ગ્રીન ટી થી વજનમાં ઘટાડો થાય છે એતો જાણો છો પણ શું તમે તેના બીજા ઉપયોગ જાણો છો?

જેમ કે આપણે જાણીએ છીએ કે આજકાલની આ ભાગદોડ ભરેલી જિંદગીમાં પોતાના શરીરનું ધ્યાન રાખવું ખૂબ મુશ્કેલ થઈ ગયું છે. આજે દરેક પોતાનું શરીર બગડી રહ્યા છે પછી તે જંક ફૂડ ખાયને જે પછી આળસપણાં લાવીને.

image source

ઘણા લોકો એવા હોય છે જે જાડાપણાંથી હેરાન થઈ રહ્યા છે. પછી ભલે તેઓ દિવસમાં એક જ વાર જમતા હોય કે ચાર વાર તેઓના જાડાપણાં માં કોઈ ફરક પડતો નથી. ખરેખર તે શરીર ની વધારાની ચરબી હોય છે જે વધી જાય છે અને શરીર જાડું થઈ જાય છે. આ ચરબી ઘણી રીતે થઈ શકે છે જેમકે વધારે ચોખા વાળી વસ્તુ ખાવા થી કે પછી વધારે તેલવાળું ખાવાથી કે પછી બેમતલબનું બહારનો ખોરાક ખાવાથી જેવા કે બર્ગર, સેન્ડવીચ વગેરે. આ જાડાપણાં ને કારણે લોકો ખૂબ હેરાન થાય છે પણ કઈજ કરી શકતા નથી. એટલે તેનો એક ઈલાજ છે ગ્રીન ટી. જી હા તમે બધાએ સાંભળીયું જ હશે કે ગ્રીન ટી પીવાવાળા લોકો હમેશા ફિટ અને તંદુરસ્ત રહે છે.

ગ્રીન ટી ના ફાયદા:

image source

એવું એટલા માટે થાય છે કારણકે ગ્રીન ટીમાં ખાસ પ્રકારના તત્વો રહેલા હોય છે. જે જાડાપણાં ને જડમૂળથી ખતમ કરી દે છે. ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન c ભરપૂર માત્રામાં હોય છે. ગ્રીન ટી ફક્ત જાડાપણાં ને જ નહીં પણ ગ્રીન ટી ના પત્તા હોય છે તેમાં એટલી શક્તિ હોય છે કે કોઈપણ બીમારીનો સામનો કરી શકે છે. એટલે જ જોવા મળે છે કે ગ્રીન ટી પીવાવાળા લોકો ઓછા બીમાર પડે છે. ગ્રીન ટી નો એક ખૂબ સારો ફાયદો છે તે પેટની પાચન ક્ષમતા વધારે છે.

image source

ગ્રીન ટી પીવાનું આપને એટલા માટે કહીએ છીએ જો તમે જિંદગીમાં થોડા એક્ટિવ રહો અને ગ્રીન ટીનું સેવન રોજ કરવાથી ફરી આપને વ્યાયામ કરવાની પણ બિલકુલ જરૂર નહીં પડે. ગ્રીન ટીનો એક કપ તમારા માટે બધું જ કરી દેશે બસ આપને ફક્ત આળસપણું છોડવાની જરૂર છે. તો આ સાથે જ હવે આગળ વધીએ ગ્રીન ટી બનાવવાની વિધિ જાણીશું.

ગ્રીન ટી બે પ્રકારની આવે છે. એક આવે છે પત્તીઓ વાળી અને બીજી ટી બેગ ના રૂપમાં આવે છે. જેમાં એક થેલીમાં ચાય પત્તી ભરેલી હોય છે અને તેને ફક્ત પાણીમાં ડૂબડવાની હોય છે. ભારતમાં ગ્રીન ટીની ઘણી સારી સારી બ્રાન્ડસ ઉપલબ્ધ છે. જેમાની એક જાણીતી બ્રાન્ડ વિશે જણાવીશું

image source

ઓર્ગેનિક ઇન્ડિયા જે માત્ર ૨૦૦₹ સુધી આપને ટી બેગ્સ ઉપલબ્ધ કરાવે છે. આ ગ્રીન ટી બેગ્સ ઓર્ગેનિક ઇન્ડિયાવાળી બ્રાન્ડ આપને એમેજોન વગેરે પર સરળતાથી મળી જશે. તમે ઇચ્છો તો નજીકના જનરલ સ્ટોર પર પૂછતાછ કરીને ખરીદી શકો છો. આ બ્રાન્ડમાં આપને અલગ અલગ ફ્લેવર પણ મળી જશે જેવી કે જીંજર ગ્રીન ટી, લેમન ગ્રીન ટી, અને તુલસી ગ્રીન ટી વગેરે. તો આ સાથે જ આગળ વધીએ.

૧. જો તમે ગ્રીન ટી પત્તીવાળી બનાવો છો તો તેમાં સૌથી પહેલા એક કપ ટી અનુસાર પાણી ઉકાળવું અને પછી અડધી ચમચી ગ્રીન ટીની પત્તી તેમાં ઉમેરવી અને સારી રીતે મિક્સ કરવી પાણીને પત્તીઓ સાથે એમ જ ૨ મિનિટ સુધી ઉકળવા દેવી. ત્યારબાદ ગ્રીન ટી ઊકળી જાય ત્યારે તેને ગરણી થી ગાળી લેવી. કપ માં લઈને તેની મજા માણી શકો છો.

image source

૨. ગ્રીન ટી બનાવવાની બીજી રીત આ રીત ટી બેગવાળી હોવાથી ખૂબ સરળ છે. આમાં આપને ફક્ત પાણી ઉકાળવાનું છે અને કપમાં પાણી લઈને( એક કપ ચા જેટલું) તેમાં ગ્રીન ટી બેગ ડુબાડવી અને સારી રીતે મિક્સ કરવી , આમ કરવાથી ગ્રીન ટી થોડીક જ વાર માં તૈયાર થઈ જશે અને તેને પી શકો છો.

આમ તો ગ્રીન ટી પીવાવાળા ૯૦% લોકોનું જાડાપણું ખતમ થઈ જાય છે. જો તમારી સાથે આમ ના થાય તો તમારે ઉદાસ થવાની જરૂર નથી અને થોડી કસરતની સાથે ગ્રીન ટી ફરી શરૂ કરી દેવી. ગ્રીન ટી નું પરિણામ ધીરે ધીરે દેખાવા લાગશે એટલા માટે થોડી ધીરજ રાખવી જરૂરી છે. બીજી એક જરૂરી વાત તમારે ગ્રીન ટી હમેશા સવારે નાસ્તા પેહલા પીવી ભૂખ્યા પેટે ગ્રીન ટી પીવી ના કે સાથે કઈ ખાયને ભૂખ્યા પેટે પીવાથી જાડાપણું જલ્દી દુર થાય છે. આ સાથે જ તમે રાતે સુતા પેહલા ગ્રીન ટી પીવાથી આનો ફાયદા ખૂબ જલ્દી દેખાય છે.

image source

ગ્રીન ટીમાં કેફીન ની માત્રા ખૂબ વધારે હોવાથી એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જરૂર કરતાં વધારે ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ નહીં. જો યોગ્ય માત્રામાં ગ્રીન ટી પીવામાં આવે તો ખૂબ ફાયદેમંદ રહે છે નહીતો વધારે માત્રા આપને નુકસાન પહોંચાડી શકે છે. ગ્રીન ટી બાળકો માટે યોગ્ય નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત