જો તમે ઘરે બનાવીને ગોળ અને તુલસીનો આ રીતે પીશો ઉકાળો, તો નહિં થાય શરદી, ઉધરસ અને સાથે ક્યારે પણ નહિં આવે તાવ

આયુર્વેદ નિષ્ણાંતોની સલાહ : જો તમને શરદી અને ખાંસી છે, તો કાળા મરી, આદુ, તુલસી અને જૂના ગોળનો ઉકાળો પીવો

લોકડાઉન અને કોરોના મહામારી તેમજ પ્રસરી રહેલા ચેપના કારણે હોસ્પિટલોના ઓપીડી અત્યારે બંધ છે. આ મુશ્કેલીના સમયમાં લોકપ્રિય સમાચાર પત્ર હિન્દુસ્તાનમાં હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવી છે. આ હેલ્પ લાઈનનો લાભ મોટા પ્રમાણમાં લોકો લઇ રહ્યા છે. આ હેલ્પલાઈનમાં મંગળવારે તમે આયુર્વેદ પ્રક્રિયાનો લાભ પણ લઇ શકો છો. આયુર્વેદ નિષ્ણાંતો ટેલીફોન પર બપોરના 12થી 2 વાગ્યા સુધી સલાહ આપવા હાજર રહેશે.

image source

હિન્દુસ્તાન સમાચાર દ્વારા શરુ કરવામાં આવેલ હેલ્પલાઈન પર મંગળવારે, આયુર્વેદ નિષ્ણાંતોએ લોકોને તેમની બીમારીઓ સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબો આપીને લોકોને શાંત પાડયા હતા. આ સાથે જ એમણે લોકોને કોરાનાના કારણે અતિશય ડરી ન જવાની સલાહ આપી હતી. ડરી જવાથી કોરોના ફેલાતો અટકવાનો નથી, એટલે એને રોકવામાં સાથ આપવો જોઈએ. પરિવાર અને જાણીતા લોકોને સુરક્ષિત રાખવામાં સહાયક બનો.

હેલ્પલાઇન પર પુછાયેલા કેટલાક પ્રશ્નો આ પ્રમાણે છે. જે તમને પણ સહાયક થઇ શકે છે.

image source

પ્રશ્ન : મને બ્લડપ્રેશરની સમસ્યા છે. માથું દુખે છે, શું આ બ્લડપ્રેશરના કારણે હોઈ શકે…? – વિક્રમસિંહ, અયોધ્યા

જવાબ : પ્રથમ, જો તમારું બ્લડ પ્રેશર વધતું કે ઘટતું ન હોય તો ડોકટરે જે દવાઓ આપી છે તે લેતા રહો. ખોરાકમાં મીઠું ઓછું કરો. પચી શકે તેવા ખોરાક અને અન્ય પદાર્થો ભોજનમાં લો. નવશેકું પાણી પિતા રહો અને તેની ભાપ પણ લો.

પ્રશ્ન : સાહેબ મને ઉધરસ, શરદી, ગળા અને શરીરમાં દુખાવો, તેમજ નાક વહી જવાની સમસ્યા છે, શું કરવું? – પ્રદીપ, બારાબંકી

જવાબ : તમે 8 થી 10 વખત નવેશેકા પાણીમાં મીઠું ઉમેરીને કોગળા કરો. નવશેકું પાણી પીતા રહો. કાળા મરી, આદુ, તુલસીના પાન અને જૂનો ગોળ મેળવીને ઉકાળો બનાવી લો. એને જેટલું ગરમ પી શકાય એટલું પિતા રહો, એટલું ગરમ પી શકાય જેનાથી જીભ અને મોઢું બળે નહી, દિવસમાં 20 થી 30 મીલીલીટર જેટલું પિતા રહો. આ સિવાય ગિલોયધન વાટીની બેથી ત્રણ ગોળીઓ ખાઓ જેથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે.’

Dry cough: Causes, treatments, and when to see a doctor
image source

પ્રશ્ન : મને ઉધરસ, ખાંસી અને શરીરમાં દુખાવો છે, આ કોરોના તો નથી ને? – સુનિતા, રાજાજીપુરમ

જવાબ : આ કોરોનાના લક્ષણ નથી. તમારા મનમાંથી સૌથી પહેલા તો આ વાયરસનો ડર કાઢી દો. તમે વારંવાર નવશેકા પાણીમાં મીઠું નાખીને કોગળા કરતા રહો. કાળા મરી, આદુ, તુલસીના પત્તા અને જૂના ગોળનો ઉકાળો બનાવીને પીવો. દિવસ દરમિયાન નવશેકું પાણી પીતા રહો.

પ્રશ્ન : મને કમર અને ઘૂંટણમાં દુખાવો થઇ રહ્યો છે. તેના માટે શું કરવું જોઈએ? – ગુડ્ડુ ઇન્દિરા નગર અને માલતી ઠાકુરગંજ

જવાબ : તમે સહજનના પાંદડા ઉકાળો અને તેને નવશેકા પાણીથી શેકતા રહો. એ જ સહજનના પત્તા જ્યાં દુખાવો હોય ત્યાં બાંધી લો. યોગરાજ ગુગ્ગુલની બે ગોળી સવારે અને સાંજે ખાઓ. કમર, ઘૂંટણ અને પીડાદાયક ક્ષેત્ર પર પંચગુણા તેલ લગાવો. એનાથી ગણો આરામ મળશે.

image source

પ્રશ્ન : સાહેબ, મારું શરીર દુખે છે તેમ જ ગાળામાં ધુખાવો અને ખર્રાસ છે. શુ કરવુ ? – અરવિંદ મૌર્ય આલમબાગ

જવાબ : તમે ગરમ ઉકાળો પિતા રહો. નવશેકા પાણીમાં મીઠું નાખીને કોગળા કરો. શરીરની પ્રતિરક્ષા ક્ષમતા મજબૂત રાખવા માટે ગિલોયધન વાટીની બે-બે ગોળીઓ ત્રણ વખત લો.

પ્રશ્ન : ઘરમાં બેઠા બેઠા ગેસ અને કબજિયાત થઇ ગઈ છે, ખાવાની ઈચ્છા પણ નથી થતી, શું કરવું ? – રજનીશ, ચોક

જવાબ : નવશેકું પાણી પિતા રહો. ઘરમાં જ આગાપાછા થતા રહો. એકની એક જગ્યાએ બેઠા કે સુતેલા ન રહો. મુલેઠીનું ચૂરણ બનાવી લો અને એને ત્રણ ત્રણ ગ્રામ સવાર સાંજ નવશેકા પાણી સાથે લો. અવિપત્તિકર ચૂર્ણ ત્રણ વખત ત્રણ ત્રણ ગ્રામ ખાઓ, આ સાથે જ આરોગ્યવર્ધક વાટીની બે-બે ગોળીઓ સવાર અને સાંજ ખાઓ.

Diabetes and diarrhea: Treatment, diet, and diagnosis
image source

પ્રશ્ન : મને ડાયાબિટીઝ છે, તાવ આવી રહ્યો છે. પેટમાં પણ ગરબડ છે, શું કરવું? – શૈલેન્દ્ર, હુસૈનગંજ

જવાબ : તમે સૌ પ્રથમ ખાવામાં ખાટી વસ્તુ અને મરચાને બંધ કરી દો. તાવ માટે જે દવા લઇ રહ્યા છો એને તાવ ન આવે એ સ્થિતિમાં ન લો. હર્બલયુક્ત આયુર્વેદિક દવાઓ લેવી. ઘરમાં થોડું આઘાપાછા હરતા ફરતા રહેવું.

આ લક્ષણોને ઓળખો :

– શરીરમાં તીવ્ર પીડા સાથે નબળાઇ

– યકૃત અને કિડનીમાં સમસ્યાઓ

The Dangers Of Dyspnea - Southlake Style — Southlake's Premiere ...
imahe source

– હાંફ ચઢવી (શ્વાસ લેવામાં તકલીફ)

– ન્યુમોનિયાના લક્ષણો દેખાવા

– પાચનક્રિયામાં અચાનક મુશ્કેલી પડવી, આમ થાય ત્યારે ડોક્ટરનો સંપર્ક કરો.

image source

ડોકટરની સલાહ

ઓફિસોમાં કામ કરતા લોકો અત્યારે ઘરે સાવ ખાલી બેઠા હોય છે. આવી સ્થિતિમાં, લોકો પહેલા કોરોના વિષે વિચારવાનું શરૂ કરે છે. જેન કારણે મનમાં વહેમ ઉદ્ભવે છે. એટલે જરૂરી બની જાય છે ઘરમાં ચાલવું, કસરત કરવી અને ઇન્ડોર રમતોમાં વ્યસ્ત રહેવું. – ડૉ. શિવશંકર ત્રિપાઠી, નિવૃત્ત, આયુર્વેદિક દવાખાના, રાજ ભવન

તાવ, શરીર અને ગળાના દુખાવાને કોરોના સાથે જોડશો નહીં. સાવચેતી જરૂર રાખવી. તમારી દિનચર્યામાં, દિવસમાં બે કે ત્રણ વખત ચાના સ્થાને ઉકાળો પીવો. જો શક્ય હોય તો, ગિલોયધન વાટીની બે-બે ગોળીઓ ખાતા રહો. – ડૉ. ધર્મેન્દ્ર કુમાર, તબીબી અધિકારી, સરકારી આયુર્વેદિક કોલેજ, તુડિયાગંજ-3

Source: Live Hindustan

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત