ગૃહ વિભાગ દ્વારા પોલીસમાં 10 પાસ માટે ભરતી તથા દોડના નવા નિયમોની જાણકારી.

જિલ્લાઓ તથા મહાનગરોમાં 6572 હોમગાર્ડની જગ્યાઓ ભરવાના ગૃહ વિભાગના આદેશ

શૈક્ષણિક લાયકાત 10 પાસ રહેશે

18 થી 50 વર્ષ સુધીના યોગ્યતા ધરાવનાર ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે.

છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતના સમાચાર પત્રો તથા ચેનલોમાં પોલીસ વિભાગની ભરતીના કોઈ ને કોઈ સમાચારો આવતા જોવા મળી રહ્યા છે. એવામાં ગૃહ વિભાગે ફરી હોમગાર્ડમાં ખાલી રહેલી જગ્યાઓને ભરવાના આદેશ આપ્યા છે. જે તે જીલ્લા તથા મહાનગરોમાં કુલ મળીને 6572 જગ્યાઓ માટે આગામી દિવસોમાં ભરતી પ્રક્રીયા હાથ ધરાશે. જેમાં ધોરણ 10 પાસ તથા 18 થી 50 વર્ષની વય ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે.

                                                                                             image source

આ જગ્યા માટે વેતન સ્વરુપે રોજના 300 રૂ. છે. આ ઉપરાંત દૈનિક 4 રૂ. પેટે ગણવેશ ધોવાના ચુકવાય છે. આ પદ કે જગ્યા એ સરકારના કાયમી કર્મચારી સ્વરુપે નહી પરંતુ હંગામી કે કોન્ટ્રાકટ આધારિત છે.

ભરતી પ્રકીયામાં પુરુષ અને મહિલા ઉમેદવારોને અનુક્રમે 1600 મીટર 9 મિનીટમાં તથા 800 મીટર 5.20 મિનિટમાં દોડ પાસ કરવી જરુરી છે. આ દોડ સમગ્ર પ્રકીયાના 75 ટકા ગુણ માટે છે. શારીરિક ક્ષમતામાં પુરુષ ઉમેદવારોને 75 સેમી. છાતી તથા 5 સેમી ફુલાવેલી છાતી જરુરી માપદંડ છે.

આ સિવાય કુલ 21,000 જેટલી LRD, TRB વગેરે માટે જગ્યાઓ ભરાવાશો તેવી માહિતી ગૃહ વિભાગે આપી હતી.

ગૃહ વિભાગ ભરતી પ્રકીયામાં દોડમાં પાસ થયેલ દરેક ઉમેદવારોને આગળની પરીક્ષામાં બેસવા દેવાશે તેવા નવા નિયમની પણ જાહેરાત કરી હતી. આ નિયમ આવતા હવે 25 મિનિયમાં દોડ પૂર્ણ કરનાર દરેક પુરૂષ ઉમેદવાર આગળની પરીક્ષામાં બેસી શકશે. અત્યાર સુધી લોક રક્ષક દળમાં 8 ગણા અને પીએસઆઈમાં માત્ર જગ્યાના 15 ગણા ઉમેદવારોને જ દોડ બાદ આગળની પરીક્ષામાં બેસવા નો મોકો મળતો.

વિદ્યાર્થીઓમાં આ નવા નિયમની ખુશી સ્પષ્ટ જોવા મળે છે. પરંતુ સાચી વાતતો એ છે કે આનો મોટો ફાયદો માત્ર હોશિયાર વિદ્યાર્થીને જ થશે, શારિરીર રીતે વધુ મજબુત ઉમેદવારોને તો કદા સ્પર્ધામાં વધારો જ થશે. જે દોડમાં માંડ માંડ પાસ થાય છે પરંતુ શૈક્ષણિક કે પરીક્ષામાં જેઓ સારુ પ્રદર્શન કરે છે તેવા વિદ્યાર્થીઓને પણ હવે પાસ થવાનો મોકો મળશે.

હાલ PSI TRBના ફાર્મ ઓજસ પર ભરવાની પ્રકીયા પુર્ણ થઈ છે તથા દોડની તારીખ પણ પાછળ જવાની સંભાવના છે જેને લગતી ટ્વીટ હસમુખ પટેલ સાહેબ દ્નારા કરાઈ પણ હતી.