Site icon Health Gujarat

ગુજરાતનો સૌથી મોટો જાદુ, વડોદરામાં મૃતક વ્યક્તિ ઘરે જીવતો થઈને આવ્યો, પરિવાર અને પોલીસની આંખો ફાટી ગઈ

વડોદરામાં મૃત સમજીને અંતિમસંસ્કાર કર્યા તે યુવક જીવતો નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે..છાણી પોલીસને દુમાડની સીમમાંથી મળેલા અજાણ્યા મૃતદેહની ખોટી ઓળખ થતાં પરિવારને મૃતદેહ સોંપ્યો હતો. જો કે તેના અગ્નિસંસ્કાર થયા બાદ જેના નામે અગ્નિસંસ્કાર થયા હતા તે જીવતો મળતાં પોલીસ અને પરિવાર બંને ચોંકી ઉઠ્યા હતા. હાલ તો જે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે તે કોનો છે તે અંગે છાણી પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતદેહના અસ્થિ લઈને ડીએનએ ટેસ્ટ માટે લેબમાં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે..

image source

વડોદરા શહેરના દુમાડ ચોકડી નજીક રોડ પર મૃતદેહ પડયો હોવાની જાણ થતાં લોકો ટોળે વળ્યા હતા એક ડ્રાઇવરના પુત્ર જેવો દેખાતો જ યુવક હોવાથી લોકોએ યુવકના પિતા સનાભાઇને જાણ કરી હતી પોતાના પુત્રની ડેડબોડી પડી હોવાની જાણ થતાં જ પિતા સ્થળ પર દોડી ગયા હતા અને મૃતદેહને જોઈ પોતાના પુત્રનો હોવાનું પોલીસને જણાવ્યું હતું.

Advertisement
image source

મૃતદેહની ઓળખ બાદ છાણી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો અને પોસ્ટમોર્ટમ બાદ બીજા દિવસે મૃતદેહને અંતિમ વિધિ માટે પરિવારને સુપરત કર્યો હતો પરિવાર દ્વારા સગા સંબંધીઓ ભેગા થઈ અંતિમવિધી સ્મશાન ખાતે કરવામાં આવી હતી જ્યાં તેમના ઘરે પુત્રવધૂને બંગડીઓ તફડાવવાની વિધિ પૂરી કરવામાં આવી હતી સમગ્ર ક્રિયા પતી ગયા બાદ સાંજે 7:00 કલાકે જેને મૃત્યુ પામેલા સમજ્યો હતો તે સંજય ઘરે પરત ફર્યો હતો જેને લઇ પરિવારે પોલીસને જાણ કરી હતી સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને પરિવાર બંને ચોંકી ઉઠ્યા હતા અને જે મૃતદેહને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો તે કોનો છે તે અંગે ચીતાપરથી ડીએનએ ટેસ્ટ માટે અસ્થિ લઈ ટેસ્ટ માટે મોકલી આપી છે.

પિતા સનાભાઇ એ જણાવ્યું હતું કે હુંબહુ મારા પુત્ર જેવો જ એનો ચહેરો મળતો હોય હું તેને મારા પુત્ર સમજી બેઠો હતો અને પુત્ર ને દારૂ પીવાની પણ ખૂબ આદત હતી.

Advertisement
Advertisement
Exit mobile version