શું તમનેે ખબર છે ઘરની આ જગ્યા પર મોટાભાગના લોકોને આવે છે હાર્ટ એટેક? આ સાથે જાણો તેની પાછળનુ કારણ

હાર્ટ એટેકના કારણ

આપણે મોટાભાગે એવું સાંભળીએ જ છીએ કે, કોઈ વ્યક્તિને બાથરૂમમાં કાર્ડિયાક એરેસ્ટ કે પછી હાર્ટ એટેક આવી જવાથી વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે. પણ શું આપ જાણો છો કે, બાથરૂમમાં હ્રદયને લગતી તકલીફો એકાએક ઉત્પન્ન થવાનું કારણ શું છે ? આજે આ લેખની મદદથી જાણીશું કે, સ્નાન કરતા સમયે જ કેમ હાર્ટ એટેક આવે છે.

image source

હ્રદય સંબંધિત કાર્ડિયાક એરેસ્ટ હોય કે પછી હાર્ટ એટેક આ બંને સમસ્યાઓ આપણા શરીરના રક્ત પરિભ્રમણ સાથે જોડાયેલ છે. યોગ્ય રક્ત પરિભ્રમણના લીધે આપણા શરીરના અન્ય રોગોને નિયંત્રિત કરી શકાય છે. શરીરના રક્ત પરિભ્રમણનો સીધો પ્રભાવ આપણા હ્રદય પર પાડે છે, જેના લીધે આપણું શરીર પોતાની અન્ય પ્રક્રિયાને નિયંત્રણમાં રહે છે. ચાલો હવે જાણીશું કે, બાથરૂમમાં એકાએક ક્યાં કારણોના લીધે સૌથી વધારે હાર્ટ એટેક કે પછી કાર્ડિયાક એરેસ્ટ થાય છે.

ટોઇલેટ પ્રેશર :

image source

બાથરૂમમાં ટોઇલેટ પ્રેશરથી આપને હાર્ટ એટેક આવવાની સંભાવના હોય છે. વેસ્ટર્ન ટોઇલેટ કે પછી ઇન્ડીયન ટોઇલેટ સીટનો ઉપયોગ કરતા સમયે ટોઇલેટ કરવા માટે પ્રેશર કરવાથી કે પછી વધારે સમય સુધી ટોઇલેટ સીટ પર બેસી રહેવાથી તેનો સીધો પ્રભાવ શરીરના બ્લડ સર્ક્યુલેશન પર પડે છે જેના કારણે તેની સીધી અસર હ્રદયની ધમનીઓ પર દબાણ વધવા લાગે છે અને હ્રદયની ધમનીઓ પર દબાણ વધવાથી કાર્ડિયાક એરેસ્ટ કે પછી હાર્ટ એટેક આવવાની સંભાવના બને છે.

માથા પર સીધું જ ઠંડુ પાણી નાખવાથી.:

image source

ડોક્ટર્સના જણાવ્યા મુજબ હ્રદય રોગના દર્દીઓએ સ્નાન કરતા સમયે સાવધાની રાખવી જોઈએ. સ્નાન શરુ કરો ત્યારે સૌથી પહેલા માથા પર પાણી નાખવાને બદલે પગ ઉપર પાણી નાખવું ત્યાર પછી માથાને ધીરે ધીરે શાવરની નીચે કે પછી પાણી માથા પર નાખવું જોઈએ. કેમ કે, જો હ્રદય રોગના દર્દીઓના માથા પર સીધું જ ઠંડુ પાણી કે ગરમ પાણી નાખવામાં આવે છે તો તેની સીધી અસર માથામાં થતા રક્ત સંચાર પર થાય છે. કેટલીક વાર હ્રદય રોગના દર્દીઓના સીધા જ માથા પર પાણી નાખવાના કારણે કેસો વધારે બગડતા જોવા મળે છે. જયારે ઘણીવાર હ્રદય રોગના દર્દીઓના ધબકારા તે જ સમયે અટકી જવાથી દર્દી માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

બ્લડ પ્રેશર :

image source

જો આપ અચાનક જ આપના શરીર પર ગરમ કે પછી ઠંડા પાણીના સંપર્કમાં આવો છો તો ત્યાર પછી આપના શરીરનું રક્ત પરિભ્રમણ સીધી જ રીતે પ્રભાવિત થાય છે. શરીર પર અચાનક ઠંડુ પાણી પડવાથી, શરીરની સફાઈ કરતા સમયે વધારે દબાણ કરવાથી, બંને પગના ટેકે વધારે સમય સુધી બેસી રહેવાથી, ખબ જ જલ્દી સ્નાન કરવાથી, વધારે સમય સુધી બાથટબમાં રહેવાથી પણ તેની સીધી અસર આપના શરીરના બ્લડ પ્રેશર પર પડે છે. આપે સ્નાન કરવા દરમિયાન પણ માથાને સીધું જ પાણી નીચે લઈ જતા કે પછી પહેલા માથા પર પાણી નાખતા પહેલા આપે આપના પગ પર પાણી નાખવું જોઈએ. આપે બાથરૂમમાં જતા સમયે પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત