Site icon Health Gujarat

હળવદ GIDCમાં નિમકના કારખાનમા કરુણાંતિકા સર્જાય, કલેકટર સાહિના મોટા મોટા અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી ગયા

હળવદ જિઆઇડીસીમા આવેલા એક મીઠાના કારખાનામા આવેલી દીવાલ પડવાથી ત્યાં દટાઈ ગયેલા ૧૨ જેટલા શ્રમિકોના મોત થયા છે. જ્યારે ૨૦થી વધારે જેટલા શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે. તંત્ર દ્વારા ત્યાં જેસીબીની મદદથી દીવાલના કાટમાળની નીચે દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી તેમણે હાથ ધરી છે. ત્યારનો મૃત્યુઆંક હજીસુધી વધવાની આશંકા સેવાઈ છે. આ ઘટનાના પગલે જિલ્લાના કલેકટર ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે.

બચાવ કામગીરીને હાથ ધરાઇ હતી :
જાણવામાં આવતી વિગતો અનુસાર હળવદ GIDCમા આવેલા સાગર સોલ્ટ નામના એક મીઠાના કારખાનામા મીઠાની કોથળી ભરવાની રાબેતા પ્રમાણે કામગીરી ચાલી રહી હતી. ત્યારે બારેક વાગ્યાના અરસામા અચાનક કારખાનાની દીવાલ પડી જવાથી અંદાજે ૨૦થી ૩૦ જેટલા મજદૂરો દટાઈ જતા તેમણે તાબડતોબ હિટાચી અને જેસીબીની મદદથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે. તેમાં ૧૨ જેટલા શ્રમિકોના મોત થયાની વિગતો સામે આવી રહી છે. હજુ પણ ઘણા શ્રમિકો મીઠાની બેગ અને દીવાલના કાટમાળ નીચે દટાઈ ગયેલા હોય તેથી તેને કાઢવા માટેની કામગીરી હાથ ધરવામા આવી રહી છે.

Advertisement
image sours

મૃત્યુઆંક વધવાની પણ આશંકા છે :
આ મીઠાના કારખાનામા મજૂરો કામ કરતા હતા. ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. હાલમાં વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો હોવાથી આ ઘટનામા નાના માસુમ બાળકો પણ ભોગ બની ગયા હોવાની આશંકા સેવાય છે. આ દુર્ઘટનામા મોતનો આંકડો હજુ પણ વધારે પહોંચવાની આશંકા હજી પણ સેવાઇ રહી છે. હાલમા તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા આ કાટમાળ નીચેથી દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે.

image sours
Advertisement
Advertisement
Exit mobile version