Site icon Health Gujarat

ખરતા વાળથી કંટાળી ગયા છો? તો મલાઇકા અરોરાની આ ટિપ્સને કરો ફોલો

શું તમે ખરતા વાળથી પરેશાન છો? તમને સમજાતું નથી કે શું કરવું જોઈએ? અનેક પ્રકારના શેમ્પુ અને તેલના ઉપાયો કરવા છતા પણ તમારા વાળ ખરી રહ્યા છે?બોલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોરાએ તાજેતરની તેની એક પોસ્ટ દ્વારા વાળને લગતી સમસ્યાઓનું નિદાન કરવા તેના ફેન્સ સાથે ટીપ્સ શેર કરી હતી.

અભિનેત્રીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ડુંગળીના ગુણો વિશે જણાવ્યું હતું. સ્ત્રીની સુંદરતામાં સૌથી મહત્વની સંપત્તિ કોઈ ગણાય તો તે વાળ છે. જો કે અનેક લોકોને વાળ નીચેથી બટકાઈ જાય અને ખરવા માંડે એ સમસ્યા હેરાન-પરેશાન કરી દે છે. પહેલી અને સૌથી મહત્વની વસ્તુ તમારા વાળને નિયમિતપણે ટ્રિમ કરો. એટલેકે તેને નીચેથી કાપતા રહો. અને વાળને મજબૂત બનાવી રાખવા માટે દર છ અઠવાડિયે ટ્રિમ કરાવવું પણ જરૂરી છે. તમને જણાવી દઇએ કે, વાળ માટે ડુંગળી ખૂબ જ ફાયદાકારક છે. કારણકે ડુંગળીમાં સલ્ફર રહેલું હોય છે જે સ્પ્લિટ એન્ડની અને વાળ ખરવાની સમસ્યા અટકાવે છે. ડુંગળીનાં રસથી વાળ મજબૂત અને મુલાયમ બને છે. તો આવો જાણીએ કેવી રીતે ડુંગળીની મદદથી વિવિધ હેરપેક બનાવી શકાય.

Advertisement

આપણને રોજિંદી વસ્તુ જેવી લાગે

IMAGE SOUCRE

તેણે લખ્યું હતું, ‘મલાઈકા સ્ટ્રીક અને ટિપ. આપણે હંમેશાં આપણા જીવનમાં વાળ ખરવા જેવી સમસ્યાઓનો સામનો કરીએ છીએ. કેટલીકવાર તે આપણને રોજિંદી વસ્તુ જેવી લાગે છે. પરંતુ આપણે ડરવાની જરૂર નથી, આપણે આપણી રીતે જ તેની સાથે ડીલ કરવી જોઈએ. જેવી રીતે આપણે આપણા ડાયેટની કાળજી લઈએ છીએ, તેવી જ એક સરળ ટિપ્સ છે, જે વાળને ખરતા અટકાવે છે.

Advertisement

ડુંગળી લો અને તેનો રસ બનાવો

image source

તેણે કહ્યું, ‘એક તાજી ડુંગળી લો અને તેનો રસ બનાવો. રસ નીકળ્યા બાદ તેને તમારા વાળ પર લગાવો અને પછી તેને શેમ્પૂથી ધોઈ લો. મારા પર વિશ્વાસ કરો તમને તેની અસર થોડા અઠવાડિયામાં જ જોવા મળશે.’

Advertisement

ડુંગળીના રસથી થતો લાભ

– વાળમાં ડુંગળીનો રસ લગાવવાથી તે જડમૂળથી મજબૂત થાય છે અને વાળ ઓછા તૂટે છે.

Advertisement

– તેને દરરોજ લગાવવાથી વાળની ગ્રોથ સારી થાય છે.

– ડુંગળીનો રસ અઠવાડિયામાં 3 વખત લગાવવાથી ખોડાની સમસ્યાથી કાયમ માટે છૂટકારો મળે છે.

Advertisement

– તેને લગાવવાથી બ્લડ સર્કુલેશન સારું રહે છે અને વાળ લાંબા થવા લાગે છે.

– સફેદ વાળ પર લગાવવાથી વાળનો રંગ કાળો થવા લાગે છે.

Advertisement

ડુંગળીનો રસ બનાવવાની રીત

image soucre

– ડુંગળીનો રસ બનાવવા માટે 3 ડુંગળી લો. તેના છોતરા નીકાળીને ધોઇ લો. હવે ડુંગળીને મિક્સરમાં ક્રશ કરી લો. તે બાદ તેમાથી ડુંગળીનો રસ ગાળી લો. હવે આ રસને આંગળીના સહારાથી ધીમે- ધીમે લગાવો. અડધા કલાક બાદ માઇલ્ડ શેમ્પુથી વાળ ધોઇ લો, સતત 2 મહિના ડુંગળીનો રસ લગાવવાથી વાળની દરેક સમસ્યા દૂર થઇ શકે છે.

Advertisement

– લાંબા અને ભરાવદાર વાળ માટે ડુંગળીના રસમાં મધ ઉમેરો. 30 મિનિટ તેને લગાવી રાખો. અઠવાડિયામાં 1 વાર આ મિશ્રણથી વાળની મસાજ કરવાથી વાળ તૂટવાનું બંધ થઇને લાંબા થાય છે.

– ખોડાથી છૂટકારો મેળવવા માટે ઓલિવ ઓઇલ અને ડુંગળીનો રસ મિક્સ કરો. ધ્યાન રાખો કે આ મિશ્રણને જડમૂળથી બરાબર માલિશ કરો. તેને 2 કલાક લગાવી રાખો. રોજ આ રીતે કરવાથી થોડાક દિવસોમાં વાળમાંથી ખોડાની સમસ્યા દૂર થાય છે.

Advertisement
image soucre

– વાળને મજબૂત બનાવવા માટે સફરજનના રસમાં દહીં અને ડુંગળીનો રસ મિક્સ કરી લગાવવાથી ખરતા વાળની સમસ્યાથી રાહત મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version