જાણી લો તમે પણ લીલી ડુંગળી ખાવાથી હેલ્થે થતા આ અઢળક ફાયદાઓ વિશે

લીલી ડુંગળી.

લીલી ડુંગળીના સેવન કરવાથી મોંમાં આવનાર દુર્ગંધ વિષે વિચારીને જો આપ લીલી ડુંગળીના સેવન કરવાથી પરેજી કરો છો તો આજે અમે આપને આવી કે ત્લીક મહત્વપૂર્ણ જાણકારી આપીશું કે આપ પોતાના આહારમાં લીલી ડુંગળીને સામેલ કરવાનું જરૂરથી વિચારશો. ખરેખરમાં,

image source

લીલી ડુંગળીમાં કેટલાક ખાસ પોષક તત્વોથી ભરપુર હોય છે જે આપણને સામાન્ય શરદી થી લઈને કેન્સર જેવી ઘાતક બીમારી માટે પણ લાભકારક થઈ શકે છે આના સિવાય, લીલી ડુંગળીનું સેવન કરવાથી અન્ય પણ કેટલીક શારીરિક તકલીફોથી આપને છુટકારો અપાવવામાં મદદ કરી શકે છે, જેના વિષે આજે અમે આપને આ લેખ દ્વારા જણાવીશું. હવે જાણીશું લીલી ડુંગળીના સેવન કરવાથી થતા ફાયદાઓ વિષે…

-બ્લડ પ્રેશર :

image source

લીલી ડુંગળીનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લાવવામાં મદદ કરી શકે છે. બ્લડ પ્રેશરમાં ઘટાડો કરવા માટે પોટેશિયમ એક જરૂરી પોષક તત્વો માંથી એક પોષક તત્વ છે. લીલી ડુંગળીમાં પોટેશિયમ ભરપુર પ્રમાણમાં મળી આવે છે જે આપણા શરીરમાં સોડિયમના પ્રમાણને ઘટાડવાનું કામ કરી શકે છે. સોડીયમ બ્લડ પ્રેશરને વધારનાર કારકો માંથી એક કારક હોય છે. એટલા માટે લીલી ડુંગળીમાં રહેલ પોટેશિયમ શરીરના હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લાવવાનું કામ કરી શકે છે.

-હ્રદય માટે :

image source

એક વૈજ્ઞાનિક શોધમાં મળી આવ્યું છે કે, ફાઈબર યુક્ત ખાદ્યપદાર્થોનું સેવન કરવાથી શરીરના કુલ સીરમ અને લો ડેન્સીટી લીપીડ કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે, જે હ્રદયના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવી શકે છે. લીલી ડુંગળીમાં ભરપુર પ્રમાણમાં ફાઈબર હોવાના કારણે લીલી ડુંગળીનું સેવન કરવાથી આપના હ્રદયનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે.

-કેંસર :

image source

કેંસરની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લીલી ડુંગળીનો ઉપયોગ કરવામાં આવી શકે છે. લીલી ડુંગળીનું સેવન કરવાથી શરીરમાં વિકસિત થતા કેંસર સેલ્સના વિકાસને અટકાવી શકે છે. લીલી ડુંગળીમાં એંટી કેંસર ગુણ મળી આવે છે, જે શરીરના કેંસર સામે લડવાનું કામ કરી શકે છે. લીલી ડુંગળીનું સેવન કરવાથી તેની અસર ખાસ કરીને કોલન કેંસરને શરીરથી દુર રાખવાનું કામ કરી શકે છે.

-ડાયાબીટીસ :

image source

ડાયાબીટીસ થવાનું મુખ્ય કારણ લોહીમાં સુગરના પ્રમાણનું વધી જવાનું હોય છે લીલી ડુંગળીના સેવન કરવાથી લોહીમાં ગ્લુકોઝને નિયંત્રિત કરી શકાય છે. ખરેખરમાં, એક શોધના પરિણામ મુજબ, લીલી ડુંગળીનો અર્ક બ્લડ સુગરને ઘટાડવાનું કામ કરી શકે છે. લીલી ડુંગળી ડાયાબીટીસ માટે સીધી રીતે કેવી રીતે કામ કરે છે તેની પર હજી વધારે શોધ કરવામાં આવી રહી છે.

-આંખો માટે :

image source

આંખોને સંબંધિત સમસ્યા માટે અને આંખોના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે લીલા શાકભાજી અને ફળ ખુબ ઉપયોગી માનવામાં આવે છે. આ લીલા શાકભાજીમાં લીલી ડુંગળીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આંખોના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે વિટામીન એ, વિટામીન સી, વિટામીન ઈ, વિટામીન કે અને વિટામીન બી મુખ્ય ભૂમિકા નિભાવે છે. આંખોના સ્વાસ્થ્ય માટે જરૂરી બધા જ વિટામીન્સ લીલી ડુંગળીમાં ભરપુર પ્રમાણમાં મળી આવે છે.

-હાડકાઓ માટે :

image source

લીલી ડુંગળીના નિયમિત રીતે સેવન કરવાથી શરીરના હાડકાઓનું સ્વાસ્થ્યમાં સુધારો કરી શકાય છે. ખરેખરમાં, લીલી ડુંગળીમાં કેટલાક ખાસ પ્રકારના યૌગિક મળી આવે છે જે શરીરના હાડકાઓને નુકસાન થવાથી બચાવવાનું કામ કરે છે. આ સાથે જ જે વ્યક્તિઓના શરીરના હાડકામાં નબળાઈ જણાતી હોય તેવા લોકોએ પોતાના હાડકાને મજબુતાઈ આપવા માટે લીલી ડુંગળીનું સેવન કરવાથી તેમના હાડકાને મજબુત કરવામાં યોગદાન આપી શકે છે.

-શરદી :

image source

પ્રાચીન કાળથી જ કેટલાક છોડોનો ઉપયોગ તાવ અને શરદીની તકલીફમાં હર્બલ દવાઓ તરીકે ઉપયોગ કરવામાં આવતા રહ્યા છે. આ હર્બલ દવાઓમાં લીલી ડુંગળીને પણ સામેલ કરવામાં આવી છે. એટલા માટે એવું માનવામાં આવે છે કે, લીલી ડુંગળીનું સેવન કરવાથી શરદીથી રાહત મેળવવામાં મદદ કરી શકે છે.

-અસ્થમા :

image source

અસ્થમાની તકલીફ ધરાવતા લોકોને જલ્દી જ શ્વાસ ચઢવા લાગે છે. આવામાં લીલી ડુંગળીનું સેવન કરવાથી અસ્થમાની તકલીફમાં રાહત મેળવી શકાય છે. ખરેખરમાં અસ્થમાને દુર કરવા માટે એંટી ઇન્ફલેમેટરી ગુણ મદદગાર સાબિત થઈ શકે છે. અસ્થમાથી પીડાઈ રહલ લોકો માટે એંટી ઇન્ફ્લેમેટરી ગુણ ધરાવતા ખાદ્યપદાર્થઓનું વધુ સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. લીલી ડુંગળીમાં ભરપુર પ્રમાણમાં એંટી ઇન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે. એટલા માટે એવું પણ કહી શકાય છે કે, લીલી ડુંગળીનું સેવન કરવું અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક થઈ શકે છે.

-સંધિવા :

image source

સંધિવાની તકલીફ માટે લીલી ડુંગળીનો ઉપયોગ કરવો ફાયદાકારક થઈ શકે છે. શરીરના સંધિવાને દુર કરવા માટે એંટી ઇન્ફ્લેમેટરી ગુણ ખુબ ફાયદાકારક હોય છે. લીલી ડુંગળીમાં એંટી ઇન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે. એટલા માટે એવું માની શકાય છે કે, લીલી ડુંગળીનું સેવન કરવું સંધિવાની તકલીફમાં લાભ પહોચાડવાનું કામ કરી શકે છે.

-ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ડીસઓર્ડર :

image source

જયારે પણ પેટને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યાના ઉપચાર કરવાનો ઉલ્લેખ કરવામાં આવે છે તો સૌથી મહત્વનું પોષક તત્વ ફાઈબરને માનવામાં આવે છે. ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલની સમસ્યાને પણ દુર કરવા માટે લીલી ડુંગળીનો ઉપયોગ કરવો લાભકારક સાબિત થઈ શકે છે કેમ કે, લીલી ડુંગળીમાં ભરપુર પ્રમાણમાં ફાઈબર મળી આવે છે. ફાઈબર પાચન શક્તિને વધારવાની સાથે સાથે કબ્જ જેવી અન્ય કેટલીક પેટને લગતી સમસ્યાને દુર કરવાનું કામ કરી શકે છે. એટલા માટે લીલી ડુંગળીનું સેવન કરવું ફાયદાકારક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત