Site icon Health Gujarat

ગુજરાતના અનેક શહેરોમાં પેટ્રોલ ડીઝલે સદી ફટકારી દીધી, આજે ફરી કિંમતમાં ભડકો, જાણો આજનો ભાવ

પેટ્રોલ ડીઝલની કિંમતમાં ફરીથી ભડકો થયો છે. જેમાં પેટ્રોલ 80 પૈસા તથા ડીઝલ 72 પૈસા મોંઘુ થયું છે. તથા 7 દિવસમાં પેટ્રોલ રૂ.4.40 તથા ડીઝલ રૂ.4.55 મોંઘુ થયુ છે. રાજ્યના અનેક શહેરોમાં પેટ્રોલ રૂ.100ને પાર થયુ છે. તથા અમદાવાદમાં પેટ્રોલ રૂ.99.91 પ્રતિલીટર પર પહોંચ્યું છે. જે આગામી સમયમાં રૂપિયા 100ને પાર થશે.

image source

ગયા વર્ષે સપ્ટેમ્બર પછી ડીઝલ માર્કેટ પેટ્રોલ કરતાં વધુ ઝડપથી વધ્યું હતું. વ્યવસાયના દૃષ્ટિકોણથી ડીઝલનું ઉત્પાદન પેટ્રોલ કરતાં મોંઘું છે. પરંતુ ભારતના ઓપન માર્કેટમાં પેટ્રોલ મોંઘુ અને ડીઝલ સસ્તુ વેચાય છે. આ વર્ષે 22 માર્ચથી પેટ્રોલ કરતા ડીઝલના ભાવમાં વધુ વધારો થયો છે.

Advertisement

અમદાવાદમાં પેટ્રોલ રૂપિયા 99.91એ તથા ડીઝલ રૂપિયા 94.08 એ છે. જેમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને નજીક છે. તથા પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરીથી ભડકો થતા આજે પેટ્રોલ 80 પૈસા, ડીઝલ 72 પૈસા મોંઘુ થયું છે. 8 દિવસમાં પેટ્રોલ રૂ.4.72, ડીઝલ રૂ.4.93 મોંઘુ થયુ છે.

image source

પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ બદલાય છે અને સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના દૈનિક દર પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો 9224992249 નંબર પર RSP સ્પેસ પેટ્રોલ પંપનો કોડ લખીને અને BPCLના ગ્રાહકો 9223112222 નંબર પર RSP લખીને માહિતી મેળવી શકે છે. તે જ સમયે, HPCLના ગ્રાહકો HPPprice લખીને અને 9222201122 નંબર પર મોકલીને કિંમત જાણી શકે છે.

Advertisement
Advertisement
Exit mobile version