પેટની ચરબીને માખણની જેમ ઓગાળવા મધ છે સૌથી બેસ્ટ ઉપાય, આ રીતે કરો ઉપયોગ

વજન ઘટાડવા માટે દરેક વ્યક્તિ સૌ પ્રથમ તો ડાયેટિંગનો જ સહારો લે છે. તેમ કરવું યોગ્ય પણ છે, પણ આમ કરવાથી શરીરને જોઈએ તેટલી ઉર્જા નથી મળી શકતી અને તેના કારણે શરીરમાં નબળાઈ અનુભવાય છે. તેવામાં મધનુ સેવન જરૂરી કરવું જોઈએ. જો તમે એવું વિચારી રહ્યા હોવ કે મધ ખાવાથી વજન કેવી રીતે ઘટે છે અને શરીરને એનર્જી કેવી રીતે મળે છે તો તમને જણાવી દઈએ કે આ બન્ને કામ મધ કરી શકે છે. હવે મધ વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે તે જાણવાની વિસ્તૃત માહિતી અમે તમને આ લેખમાં આપી રહ્યા છીએ.

વજન ઘટાડવામાં મધ શા માટે લાભપ્રદ સાબિત થાય છે

image source

મધના લાભ શરીર પર કેટલીએ રીતે થઈ શકે છે, હાલ અમે વજન ઘટાડવા માટે મધના લાભ કેવી રીતે થઈ શકે છે તે વિષે તમને જણાવીશું જે વૈજ્ઞાનિક સંશોધન પર આધારિત છે.

શરીરમાં હાજર વિષયુક્ત પદાર્થને બહાર કાઢવા માટે

શરીરમાં હજાર ઝેરીલા તત્ત્વને બહાર કાઢવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આ સંબંધમાં પ્રકાશિત એક વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે મધમાં પી-કોમારિક એસિડ સમાયેલો હોય છે, જે શરીરની ડિટોક્સીફિકેશન પ્રક્રિયાને રેગ્યુલેટ કરવાનું કામ કરી શકે છે. તેનાથી ઝેરીલા પદાર્થને શરીરની બહાર કાઢવામાં સરળતા રહે છે. તે

કેલરી ઘટાડે છે

image source

એક સંશોધન પ્રમાણે જણાવવામા આવ્યું છે કે શરીરમાં પુરતી ઉર્જા આપવા માટે મધનું સેવન કરવામા આવે છે. સાથે સાથે તેને ખાવાથી શરીરમા કેલરી ઝડપથી બર્ન થાય છે. તેનાથી શરીરમા ફેટ બનવાનું જોખમ ઘટી જાય છે. તે રીતે કહી શકાય કે જો તમે વજન ઘટાડવા માગતા હોવ તો તમારે રોજ એક ગ્લાસ ગરમ પાણીમાં મધ મિક્સ કરીને પીવું જોઈએ.

વજન વધવાની ગતિ પર નિયંત્રણ આવે છે

એક વૈજ્ઞાનિક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે મધ વજન વધાવાની ગતિને ધીમુ કરી શકે છે. તેનાથી મેદસ્વીતા જેવી અવસ્થાથી બચી શકાય છે. આ ઉપરાંત, મધમાં એન્ટી ઓબેસિટી અસર પણ સમાયેલી હોય છે. જે મદસ્વીતાને વધતી રોકી શકે છે. માટે કહી શકાય કે મધના લાભોમાં મેદસ્વીતાથી બચવાનો પણ સમાવેશ થાય છે.

એનર્જી બૂસ્ટ કરવા માટે

image source

મધ સારી કેલરી આપે છે. સાથે સાથે તે શરીરની ઉર્જા વધારવા તેમજ તેને જાળવી રાખવામાં પણ મદદ કરે છે. તેનાથી શારીરિક નબળાઈ પણ નથી અનુભવાતી. તેના માટે મધમાં હાજર ફ્રુક્ટોઝ શુગર મદદ કરી શકે છે. માટે કહેવાય છે કે મધના ફાયદા શરીરમાં ઉર્જા જાળવી રાખીને વજન વધતું રોકવામાં મદદ કરે છે.

પોષક તત્વના લાભ

મધમાં મળી આવતા કેટલાએ પોષત ત્તત્વ વજનને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેમા ઓર્ગેનિક એસિડ, મિનરલ્સ, ટ્રાંસ એલિમેંટ, વિટામિન્સ, એન્ઝાઇમ પ્રોટીન, ફેનોલિક એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ એન્ઝાઈમ મળી આવે છે. આ પોષક તત્વ વજનને વધતું રોકી શકે છે. તેનાથી વજનમાં ઘટાડો થઈ શકે છે.

પાચનમાં સુધારો

image source

મધના સેવનથી પાચન તંત્રમાં પણ સુધારો આવે છે, તેનાથી વજનને ઘટાડવામાં મદદ મળી શકે છે. તે સંબંધમાં પબ્લિશ એક મેડિકલ રિસર્ચમાં દર્શાવવામાં આવ્યું છે કે મધ આંતરડામાં પ્રોયબાયોટિક બેક્ટેરિયાની સંખ્યાને વધારવાનું કામ કરે છે, જે પાચનમાં સુધારો કરવાનું કામ કરે છે. તેનાથી ખાદ્ય પદાર્થને જલદી પચાવી શકાય છે, જે વજનને ઘટાડવા માટે જરૂરી છે.

મેદસ્વીતા ઘટાડવા માટે મધનો ઉપયોગ આ રીતે કરો

વજન ઘટાડવા માટે મધનો ઉપયોગ તમે વિવિધ રીતે કરી શકો છો. તો ચાલો જાણીએ તમે મધનો ઉપયોગ વજન ઘટાડવા માટે કઈ-કઈ રીતે કરી શકો છો.

હુંફાળુ ગરમ પાણી અને મધ

આ એક ખૂબ જ સરળ રીત છે. તમારે અહીં માત્ર એક ગ્લાસ હુંફાળુ ગરમ પાણી અને એક ચમચી મધ ઉમેરી તેને મિક્સ કરીને પી લેવું. તમે સવારે ઉઠતાં જ આ પાણી ખાલી પેટે પી શકો છો.

મધ અને દૂધ

image source

તેના માટે તમને એક ગ્લાસ દૂધ અને એક ચમચી મધની જરૂર પડશે. તમારે સામાન્ય રીતે તમે દૂધ ગરમ કરો તેમ ગરમ કરી લેવું. ત્યાર બાદ દૂધને હુંફાળુ ગરમ થવા દેવું. અને જ્યારે દૂધ થોડુંક જ ગરમ રહે ત્યારે તમારે તેમાં એક ચમચી મધ નાખી તેને મિક્સ કરી લેવું અને દૂધ પી લેવું. પણ તમારે ક્યારેય ખૂબ ગરમ દૂધ કે પાણીમાં મધ ન ઉમેરવું. તેને હુંફાળા પાણી કે દૂધમાં જ ઉમેરવું.

તજ અને મધ

તેના માટે તમારે એક ચમચી મધ અને અરધી ચમચી તજનો પાઉડર જોઈશે. અને એક કપ પાણી. અહીં પણ તમારે પાણી ગરમ કરી લેવું. તેમાં તજનો પાઉડર નાખી તેને થોડીવાર ઉકાળી લેવું. ત્યાર બાદ પાણી ગાળી લેવું અને તેને હુંફાળુ થવા દેવું. ત્યાર બાદ તેમાં મધ મિક્સ કરીને તેને હુંફાળુ જ પી લેવું.

ગ્રીન ટી અને મધ

image source

તેના માટે તમને એક ગ્રીન ટી બેગ, એક ચમચી મધ અને અક કપ પાણીની જરૂર રહેશે. પાણીને ગરમ કરીને ગ્રીન ટી બેગને પાણીમાં બે મિનિટ સુધી ડુબાડી રાખો. ત્યાર બાદ ગ્રીન ટી હુંફાળી ગરમ રહે તે સમયે તમારે તેમાં મધ મિક્સ કરી લેવું. અને તેનું સેવન કરવું. રોજ સવાર સાંજ તમે આ પ્રયોગ કરી શકો છો. તમને લાભ થશે.

મધ અને લીંબુ

તેના માટે તમને એક ચમચી લીંબુનો રસ, એક ચમચી મધ અને એક ગ્લાસ પાણીની જરૂર પડશે. સૌ પ્રથમ તમારે એક ગ્લાસ પાણીને હુંફાળુ ગરમ કરી લેવું. હવે તેમાં એક ચમચી મધ અને લીંબુનો રસ ઉમેરી તેને બરાબર મિક્સ કરી લેવું. ત્યાર બાદ તેને પી જવું. તેને હુંફાળુ ગરમ હોય ત્યારે જ પી લેવું. આ મિશ્રણને સવારે વ્યાયામ બાદ પીવું સારું રહે છે. તેને તમે ખાલી પેટે પણ પી શકો છો.

વજન ઘટાડવા માટે રોજ કેટલા પ્રમાણમાં મધ લેવું જોઈએ ?

image source

વજન ઘટાડવા માટે એક યુવાન વ્યક્તિ રોજ 70-95 ગ્રામ સુધી મધનુ સેવન કરી શખે છે. આ પ્રમાણ વ્યક્તિની ઉંમર અને તેની શારીરિક સ્થિત પ્રમાણે બદલાઈ શકે છે.

આ બાબતોનું પણ રાખ ધ્યાન

મધ ભલે ઘણું લાભપ્રદ હોય છે. પણ તેના કેટલાક નુકસાન પણ છે. માટે મધનો ઉપયોગ કરતા પહેલાં તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
જો કોઈ ડાયાબિટીસનું દર્દી હોય તો તેમણે મધનું વધારે પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ. વાસ્તવમાં, તેમાં ફ્રુક્ટોઝનું પ્રમાણ પણ હોય છે જે બ્લડ શુગરના સ્તરને વધારી શકે છે.

image source

કેટલાક લોકો માટે મધના કારણે પેટમાં દુઃખાવો પણ થતો હોય છે. તેમાં ફ્રુક્ટોઝ હોય છે, જે આંતરડાના પોષક તત્ત્વોને અવશોષિત કરવાની ક્ષમતામાં અવરોધ ઉત્પન્ન કરી શકે છે. તેવામાં પેટમાં પીડા ઉભી થઈ શકે છે.

મધના સેવનથી કેટલાક લોકોને એફિલેક્સિસની સમસ્યા થઈ શકે છે, જે એક પ્રકારનું એલર્જિક રિએક્શન હોય છે. જો કે તમને એ જણાવી દઈએ કે મધની એલર્જી ઘણા ઓછા લોકોને હોય છે.

image source

વજન ઘટાડવા માટે મધનો ઉપયોગ કરવો ઘણો મદદરૂપ સાબિત થઈ શકે છે. તેને વજન ઘટાડવાનો સૌથી સરળ ઉપાય માની શકાય છે પણ તેના સેવનની સાથે સાથે તમારી દીનચર્ચામાં પણ તમારે સુધારો કરવો પડે છે. મધ ત્યારે જ વધારે અસરકારક સાબિત થાય છે જ્યારે તેના સેવનની સાથે સાથે વ્યાયમ પણ કરવામા આવે. આ ઉપરાંત સંતુલિત ડાયેટ પણ લેવું જરૂરી છે. તો હવે જો તમે તમારી મેદસ્વીતા ઘટાડવા માગતા હોવ અને તેથી પણ વધારે તમારા શરીરને સ્વસ્થ બનાવવા માગતા હોવ તો તમે મધનો આ પ્રયોગ શરૂ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત