આ હોમ મેડ સ્ક્રબના ઉપયોગથી વેલેન્ટાઈન વીકમાં ચમકી જશે તમારો ચહેરો, કરો ટ્રાય

ફેબ્રુઆરી મહિનો લવ બર્ડ્સને માટે ઘણો ખાસ માનવામાં આવે છે. આ મહિને 7 ફેબ્રુઆરીથી લઈને 14 ફેબ્રુઆરી સુધી વેલેન્ટાઈન વીક મનાવવામાં આવે છે. આ સાથે આ દિવસે શું પહેરવું, કેવો મેકઅપ કરવો અને ક્યાં ફરવા જવું વગેરે તૈયારીઓ કરી લેવામાં આવે છે. આ દિવસે તમે પણ તમારા સાથી સાથે ક્યાંક જવાનો પ્લાન કરી રહ્યા છો તો તમે તમારા ચહેરાને ચમકાવી લો તે જરૂરી છે. આમ કર્યા બાદ તમારા પાર્ટનર તમારો ચહેરો જોશે તો તેઓ તમારી પર ફિદા થઈ જશે.

image source

વેલેન્ટાઈન ડેના દિવસે સ્ક્રબ તમે તમારા ફેસ પર લગાવી શકો છો. ગ્લોઈંગ અને ક્લિઅર સ્કીનની રેમેડી છે સ્ક્રબ. સ્ક્રબ તમારી સ્કીનને સુંદર બનાવે છે અને સાથે તેના ઉપયોગથી સ્કીનના ડેડ સેલ્સ રીમૂવ થાય છે અને સ્કીનને એક્સફોલિએશન કરે છે. સ્ક્રબિંગ કરવાથી ચહેરાની તમામ ગંદગી પણ દૂર થાય છે. તેનાથી સ્કીનની ડલનેસ દૂર થતાં જ સ્કીન ચમકવા લાગે છે. સ્ક્રબ કરવાથી ફેસ પરના ખીલ અને ડાઘ પણ દૂર થાય છે. ફેસ પરના પેચિસ દૂર થી જવાના કારણે સ્કીન સોફ્ટ અને શાઈની બને છે. તમે પણ વેલેન્ટાઈન ડે પર ચહેરાને ચમકાવવા ઈચ્છો છો તો ઘરે જ 10 મિનિટમાં સ્ક્રબ બનાવીને તેનું પરિણામ મેળવી શકો છો.

નારંગીના જ્યૂસથી કરો સ્ક્રબ

image source

નારંગી ચહેરાની ચમક લાવવા માટે બેસ્ટ છે. તેનો સ્ક્રબ તૈયાર કરવા માટે 2 ચમચી નારંગના રસમાં 2 ચમચી ઓટ્સ મિક્સ કરીને પેસ્ટ બનાવો. તે પછી ફેસ પર હળવા હાથે મસાજ કરો. આ પેસ્ટને 2-3 મિનિટ સુધી રહેવા દો અને પછી પાણીથી ફેસને વોશ કરી લો.

લીંબુથી કરો સ્ક્રબ

image source

લીંબુના રસમાં વિટામિન સી હોય છે જે ફેસને નરમ અને મુલાયમ બનાવે છે. સ્ક્રબમાં લીંબુના ઉપયોગથી ફેસની અશુદ્ધિઓ દૂર થાય છે અને સાથે તેમાં એક ચમચી મધ અને અડધી ચમચી ખાંડને એકસાથે મિક્સ કરો. ફેસ પર આ સ્ક્રબ ઘસવાથી ફેસ ગ્લો કરે છે.

કોફીનો સ્ક્રબ

image source

કોફી હેલ્થની સાથે સાથે સ્કીન માટે પણ ફાયદો કરે છે. તેને ફેસ પર લગાવવાથી ગ્લો આવે છે. તેનો સ્ક્રબ બનાવવા માટે તમે તેમાં ઓલિવ ઓઈલ, મધ અને કોફી મિક્સ કરો. તમારો સ્ક્રબ બની જશે. તમે તેનાથી ફેસ પર મસાજ કરો અને થોડી વાર તેને ફેસ પર રહેવા દો. થોડો સમય બાદ ફેસને સાદા પાણીથી ધોઈ લો. ડ્રાઈ સ્કીન વાળા લોકો પહેલાં ચહેરાને પાણીથી પલાળે અને સ્ક્રબને થોડા પ્રમાણમાં લઈને તેમાં પાણી મિક્સ કરીને ઉપયોગ કરે.

તમે પણ આ સ્ક્રબનો ઉપયોગ કરી લેશો તો વેલેન્ટાઈન વીકમાં ઘરે બેઠા સુંદર ચહેરો મેળવી શકશો.તો આજે જ કરી લો ટ્રાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત