શું ગુજરાત બોર્ડ પણ CBSE બોર્ડની જેમ અભ્યાસ ક્રમ ઘટાડી શકે છે ?

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત બોર્ડ અભ્યાસ ક્રમ ઘટાડે તેવી તમામ શક્યતા: સુત્રોના જણાવ્યા પ્રમાણે

બોર્ડને પરીક્ષાના સમય પત્રક પહેલા જ પેપરની બ્લ્યુ પ્રિન્ટ ફરજીયાત રજુ કરવાની હોવાથી નિર્ણય લેવો જરૂરી

શું ગુજરાત બોર્ડ સીબીએસઈને અનુસરશે કે કોઈ અલગ નિર્ણય કરશે.

કોરોનોના કપરા કાળમાં વિદ્યાર્થીઓ માટે હંમેશા રોજ બરોજ નવા નવા નિર્ણયો લેવાય છે એમાં તેમને આગામી પરીક્ષા ને હવે ખૂબ ઓછો સમય છે ત્યારે બોર્ડે એ નકકી કરવું જ રહ્યું કે પરીક્ષામાં સંપુર્ણ અભ્યાસક્રમ રાખવો કે અમુક ટકા છુટ આપવી.

અહીં એ નોંધવું જરુરી છે કે ગત પરીક્ષામાં બોર્ડે કેન્દ્રીય બોર્ડના નિર્ણયને અનુસરી 30 ટકા અભ્યાસક્રમ ઘટાડ્યો હતો તો આ વખત પણ શું તે એવું જ કરશે કે કોઈ અન્ય નિર્ણય લેવાશે. જો કે કેન્દ્રીય બોર્ડેતો આ વખત પણ તેમના જુના નિર્ણયનું અનુલરણ કર્યુ છે અને 30 ટકા છુટ આપી છે.ધોરણ 10 અને 12ની પરીક્ષા શૈક્ષણિક સમયગાળા મુજબ માર્ચ 2022માં યોજાવાની છે જેની તૈયારીના ભાગ રુપે શિક્ષણ વિભાગે થોડા સમયમાં નિયમ મુજબ પ્રશ્નપત્રની બ્લુ-પ્રિન્ટ રજુ કરવી જરુરી છે. આ બ્લુ-પ્રિન્ટ કે નમુના પેપરને રજૂ કરતા પહેલા અભ્યાસક્રમ સંપુર્ણ રાખવો કે કેટલો ઘટાડવો તે નક્કી કરવું જરુરી છે.

Image source

સુત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે પણ ગુજરાત સીબીએસઈની માફક અને ગત પરીક્ષાની જેમ જ 70 ટકા અભ્યાસ ક્રમ જ રાખશે. આમ, 30 ટકા અભ્યાસક્રમમાં ઘટાડો કરશે.

હાલ 50 ટકાની સંખ્યા સાથે અભ્યાસ ક્રમ ચાલુ છે આમ છતાં વિદ્યાર્થીઓ હજુ પણ મોટી સંખ્યામાં ગેરહાજર રહેતા જોવા મળી રહ્યા છે. એવામાં સરકારના આ નિર્ણયની તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો રાહ જોઈ રહ્યા છે.

સરકાર તથા શિક્ષણ બોર્ડ માટે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ પરીક્ષાનું આયોજન કરવું સહેલું નથી. કોરોનાની ત્રીજી લહેરને અવગણીને નિર્ણય લેવા શક્ય નથી. હવે જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં શિક્ષણ બોર્ડ શું નિર્ણય કરશે ?