ ઉપાયો અનુસરી લીધા છે.તો પણ કોરોના દિવસેને દિવસે વધે જ છે,

image source

પરંતુ આ બધા પગલાઓની વચ્ચે,એક ઔષધિ કે જેણે કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું તે ગિલોય છે.ગિલોય એક આયુર્વેદિક ઔષધિ છે જેનો આયુર્વેદિક ઉપચારમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે અને તેને ઘણીવાર અમરત્વનો મૂળ પણ કહેવામાં આવે છે.ગિલોય શરીરમાં અનેક રોગોને વિકસિત થતો અટકાવવા પણ સક્ષમ છે.ઉકાળો સિવાય તમે ગિલોયને તમારા આહારમાં અન્ય ઘણી રીતે શામેલ કરી શકો છો અને તેનો લાભ લઈ શકો છો.તો ચાલો જાણીએ ગિલોય ખાવાની તે અસરકારક રીતો વિશે.

ગિલોયની ચટણી કબજિયાત અને ગેસની સમસ્યા દૂર કરવામાં ખુબ જ ફાયદાકારક છે.

image source

ગિલોય પાચનમાં સુધારવામાં મદદગાર છે.તે કબજિયાત,પેટનું ફૂલવું,એસિડિટી અને ગેસ જેવી સમસ્યા દૂર કરે છે.ગિલોય નબળા પાચનતંત્રવાળા લોકો માટે અમૃત છે.જો તમને ગેસની નિયમિત સમસ્યા હોય અથવા તમે ડાયાબિટીસના દર્દી છો,તો તમારે ગિલોયનું સેવન કરવું જોઈએ.તમે ગિલોયને ખાટી-મીઠી ચટણી તરીકે પણ ખાઈ શકો છો.તે બનાવવી ખુબ જ સરળ છે,તો ચાલો તમને જણાવીએ કે ગિલોયની ખાટી-મીઠી ચટણી કેવી રીતે બનાવવી.

image source

-3 થી 5 ટામેટાં અને ગિલોયના 2 પાંદડા એક સાથે ગ્રાઇન્ડ કરો.

-કડાઈમાં થોડું તેલ નાંખો અને તેને ગરમ થવા દો

-ગરમ તેલમાં થોડી લીમડાના પાન,તજ અને સરસવ નાંખો

-ત્યારબાદ તેમાં ગ્રાઈન્ડ કરેલી ટમેટા અને ગિલોયની પેસ્ટ નાખો.

-ત્યારબાદ થોડો લાલ મરચાનો પાઉડર,હળદર પાવડર,ગોળ અને મીઠું નાખો

image source

-છેલ્લે તેમાં થોડું પાણી ઉમેરીને તેને ઉકળવા દો

-આ ગ્રેવી થોડી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો અને તેને થોડું ઠંડુ થવા દો.હવે તમારી ગિલોયની ચટણી તૈયાર છે.

દહીંમાં ગિલોય પાવડર કોલેસ્ટરોલને નિયંત્રણમાં રાખવામાં અસરકારક છે

ગિલોય ઝેર દૂર કરીને લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે.આ સિવાય તે અન્ય રોગ પેદા કરનારા બેક્ટેરિયા સાથે પણ લડે છે.તે ખાસ કરીને નબળા લીવરવાળા લોકો માટે પણ સહાયક છે અને સ્વાદુપિંડ સાથે સંકળાયેલ રોગ સામે લાદવામાં મદદ કરે છે.તેવી જ રીતે ગિલોય બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે ખૂબ ફાયદાકારક છે. ખરેખર,બ્લડ પ્રેશરને અંકુશમાં રાખવા માટે શરીરમાં હાઈ કોલેસ્ટરોલને નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેમાં ગિલોય ખૂબ જ સારું સાબિત થાય છે.તમે ગિલોયને બપોરે અથવા રાત્રિના ભોજનમાં દહીં સાથે મિક્સ કરીને પણ ખાઈ શકો છો.

image source

-ગિલોયને ક્રશ કરી તેનો પાવડર બનાવો.

– ત્યારબાદ દહીંના વાટકામાં આ પાવડર નાખી,બંનેને સારી રીતે મિક્સ કરી લો.

-ત્યારબાદ તેમાં કાળા મીઠું નાખો તેને બરાબર મિકસ કરી લો.

-હવે જમ્યા પછી આ દહીં ખાઈ લો

ગિલોય ટોનિક તમારા તાણને દૂર કરે છે

image source

ગિલોય માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.તે માનસિક તાણ ઘટાડવામાં મદદ કરે છે અને તમારી યાદશક્તિમાં વધારો કરે છે.ઉપરાંત તે તમારા મગજને શાંત કરે છે અને અન્ય ઔષધિ સાથે જોડીને એક અદ્ભુત આરોગ્ય ટોનિક બનાવે છે.ગિલોયનું આ ટોનિક સારી રીતે ઊંઘ લાવવામાં મદદ કરે છે.આ ટોનિક બનાવવા માટે ખૂબ જ સરળ છે.

-8 થી 10 ગિલોયના પાંદડા,2 ચમચી ગુલાબજળ અને 2 ચમચી મધ લો

-ગિલોયના પાંદડાને પીસીને બારીક પેસ્ટ બનાવો અને તેમાં મધ અને ગુલાબજળ મિક્સ કરો

-હવે દરરોજ સૂતા પહેલા એક ચમચીનું સેવન કરો અને ત્યારબાદ નવશેકું પાણી પીવો.

image source

ગિલોયનો આ રીતે ઉપયોગ કરવાથી તમારા શરીરને અનેક રોગોથી બચાવી શકાય છે.આ ત્રણ બાબતો તમારા શારીરિક સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ,પરંતુ તે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.તેથી જો તમે ગિલોયથી બનેલી આ ચીજો હજી અજમાવી નથી,તો એક વાર જરૂરથી પ્રયાસ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત