હેલ્થ સંબંધી અનેક સમસ્યાઓનું કારણ છે કાચા ચોખા ખાવાની આદત, નુકસાન જાણીને રહો એલર્ટ

અનેક લોકો એવા હોય છે જેઓ રોટલીને બદલે ચોખા ખાવાનું પસંદ કરે છે. ખાસ કરીને તટીય વિસ્તારોમાં રહેતા લોકો ચોખાનો વધારે ઉપયોગ કરતા જોવા મળે છે. ચોખાને ડાયટમાં સામેલ કરી લેવાથી અનેક વાનગીઓ બને છે. જેને આપણે રોજ ખાઈએ છીએ જેમકે દાળ- ભાત, ખિચડી, પુલાવ વગેરે. તમને જણાવી દઈએ કે સફેદ ચોખાને બદલે બ્રાઈન ચોખા હેલ્થને માટે વધારે ફાયદો આપનારા સાબિત થયા છે.

image source

ચોખા અનેક પ્રકારના વિટામિન અને મિનરલનો ખજાનો છે. તેમાં નિયાસિન, વિટામિન ડી, કેલ્શિયમ, ફાઈબર, આયર્ન, થાઈમીન અને રાઈબોફ્લેવિન પૂરતા પ્રમાણમાં મળે છે. બ્રાઉન રાઈસના સેવનથી ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, ફાઈબર અને વિટામિન્સ મળે છે. જે શરીરને અનેક બીમારીથી બચાવે છે. પણ શું તમે જાણો છો કે કાચા ચોખા ખાવાની આદત કેટલું નુકસાન કરે છે. કાચા ચોખા ખાવાથી હેલ્થને નુકસાન થઈ શકે છે. જાણો કેવી બીમારીઓ થઈ શકે છે.

કાચા ચોખા ખાવાના નુકસાન

image source

ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ અને પાચન સંબંધી સમસ્યા

કાચા ચોખામાં એવા તત્વો હોય છે જે પાચન સંબંધિત સમસ્યોનું કારણ બને છે. તેની અંદર લેક્ટિન નામનું પ્રોટીન હોય છે. આ પ્રાકૃતિક કીટનાશક અને એન્ટી ન્યૂટ્રિએન્ટ્સના રૂપમાં પણ કામ કરે છે. કાચા ચોખા ખાવાથી પાચન તંત્ર સંબંધિત સમસ્યા થઈ શકે છે.

પથરીની સમસ્યા

image source

પથરીની સમસ્યાને માટે કાચા ચોખા ખાવાનું નુકસાન કરી શકે છે. જે લોકો વધારે પ્રમાણમાં કાચા ચોખાનું સેવન કરે છે તેમને પથરીનો ખતરો વધે છે.

ફૂડ પોઇઝનિંગની સમસ્યા

image source

કાચા ચોખા ખાવાથી ફૂડ પોઈઝનિંગની સમસ્યા હોઈ શકે છે. કાચા ચોખા ખાવામાં બેસિલસ સિરસ નામના બેક્ટેરિયા મળઈ રહે છે, જે શરીરમાં ફૂડ પોઈઝનિંગની સમસ્યા ઊભી કરી શકે છે. આ માટે કાચા ચોખાનું સેવન કરવાનું ટાળવું જોઇએ.

એનર્જી ઓછી થવી

image source

કાચા ચોખાના સેવનથી વ્યક્તિને આળસ આવવાની શરૂ થાય છે. કાચા ચોખાના સેવનથી શારીરિક થાક લાગે છે. જે બોડીને એનર્જી આપવાનું કામ ઓછું કરે છે. થાકને કારણે અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત