Site icon Health Gujarat

ગુજરાતની હાર છતાં પંડ્યાનું નામ નોંધાયો રિકોર્ડ, ધોની-પોલાર્ડ પણ આ ખાસ યાદીમાં સામેલ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને 8 વિકેટે હરાવ્યું. આ મેચમાં હાર્દિક પંડ્યાએ 62 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 3 સિક્સર ફટકારી હતી. આ ઇનિંગની મદદથી હાર્દિકે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો. તેણે મહેન્દ્ર સિંહ ધોની અને કિરોન પોલાર્ડ સાથે જોડાયેલી ખાસ યાદીમાં સ્થાન બનાવ્યું છે. IPLની 20મી ઓવરમાં સૌથી વધુ સિક્સ ફટકારવાના મામલે હાર્દિક ચોથા સ્થાને પહોંચી ગયો છે.

IPLની 20મી ઓવરમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. ધોનીએ અત્યાર સુધી છેલ્લી ઓવરમાં 52 સિક્સર ફટકારી છે. જ્યારે કિરાન પોલાર્ડ આ મામલે બીજા સ્થાને છે. તેણે 33 સિક્સર ફટકારી છે. આ મામલે રવિન્દ્ર જાડેજા ત્રીજા સ્થાને છે. જાડેજાએ છેલ્લી ઓવરમાં 26 સિક્સર ફટકારી હતી. આ મામલામાં હાર્દિક રોહિત શર્માને પાછળ છોડીને ચોથા સ્થાને આવી ગયો છે. હાર્દિકે 25 અને રોહિતે 23 સિક્સર ફટકારી છે.

Advertisement
image sours

નોંધનીય છે કે પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. આ દરમિયાન હાર્દિકે 47 બોલમાં 62 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરે 18.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. RCB માટે વિરાટ કોહલીએ જોરદાર ઇનિંગ રમી હતી. તેણે 54 બોલમાં 73 રન બનાવ્યા હતા. જ્યારે ગ્લેન મેક્સવેલે અણનમ 40 રન બનાવ્યા હતા. તેણે 18 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

IPLની 20મી ઓવરમાં સૌથી વધુ સિક્સર :

Advertisement

52 – ધોની

33 – પોલાર્ડ

Advertisement

26 – જાડેજા

25 – હાર્દિક

Advertisement

23 – રોહિત

image sours
Advertisement
Advertisement
Exit mobile version