Site icon Health Gujarat

હવે રશિયાના સૈનિકોનું ખરેખર વધતું જાય છે, ‘પતિને ગોળી મારી દીધી અને બાળક સામે સૈનિકોએ માતા પર કર્યો રેપ’

યુક્રેનની એક મહિલા પર અનેક વખત રેપ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેના પતિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટના સમયે બાળકો મહિલાની સામે હતા. અહેવાલ મુજબ આ પહેલા પણ યુક્રેનમાં કેટલીક મહિલાઓ સાથે રેપની ઘટનાઓ સામે આવી છે. યુક્રેનની નેતા મારિયા મેગેન્ટસેવાએ કહ્યું- “કિવની આ મહિલાનો બાળકની સામે રેપ કરવામાં આવ્યો હતો.”

image source

તેમણે કહ્યું કે અમે આ મામલે શાંત રહીશું નહીં. આખરે બાળકના મનમાં શું વીત્યું હશે, જેની સામે તેની માતા સાથે આવું કરવામાં આવ્યું છે. યુક્રેનના પ્રોસિક્યુટર જનરલ ઈરિના વેનેડિક્ટોવાએ પણ આ મામલે તપાસની વાત કરી છે.

Advertisement

તેમના કહેવા પ્રમાણે, જે રશિયન સૈનિકો ઘરમાં ઘૂસ્યા હતા તેઓ નશામાં હતા. પહેલા તેણે મહિલાના પતિની હત્યા કરી, પછી મહિલા પર વારંવાર રેપ કર્યો. આરોપ છે કે આ સૈનિકો અહીં જ ન અટક્યા, તેઓએ તે માસૂમ બાળકને ધમકી પણ આપી.

યુક્રેનના પ્રોસીક્યુટર જનરલ ઈરિના વેનેડિક્ટોવાએ કહ્યું છે કે અગાઉ બે સૈનિકોએ પૂર્વ કિવમાં બ્રોવરીમાં મહિલાઓ પર હુમલો કર્યો હતો. આમાં એક સૈનિકની પણ ઓળખ કરવામાં આવી હતી અને તેની સામે આરોપો ઘડવામાં આવ્યા હતા.

Advertisement
image source

અહેવાલ મુજબ, ગત સપ્તાહે યુક્રેનના ઈરપિન શહેરમાંથી ભાગી ગયેલી એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે રશિયન સૈનિકો મહિલાઓ પર બળાત્કાર અને ગોળીબાર કરી રહ્યા છે.
અનાતાસિયા તરન નામની આ 30 વર્ષની મહિલા ઇરપિનમાં રશિયન હુમલા પહેલા વેટ્રેસ તરીકે કામ કરતી હતી. તેણે કહ્યું કે ઈરપિન આ સમયે નર્ક બની ગયું છે.

તરણે એમ પણ કહ્યું કે રશિયન સૈનિકો લોકોને મારી રહ્યા છે. મહિલાઓ પર રેપ થઈ રહ્યો છે. યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબા અને વિપક્ષી સાંસદ લેસિયા વેસિલેન્કાએ પણ આ ઘટનાઓ પર સવાલો ઉઠાવ્યા છે.

Advertisement
Advertisement
Exit mobile version