રોજ પીઓ હળદર અને આદુ વાળુ પાણી, શરીરને રાખશે હંમેશા નીરોગી…

સવારે હળદર વાળુ પાણી રોજ ખાલી પેટ અથવા લીંબુ પાણી પીવાના ફાયદા તો તમે કદાચ જાણતા જ હશો, પણ શું તમે જાણો છો કે તે પાણી અથવા તો લીંબુ પાણીમાં થોડી હળદર નાખીને પીવાના પણ ઘણાં ફાયદા છે.તે સિવાય તમે હળદર વાળું દૂઘ પીવાથી પણ ઘણા ફાયદા થાય છે. હળદર અને દૂધ, સ્વાસ્થ્ય માટે આ બન્ને ફાયદાકારક છે. હળદર વાળું દૂધ દવાનું કામ કરે છે અને ઘણી બીમારીઓને દૂર ભગાવે છે.

image source

આદૂ અને હળદર ખૂબ જ લાભકારી છે. જેમાં એન્ટી બેક્ટેરયલ ગુણ હોય છે. સાથે જ કર્કુમિન એક એન્ટી ફંગત તત્વ છે. તેનું એક સાથે સેવન તમારા માટે ઘણા સંક્રમણથી લડવામાં મદદ કરે છે. અને તેનાથી બચાવ કરે છે.તે આદુ પણ બહુ ગુણકારી છે.
આ ઉપરાંત આદુનું સેવન કરવાથી અનેક બીમારીઓ દૂર ભાગે છે. તે હેલ્થ ટિશ્યૂને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. આદુંને ઘણી રીતે ખાઈ શકાય છે પણ ચામાં તેનો ઉપયોગ વધારે ફાયદાકારી હોય છે. પણ આદુંની ચાની સાથે-સાથે આદુંનું પાણી પણ સ્વાસ્થય માટે લાભકારી હોય છે.

-હ્યદય માટે ગુણકારી

image source

હળદર અને આદુ તમારા હ્યદયને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સાથે જ તે સારા કોલેસ્ટ્રોલના સ્તરને વધારે છે. તેનાથી ધમનીઓ સ્વસ્થ રહે છે અને હ્યદય સુધી રક્ત સંચાર સારો રહે છે. હળદર વાળું પાણી લોહીને જાડું થવાથી બચાવે છે, આના કારણે હાર્ટ અટેકની શક્યતાઓ પણ ઘણી ઓછી થઈ જાય છે. હળદરમાં મળતું મુખ્ય તત્વ કર્કુમિન ઉંમર વધારવામાં મદદ કરે છે. માખીઓ પર કરાયેલી શોધમાં જાણવા મળ્યું કે કર્કુમિન ઉમર વધારવામાં મદદરૂપ છે.

-પેટની બીમારીને કરે છે દૂર

image source

ડાયેરીયા, ખરાબ પેટ, પેટ સાથે જોડાયેલી સમસ્યાઓમાં આદુ અને હળદર ખૂબ લાભદાયી છે. આ તમારા પાચન તંત્રને મજબૂત કરે છે. આ માટે રોજ હળદર અને આદૂની ચાનું એક કપ સેવન કરો.આદુનું પાણી શરીરમાં ડાઈજેસ્ટિવ જ્યૂસને વધારે છે. તેના સેવનથી પાચન ક્રિયામાં સુધાર આવે છે.

-વજન ઘટાડવામાં ફાયદાકારક

image source

ગરમ દૂધની સાથે હળદર પીવાથી શરીરમાં જામા થયેલું ફેટ ઘટે છે. તેની સાથે કેલ્શિયમ અને મિનરલ્સ કુદરતી રીતે વેટ લોટ કરવામાં મદદરૂપ થાય છે. વજન જલદી ઉતારવું હોય તો સ્કિમ્ડ મિલ્કમાં હળદાર નાખી પીઓ. તેમજ આદુંના પાણીથી શરીરમાં મેટાબાલ્જિમ ઠીક રહે છે. તે રોજ પીવાથી શરીરનો વધારાનો ફેટ ખત્મ થઈ જાય છે.

-સારી ઉંઘ, તેમજ લોહી અને લિવરની તકલીફ

image source

હળદરમાં એમીનો એસિડ હોય છે. માટે દૂધની સાથે તેને પીવાથી સારી અને મીઠી ઉંઘ આવે છે. અનિંદ્રાની સમસ્યા હોય તો ઉંઘવાના અડધા કલાક પહેલા ગરમ દૂધની સાથે હળદરનું સેવન કરવું. આયુર્વેદમાં હળદર વાળા દૂધનો ઉપયોગ શરીરની સફાઈ માટે કરવામાં આવે છે. તે લોહીમાંથી ટોક્સિન દૂર કરે છે અને લિવરને સાફ કરે છે. પેટ સાથે જોડાયેલી સમસ્યાઓમાં આરામ મળે છે. આયુર્વેદમાં હળદર વાળા દૂધનો ઉપયોગ શરીરની સફાઈ માટે કરવામાં આવે છે. તે લોહીમાંથી ટોક્સિન દૂર કરે છે અને લિવરને સાફ કરે છે. પેટ સાથે જોડાયેલી સમસ્યાઓમાં આરામ મળે છે.

-પીરિયડ્સમાં આરામ

image source

હળદર વાળું દૂધ પીવાથી પીરિયડ્સમાં થનારા ક્રેમ્પ્સમાં રાહત મળે છે અને માંસપેશિઓમાં થનારા દર્દમાંથી છૂટકારો મળે છે. તે સિવાય દૂધમાં સારા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે અને હળદરમાં એન્ટિઓક્સીડેન્ટ્સ હોય છે માટે તેનું સેવન કરવાથી હડકાં મજબૂત થાય છે અને શરીરની ઈમ્યુનિટી સિસ્ટમ સારી રહે છે.

-ત્વચાને રાખે છે સ્વચ્છ

image source

હળદર અને આદુનું પાણી ત્વચા સંબંધીએ રોગોને દૂર રાખે છે. આદુંનું પાણી પીવાથી લોહી સાફ થાય છે અને સ્કિન ગ્લો કરે છે. આ પિંપલ્સ અને સ્કિન ઈંફેકશનના ખતરાને પણ દૂર કરે છે. હળદર વાળા પાણીમાં મધ અને લીંબુ મિક્સ કરીને પીવાથી શરીરમાં રહેલા ઝેરી કણો નીકળી જાય છે અને તેનાથી શરીર પર વધતી ઉંમરની અસર ઓછી વર્તાય છે. હળદરમાં રહેલા રેડિકલ્સ સ્વાસ્થ્ય અને સુંદરતા માટે લાભકારક છે.

-હળદર અને આદુની ચા

image source

ઊંઘ અને થાકને દૂર કરવા માટે મોટાભાગના લોકો ચા પતા હોય છે. તેમજ સૌથી વધારે ચા ઓફિસમાં પીવાતી હોય છે. પરંતુ વધારે પડતી ચા પીવાથી ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. તેની જગ્યાએ તમે હળદર અને આદુ વાળી ચા પી શકો છો. તે તમારા માટે એકદમ બેસ્ટ ઓપ્શન છે.
તમેજ તેમાં કેલરી પણ બહુ ઓછી હોય છે જેથી વજન વધવાનો ડર નથી રહેતો. તેને બનાવવા માટે એક પેનમાં પાણી લઈને તેને ઉકાલો. આ પાણીને ઉકાળ્યા બાદ તેમાં હળદર, આદુ, ખાંડ મિક્સ કરી લો. ધીમી આંચ પર 10 મિનિટ સુધી ઉકળવા દો. હવે તેને ગાળીને તેમાં થોડું મધ મિક્સ કરીને પીવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત