જામનગર મહાનગરપાલિકાની એક શાખામાં અધિકારી અને નીચલા વર્ગની મહિલા કર્મચારી ઓફિસમાં જ રંગરેલીયા મનાવતો ઝડપાયો. એક મહિલા કર્મચારી કોઈ કામસર આ ચેમ્બરમાં જતા બંને વિચિત્ર હાલતમાં રાસલીલા રચાવી રહ્યા હતા ત્યારે ભાંડો ફૂટ્યો. આ ઘટના જંગલમાં આગની જેમ મહાનગરપાલિકામાં ફેલાઈ ગઈ છે.
જામનગર મહાનગરપાલિકા અવારનવાર વિવાદોમાં રહેવા ટેવાયેલી છે ત્યારે બે દિવસ પહેલા મહાનગરપાલિકામાં આવેલી ખૂબજ વ્યસ્ત શાખામાં ખૂણામાં આવેલી એક ચેમ્બરમાં અધિકારી તેની જ મહિલા કર્મચારી કે જેને ગેરકાયદેસર રીતે પોતાની પાસે નોકરીમાં રાખીને બેઠા છે તેની સાથે રંગરેલિયા મનાવતો હતો. આ બનાવ બાદ નજરે જોનાર મહિલા કર્મચારીએ દેકારો બોલાવ્યો હતો જેને માંડ માંડ શાંત કરવામાં આવી હતી
આ ઘટના બાદ અધિકારીઓ દોડી આવ્યા હતા પરંતુ આમાં શું પગલા લેવા અને મહાપાલિકાની આબરૂને બટ્ટો લાગે તેમ હોય જવાબદાર અધિકારીને ખખડાવીને તેને હાલ તો જવા દીધો છે.