વાળ બહુ સફેદ થઇ ગયા છે? તો અપનાવો આ ઘરેલુ ઉપાયો, વાળ થવા લાગશે કાળા

વધતી ઉંમર સાથે સફેદ વાળ થવા એ સામાન્ય વાત છે,પરંતુ 25 વર્ષની ઉંમરે તમારા વાળ સફેદ થવા લાગે છે,તો તમારે ચિંતા કરવાની જરૂર છે.વાળ સફેદ હોવાના ઘણા કારણો હોઈ શકે છે.પોષણની ઉણપ અને આનુવંશિક કારણોને કારણે પણ સફેદ વાળ થાય છે.પરંતુ વધુ પડતા તમાકુનું સેવન,ધૂમ્રપાન અને ભાવનાત્મક તણાવ પણ તેનું કારણ હોઈ શકે છે.અત્યારના સમયમાં સફેદ વાળની સમસ્યા યુવાન લોકોમાં વધુ જોવા મળે છે.તેથી આ સમસ્યાથી છુટકારો મેળવવા તેઓ ઘણા કેમિકલનો ઉપયોગ તેમના વાળ પર કરે છે,પણ શું તમે જાણો છો કે આ કેમિકલ તમારા સફેદ વાળની સમસ્યા ઘટાડવાના બદલે વધારી શકે છે.તેથી વાળ અને ત્વચા આ બંનેમાં સૌથી પેહલા કુદરતી ચીજોનો જ ઉપયોગ કરવો જોઈએ.તેથી આજે અમને તમને સફેદ વાળની ​​સમસ્યાથી છૂટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું,જે કોઈ આડઅસર વગર જ તમારા સફેદ વાળ કાળા બનાવશે.

આમળા

image source

આમળા વાળના કુદરતી કાળા રંગને જાળવવામાં મદદ કરે છે.તમે જોયું જ હશે વધુ પડતા શેમ્પુ અને તેલમાં આમળાનો ઉપયોગ કરવામાં આવે છે,કારણ કે આમળા વાળ માટે ફાયદાકારક માનવામાં આવે છે.

કેવી રીતે ઉપયોગ કરવો.

સૌથી પેહલા આમળાને મસળીને તેના બી આમળામાંથી દૂર કરો.હવે આમળાની એક પેસ્ટ બનાવો અને તેને માથા પર લગાવો.ત્યારબાદ આ પેસ્ટથી વાળના ​​મૂળિયા પર માલિશ કરો.

નાળિયેર તેલ અને લીંબુનો રસ

image source

નાળિયેર તેલ અને લીંબુનું મિક્ષણ માથા ઉપરની ચામડીનું રક્ત પરિભ્રમણ વધારે છે.આ તેલમાં બાયોટિન,ભેજ અને અન્ય તત્વો હોય છે,જે વાળને સફેદ થવાથી બચાવે છે અને વાળને નરમ બનાવે છે.

કેવી રીતે ઉપયોગ કરવો

તેમાં બે ભાગમાં નાળિયેર તેલ અને એક ભાગ લીંબુનો રસ મિક્સ કરો.આ મિશ્રણથી તમારા માથા ઉપરની ચામડી અને વાળની ​​માલિશ કરો.

લીમડો

image source

લીમડો વાળની ​​મૂળની શક્તિમાં વધારો કરે છે અને વાળને જરૂરી પોષક તત્વો આપે છે.જેથી વાળ સફેદ થવાથી બચે છે.

કેવી રીતે ઉપયોગ કરવો

લીમડાના પાંદડાને નાળિયેર તેલમાં નાંખો અને થોડા સમય સુધી તેને ગરમ કરો.ત્યારબાદ આ તેલ ગાળી લો અને તે તેલથી વાળની ​​માલિશ કરો.લગભગ 30-45 મિનિટ સુધી આ તેલ તમારા માથા પર રહેવા દો,ત્યારબાદ તમારા વાળ ધોઈ લો.અઠવાડિયામાં બે વાર આ પ્રક્રિયાને અનુસરો.

ચા અથવા કોફી

image source

ચા અને કોફી વાળના કુદરતી રંગને જાળવવામાં મદદ કરે છે.

ઉપયોગ કરવાની રીત

ચા પત્તી અથવા કોફી પાવડરને પાણીમાં નાંખો અને તેને 10 મિનિટ સુધી ઉકાળો.ત્યારબાદ વાળનો રંગ કાળો રાખવા માટે ચા પત્તીનો ઉપયોગ કરો અને વાળનો રંગ બ્રાઉન રાખવા માટે કોફીના પાઉડરનો ઉપયોગ કરો.

કાળા તલ

image source

કાળા તલ સફેદ વાળને કાળા બનાવવા માટે પણ ખૂબ મદદગાર છે.

ઉપયોગ માટેની રીત

દરરોજ સવારે ખાલી પેટ પર પાણી સાથે કાચા કાળા તલ ખાવાથી તમારા વાળમાં ફાયદો થશે.

ડુંગળીની પેસ્ટ

image source

ડુંગળીની પેસ્ટ વાળને પોષણ આપે છે.

ઉપયોગ માટેની રીત

સૌથી પેહલા ડુંગળીની પેસ્ટ બનાવો અને વાળમાં ડુંગળીની પેસ્ટ લગાવો.એક કલાક સુધી આ પેસ્ટ તમારા વાળમાં રહેવા દો અને ત્યારબાદ તમારા વાળ ધોઈ લો.આ ઉપાયથી સફેદ વાળ કાળા થઈ જાય છે.

મહેંદી અને તમાલપત્ર

image source

આ બંને વનસ્પતિ વાળનો રંગ વધારે છે.

ઉપયોગ કરવાની રીત

અડધો કપ સૂકી મહેંદી અને તમાલપત્રને બે કપ પાણીમાં ઉકાળો.આ મિશ્રણને થોડી વાર માટે ઠંડુ થવા છોડી દો. હવે તેને ગાળી લો અને શેમ્પૂથી વાળ ધોયા પછી આ મિક્ષણ વાળ પર સારી રીતે લગાવો.15-20 મિનિટ પછી વાળ ફરીથી ધોઈ લો.અઠવાડિયામાં આ ઉપાય 1 વાર કરવાથી તમને તમારા વાળ પર અસર દેખાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત