Site icon Health Gujarat

ગુજરાતી ફિલ્મના જાણીતા જાણીતા કલાકારોએ ધારણ કર્યો ભાજપનો ખેસ, CR પાટીલે મોટો ઘા માર્યો

ગાંધીનગર કમલમમાં ભાજપના સદસ્યતા અભિયાનનો પ્રારંભ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કરાવ્યો હતો. જેમાં 50 હજાર બુથ પર સદસ્યતા અભિયાન ચલાવાશે. તો આ પ્રસંગે કેટલાક ગુજરાતી ફિલ્મ કલાકારો ભાજપમાં જોડાયા હતા.. જેમાં રાગી જાની, બિમલ ત્રિવેદી, આંચલ શાહ, સંજયસિંહ ચૌહાણ, પ્રાપ્તિ અજ્વાળીયાએ કેસરીયો ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.

image source

આ અંગે ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ જણાવ્યું હતું કે અલગ અલગ સમાજ અને ક્ષેત્રના લોકોને ભાજપમાં જોડીશું, ”PM મોદીને દરેક સ્તરના લોકો ચાહે છે એટલે ભાજપ સાથે લોકો જોડાશે તેવું પાટીલે જણાવ્યું હતું.

Advertisement

વિધાનસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે. ગુજરાત ભાજપમાં 1.13 કરોડ સભ્યો છે.. જેમાં નવા 20 ટકા સભ્યો ઉમેરવાના લક્ષ્યાંક સાથે સદસ્ય અભિયાનની શરૂઆત કરાઈ છે.

image source

પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોને ભાજપના પ્રાથમિક સભ્ય બનાવી અભિયાનની શરૂઆત કરાવી છે.જેને 50 હજારથી વધુ બુથો પર કાર્યકર્તાઓ આગળ ધપાવશે.સદસ્યતા અભિયાન માટે ગુજરાતમાં ભાજપ ત્રણ લાખથી વધુ ક્યુઆર કોડ અને સ્ટિકર લગાવશે.. આ સિવાય 7878182182 નંબર પર મિસકોલ મારી પણ લોકોને પાર્ટી સાથે જોડાવા અપીલ કરવામાં આવી છે.

Advertisement
Advertisement
Exit mobile version