Site icon Health Gujarat

પતિનું વિભાજન: પતિએ કહ્યું- હું 3 દિવસ આની સાથે 3 દિવસ બીજી સાથે, એક દિવસ બિન્દાસ ફરીશ

આગરામાં પરિવાર પરામર્શ કેન્દ્રમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પતિ પોતાની પત્નીને પણ છોડવા નથી માગતો, અને પોતાની ગર્લફ્રેન્ડને પણ. કઉંસિલરે સમજાવ્યા બાદ પણ તે માન્યો નહીં. બહું કહેવા પર તેણે એક નવો તોડ શોધી કાઢ્યો અને તેમાં સાત દિવસની વહેંચણી કરી નાખી હતી. તેણે કહ્યું કે, ત્રણ દિવસ પત્ની સાથે અને ત્રણ દિવસ પ્રેમિકા સાથે રહેશે અને એક દિવસ એકલો ફરશે.

image source

પતિનું કહેવુ છે કે, તે પત્ની, પ્રેમિકા અને મા સૌની સાથે રહેવા માગે છે. પ્રેમિકાએ આ પ્રસ્તાવ સ્વિકારી લીધો છે. જ્યારે પત્નીએ વિચારવા માટે સાત દિવસનો સમય માગ્યો છે. લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા. બંનેને ત્રણ બાળકો પણ છે. પતિ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે.પ્રેમિકાનું કહેવુ છે કે, તે અઢી વર્ષથી લિવ ઈન રિલેશનશિપમાં રહ્યા બાદ તેને અપનાવાની ના પાડી દીધી હતી. તેને એક બાળક પણ છે. પતિએ જણાવ્યું હતું કે, પત્ની ઝઘડો કરીને પિયરમાં જતી રહી છે, તેવા સમયે તે પ્રેમિકાના સંપર્કમાં આવ્યો. બધું બરાબર ચાલી રહ્યું હતું. વિવાદ થોડા સમય પહેલા જ શરૂ થયો, જ્યારે પત્નીએ પ્રેમિકા સાથે સંબંધ પુરો કરવાની વાત કરી.

Advertisement
image source

પત્નીનું કહેવુ છે કે, પતિ તેના ઘરવાળાની જ વાત માને છે. ખર્ચા માટે રૂપિયા નથી આપતો, નથી ક્યાંય બહાર ખાવા લઈ જતો. જ્યારે ને ત્યારે મારપીટ કરતો રહે છએ. બાળકો અને તેનું બરાબર ધ્યાન પણ નથી રાખતો. એટલા માટે તે પિયરમાં રહીને બાળકોને ઉછેરી રહી છે. આ મામલો પરિવાર પરામર્શ કેન્દ્રમાં પહોંચ્યો હતો, ત્રણ કાઉંસિલીંગ બાદ પતિએ કહ્યું કે, પત્નીની વાત સાઁભળશે અને અઠવાડીયામાં એક વાર બહાર ખાવા લઈ જશે. જેના પર પત્ની રાજી થઈ ગઈ અને બંને સાથે રહેવા માટે માની ગયા.

Advertisement
Advertisement
Exit mobile version